Breaking News : અર્શદીપ સિંહે ઇન્સ્ટાગ્રામ પરથી 200 થી વધુ પોસ્ટ ડિલીટ કરી, DP પણ બદલી જાણો શું છે સમગ્ર મામલો?

Arshdeep Singh, Instagram Post : અર્શદીપ સિહ સોશિયલ મીડિયા પર પોતાના એક્શનને લઈ ફરી ચર્ચામાં આવ્યો છે. આ વખતે તેમણે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી પોસ્ટ ડિલીટ કરી છે. આવું કેમ કર્યું તેના વિશે જાણીએ.

Breaking News  : અર્શદીપ સિંહે ઇન્સ્ટાગ્રામ પરથી 200 થી વધુ પોસ્ટ ડિલીટ કરી, DP પણ બદલી જાણો શું છે સમગ્ર મામલો?
| Updated on: May 26, 2026 | 1:18 PM

આઈપીએલ 2026માં પંજાબ કિંગ્સની સફર પૂર્ણ થઈ છે. અર્શદીપ સિંહ માટે પણ આ સીઝન પૂર્ણ થઈ હોય તેવું લાગી રહ્યું છે. અર્શદીપ સિંહ પંજાબ કિંગ્સનો ભાગ હતા. જે આઈપીએલ 2026 દરમિયાન પોતાની ગર્લફ્રેન્ડને લઈ ચર્ચામાં રહ્યો હતો. પરંતુ હવે તેમણે ઈન્સ્ટાગ્રામ પરથી 200થી વધારે પોસ્ટ ડિલીટ કરવાના કારણે ચર્ચામાં છે. આટલું જ નહી તેમણે પોતાનું ડીપી પણ બદલ્યું છે. અર્શદીપ સિંહ જે પોસ્ટને ડીલીટ કરી છે. તેમાં વિરાટ કોહલીની વાયરલ પોસ્ટ હોવા સિવાય પંજાબ કિંગ્સ સાથે જોડાયેલી કેટલીક પોસ્ટ પણ છે.

પોસ્ટ ડિલીટ કરવાનું કારણ શું છે?

ડાબોડી ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે 25 મેની રાત્રે પોતાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી કેટલીક પોસ્ટ ડિલીટ કરી છે. આની પાછળ કારણ શું છે તેને લઈ અર્શદીપ સિંહનું કોઈ નિવેદન સામે આવ્યું નથી. તેમણે આ મામલે કાંઈ પણ ન બોલતા સસ્પેન્સ છે. ચાહકો વિચારી રહ્યા છે કે, આ મામલો પોતાનો પર્સનલ છે કે, પછી આની પાછળ કોઈ મોટું કારણ છે.

 

 

200થી વધારે પોસ્ટ ડિલીટ કરી

અર્શદીપ સિંહે 200થી વધારે પોસ્ટ ડિલીટ કરી છે. જ્યારે તેના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટની સંખ્યા હવે માત્ર 40 છે. જે પોસ્ટ ડિલીટ કરી છે. તેમાં વિરાટ કોહલી સાથે ચેમ્પિયન ટ્રોફી દરમિયાન બનાવેલી રીલ પણ સામેલ છે. જેમાં અંદાજે 150 મિલિયન વ્યુ આવ્યા હતા. પંજાબ કિંગ્સ સાથે જોડાયેલી પોસ્ટ પણ તેમણે ડિલીટ કરી છે.

આઈપીએલ 2026માં અર્શદીપ સિંહનું પ્રદર્શન

આઈપીએલ 2026માં અર્શદીપ સિંહના પ્રદર્શનની જો આપણે વાત કરીએ તો. 14 મેચમાં 541 રન આપી 14 વિકેટ લીધી હતી. આ દરમિયાન તેની ઈકોનોમી 10.21 રહી છે. અર્શદીપ સિંહ આ સીઝન એટલો મોંઘો રહ્યો કે, તેમણે આપેલા રનની સંખ્યા પંજાબ કિંગ્સના સૌથી વધારે રન બનાવનાર પ્રભસિમરન સિંહ કરતા પણ વધારે છે.

 

 

અર્શદીપ સિંહ બન્યો ટીમ ઈન્ડિયાનો નંબર-1 બોલર, જાણો તેના પરિવારમાં કોણ કોણ છે અહી ક્લિક કરો

Follow Us