Breaking News : પતિ પહેલા ક્રિકેટમાંથી રિટાયર થશે પત્ની, ભારત સામે રમશે છેલ્લી મેચ

Alyssa Healy, Australia Cricket : 8 વખતની વર્લ્ડ ચેમ્પિયન ક્રિકેટર એલિસા હીલીએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. હીલી ઓસ્ટ્રેલિયાના પુરુષ ક્રિકેટર મિચેલ સ્ટાર્કની પત્ની છે.

Breaking News :  પતિ પહેલા ક્રિકેટમાંથી રિટાયર થશે પત્ની, ભારત સામે રમશે છેલ્લી મેચ
| Updated on: Jan 13, 2026 | 10:11 AM

ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન એલિસા હીલીએ સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. હીલીએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. પોતાના રિટાયરમેન્ટની જાહેરાત કરતા તેમણે કહ્યું કે, ભારત વિરુદ્ધ રમાનારી મલ્ટી ફોર્મેટ સીરિઝમાં તે છેલ્લી વખત રમતી જોવા મળશે. આ સીરિઝ પછી તે ક્રિકેટને અલવિદા કહેશે. એલિસાની આ જાહેરાત પછી એ સ્પષ્ટ છે કે, તે પતિ ઓસ્ટ્રેલિયાની ટીમના ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક પહેલા ક્રિકેટ છોડશે.

એલિસા હીલીનો છેલ્લી સીરિઝનો કાર્યક્રમ

ભારતની મહિલા ક્રિકેટ ટીમને આગામી મહિને એટલે કે, ફ્રેબ્રુઆરીમાં ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરવાનો છે. અહી સીરિઝ રમશે. આ પ્રવાસ પર ભારતીય ટીમ 3 ટી20 અને 3 વનડે સિવાય 1 ટેસ્ટ મેચ રમશે.ટી20 સીરિઝ 15 થી 21 ફેબ્રુઆરી વચ્ચે રમાશે. 24 ફેબ્રુઆરીથી 1 માર્ચ વચ્ચે 3 વનડે મેચ રમાશે. જ્યારે ટેસ્ટ મેચ 6 માર્ચથી પર્થમાં રમાશે. જે એલિસા હીલીની કરિયરની છેલ્લી મેચ હશે.

 

 

 

આ સીરિઝ પછી એલિસા હીલી ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 11 ટેસ્ટ,126 વનડે અને 165 ટી20 રમી પોતાના કરિયરનો અંત કરશે. પોતાના સંન્યાસની જાહેરાત કરતા એલિસા હીલીએ કહ્યું કે, તેમને પોતાના શાનદાર કરિયર પર ગર્વ છે.

T20 વર્લ્ડ કપ પહેલા સંન્યાસ લેશે

એલિસાના સંન્યાસના નિર્ણયનો અર્થ એ છે કે, આ વર્ષે જૂન-જુલાઈમાં રમાનારી મહિલા ટી20 વર્લ્ડકપમાં રમતી જોવા મળશે નહી. ઓસ્ટ્રેલિયાની ટીમ પોતાના નવા કેપ્ટનની આગેવાનીમાં રમતી જોવા મળશે. એલિસાના ઈન્ટરનેશલ કરિયરની વાત કરીએ તો. 15 વર્ષના કરિયરમાં તેમણે 7000થી વધારે રન બનાવ્યા છે.

8 વખતની વર્લ્ડ ચેમ્પિયન છે એલિસા

એલિસા હીલી 8 વખત વર્લ્ડ ચેમ્પિયન રહી છે. જેમાં 2 વખત તેમણે વનડે વર્લ્ડકપનો ખિતાબ જીત્યો છે. જ્યારે 6 વખત ટી20 વર્લ્ડકપનો ખિતાબ જીત્યો છે. 2022ના વનડે વર્લ્ડકપની ફાઈનલમાં હીલી પ્લેયર ઓફ ધ મેચ રહી હતી.ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના સીઈઓ ટોર્ડ ગ્રીનબર્ગ એલિસા હીલીને તેના શાનદાર કરિયર માટે શુભકામના પાઠવી છે. તેમણે કહ્યું કે, હીલી અનેક લોકોની પ્રેરણા છે.

ભારતની મહિલા રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ, જેને વુમન ઈન બ્લુ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે મહિલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. અહી ક્લિક કરો