Breaking News : ચીનની ક્રિકેટ ટીમ એક પણ મેચ રમ્યા વિના એશિયન ગેમ્સમાંથી કેમ બહાર થઈ ગઈ? જાણો

બાંગ્લાદેશે મેચમાં એક પણ બોલ રમ્યો નહી અને સેમિફાઈનલની ટિકિટ મળી હતી. તો બીજી બાજું ચીનની મહિલા ક્રિકેટ ટીમ એક પણ બોલ રમ્યા વગર એશિયન ગેમ્સમાંથી બહાર થઈ છે. આવું થવા પાછળ કારણ શું છે વિસ્તારથી જાણી લો.

Breaking News : ચીનની ક્રિકેટ ટીમ એક પણ મેચ રમ્યા વિના એશિયન ગેમ્સમાંથી કેમ બહાર થઈ ગઈ? જાણો
| Updated on: Sep 17, 2026 | 1:33 PM

Asian Games 2026માં મહિલા ક્રિકેટની શરુઆત થઈ ચૂકી છે. આની શરુઆત બાંગ્લાદેશ અને ચીન વચ્ચે પહેલી ક્વાર્ટર ફાઈનલ સાથે થઈ હતી. પરિણામ એ આવ્યું કે, ચીનની મહિલા ક્રિકેટ ટીમ રમ્યા વગર એશિયન ગેમ્સમાંથી બહાર થઈ છે. હવે એ સવાલ થઈ રહ્યો છે કે, જ્યારે એક પણ મેચ રમ્યા વગર ચીનની ટીમ કેવી રીતે એશિયન ગેમ્સમાંથી બહાર થઈ શકે. મોટી વાત એ છે કે આનું કારણ એ છે કે, બાંગ્લાદેશ અને ચીનની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે કોઈ પણ મેચ રમાઈ ન હતી.

બાંગ્લાદેશ-ચીન વચ્ચે મેચ કેમ ન રમાઈ ?

બાંગ્લાદેશ અને ચીનની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે ક્વાર્ટર ફાઈનલમાં એક પણ બોલ રમ્યા વગર બહાર થઈ છે. વરસાદના કારણે આ મેચને રદ કરવામાં આવી હતી. મેચ રદ થયા પછી બાંગ્લાદેશને સેમિફાઈનલની ટિકિટ મળી હતી. જ્યારે ચીનની મહિલા ક્રિકેટ ટીમની ઘર વાપસી થઈ હતી. હવે સવાલ એ છે કે, આની પાછળ કારણ એશિયન ગેમ્સ ક્રિકેટનો નિયમ છે.

ચીનની ટીમ કેમ એશિયન ગેમ્સમાંથી બહાર થઈ?

એશિયન ગેમ્સ ક્રિકેટના નિયમ 16.10.2(b) અનુસાર વરસાદના કારણે જો મેચ ધોવાય છે અથવા રદ થઈ જાય છે. તો બંને ટીમ વચ્ચે જેની રેકિંગ વધારે હોય છે. જે આગલા રાઉન્ડમાં પહોચી જાય છે. હવે ચીન અને બાંગ્લાદેશમાં આઈસીસી રેન્કિંગમાં બાંગ્લાદેશ ઉપર છે. આ કારણે તેને સેમિફાઈનલની ટિકિટ મળી છે.

ક્રિકેટ ઈવેન્ટમાં ચીનનું અભિયાન પૂર્ણ

ચીન મહિલા ક્રિકેટ ટીમ બહાર થતાં જ એશિયન ગેમ્સ 2026ની ક્રિકેટ ઈવેન્ટમાં તેના કેપેનનો અંત થયો છે. પુરુષ ક્રિકેટમાં ચીનની ટીમે ભાગ લીધો નથી.એશિયન ગેમ્સમાં મહિલા ક્રિકેટ ઇવેન્ટની મેચો 17 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે.

એશિયન ગેમ્સ 19 સપ્ટેમ્બરથી જાપાનના આઈચી-નાગોયામાં શરૂ થશે, પરંતુ મહિલા ક્રિકેટ સ્પર્ધા 17 સપ્ટેમ્બરથી શરૂ થશે. આ સ્પર્ધાની ફાઇનલ 22 સપ્ટેમ્બરના રોજ યોજાશે અને ટીમ ઇન્ડિયા ફરી એકવાર ગોલ્ડ મેડલ માટે મજબૂત દાવેદાર બનશે. ભારતે ચીનમાં 2023 એશિયન ગેમ્સમાં શ્રીલંકાને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.

એશિયન ગેમ્સ દર ચાર વર્ષે યોજાય છે, જેમાં એશિયન દેશોના ખેલાડીઓ ભાગ લે છે. એશિયન ગેમ્સમાં અનેક રમતો હોય છે. વધુ સમાચાર માટે અહી ક્લિક કરો

Published On - 12:41 pm, Thu, 17 September 26

Follow Us
Loading...
Unable to load recommendations.