
ભારત અને પાકિસ્તાનની મેચમાં લડાઈ થવી કોઈ નવી વાત નથી. બંને ટીમનો ઈતિહાસ પણ કાંઈ આવો જ રહ્યો છે. મેચ દરમિયાન માહોલ ગરમાય જાય છે. એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સમાં પણ આવી ઘટના જોવા મળી હતી. મેચની શરુઆતથી લઈ અંત સુધી વાતાવરણ ગરમાયું હતુ. પરંતુ હદ તો ત્યારે થઈ જ્યારે પાકિસ્તાની ખેલાડીએ ભારતીય કેપ્ટન તિલક વર્માને મેદાન વચ્ચે ધેર્યો હતો. હવે સવાલ એ છે કે આનું કારણ શું છે. લાઈવ મેચમાં આવું કેમ થયું, તો ચાલો જાણીએ.
તિલક વર્મા સાથે પાકિસ્તાની ખેલાડીની ટકરાવાની ઘટના ભારતની ઈનિગ્સની 44મી ઓવરમાં બની હતી. અલી રઝાની આ ઓવરના પહેલા બોલ પર અમ્પાયરે ડેડ બોલ જાહેર કર્યો હતો કારણ કે, તિલક વર્મા નોન-સ્ટ્રાઈક એરિયામાં ખોટી સાઈડમાં ઉભો હતો. બોલને ડેડ આપ્યા બાદ અમ્પાયરે તિલક વર્માને નિર્દેશ આપ્યો કે, તે યોગ્ય જગ્યાએ ઉભો રહે પરંતુ પાકિસ્તાની ખેલાડીઓને આ વાત પસંદ આવી નહી.
પાકિસ્તાન એના કેપ્ટન અબ્દુલ સમદ અને અહમદ ડૈનિયલ અમ્યારના ડેડ બોલ આપ્યાના અમ્પાયરના નિર્ણયથી નાખુશ હતા. તેની નારાજગી જોતા વાતાવરણ ગરમાયું હતુ. પાકિસ્તાની ખેલાડીએ અમ્પાયર સાથે વાતચીત કરી હતી. તેમણે સાથે મળી તિલક વર્માને ઘેર્યો હતો. તેની સાથે બોલાચાલી કરવા લાગ્યા હતા. મેદાનની વચ્ચે ક્રિકેટ એક બાજુ રહી ગયું અને શાબ્દિક યુદ્ધ શરૂ થયું.
તિલક વર્મા 149 બોલમાં 100 રન બનાવ્યા. પરંતુ આ સદી ઈન્ડિયા એને જીત અપાવવા માટે પુરતી ન હતી. ઈન્ડિયા એને તણાવ ભર્યા આ મેચમાં 48 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. મેચ પછી તિલક વર્માએ એક વાત જરુર કહી કે, જો અન્ય બેટ્સમેનનો સાથ મળતો તો આ મેચ જીતી શકતા હતા.