
ચેન્નાઈસુપર કિંગ્સ વિરુદ્ધ મળેલી હાર બાદ કેકેઆરના કેપ્ટન અજિંક્ય રહાણે પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહી તેની કેપ્ટનશીપમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે મળેલી હારની નથી પરંતુ તેની પાછળનું કારણ તેની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સેનો સ્લો ઓવર રેટનો શિકાર બનવું હતુ. ચેન્નાઈ સુપર કિંગ્સ વિરુદ્ધ કેકેઆરની આ ભૂલને લઈ કેપ્ટન અજિક્ય રહાણે પર 12 લાખ રુપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
આઈપીએલમાં સ્લો ઓવર રેટને લઈ દંડ ફટકારવામાં આવેલ પાંચમો કેપ્ટન છે. દંડ ફટકારવામાં આવનારો સૌપ્રથમ પંજાબ કિંગ્સ હતો. તેનો કેપ્ટન શ્રેયસ અય્યર પર 2 સ્લો ઓવર રેટનો દંડ લાગી ચૂક્યો છે. ગુજરાત ટાઈટન્સના કેપ્ટન શુભમન ગિલ પર સ્લો ઓવર રેટને લઈ 12 લાખનો દંડ લાગી ચૂક્યો છે. સીએસકેના ઋતુરાજ ગાયકવાડ સ્લો ઓવર રેટની સજા ભોગવનાર ત્રીજો કેપ્ટન બન્યો છે. તેના બાદ મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા પણ સ્લો ઓવર રેટનો શિકાર બની ચૂક્યો છે.
આઈપીએલ દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું કે, કેકેઆરના કેપ્ટન અજિક્ય રહાણે પર ટીમની સ્લો ઓવર લઈને દંડ ફટકારવામાં આવ્યો છે. તેના પર આ દંડ 12 લાખ રુપિયાનો લાગ્યો છે. તેનાથી સ્પષ્ટ છે કે, આઈપીએલ2026માં કાંઈ સારું થતો જોવા મળી રહ્યું નથી.ના તેનું બેટ ચાલી રહ્યું છે તેમજ તેની કેપ્ટનશીપમાં ટીમને જીત પણ મળતી નથી. હવે સતત હાર બાદ તેના પર દંડ ફટકારવામાં આવ્યો છે.
CSK વિરુદ્ધ મેચની જો વાત કરવામાં આવે તો કેકેઆરને 32 રનથી હારનો સામનો કરવો પડ્યો છે. પહેલા રમતા ચેન્નાઈ સુપર કિંગ્સે 20 ઓવરમાં 5 વિકેટ પર 192 રન બનાવ્યા હતા. જેના જવાબમાં 193 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી કેકેઆરે 20 ઓવરમાં 7 વિકેટ પર 160 રન બનાવી શકી હતી.આઈપીએલ 2026માં વધુ એક મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સની હાર થઈ છે. તે પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે છે.
આ સિઝન કોલકાતા નાઈટ રાઈડર્સ માટે નિરાશાજનક રહી છે. તેઓ અત્યાર સુધી પાંચ મેચમાં એક પણ મેચ જીતી શકી નથી અને પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે છે. તેઓ આ પાંચ મેચમાંથી ચાર મેચ હારી ગઈ છે. એક મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી, જેના કારણે KKR પાસે એક પોઈન્ટ અને -1.383 નો નેટ રન રેટ રહ્યો હતો, જે આ સિઝનમાં બધી ટીમોમાં સૌથી ખરાબ રહ્યો છે.