
બેલફાસ્ટમાં રમાયેલી પ્રથમ T20 મેચમાં આયર્લેન્ડે ભારતને 34 રનથી હરાવી ઇતિહાસ રચ્યો હતો. કોઈપણ આંતરરાષ્ટ્રીય ફોર્મેટમાં ભારત સામે આયર્લેન્ડનો આ પ્રથમ વિજય હતો. T20 વર્લ્ડ કપ બાદ ભારતીય ટીમ માટે આ હાર મોટો ઝટકો માનવામાં આવી રહી છે.
પ્રથમ બેટિંગ કરનાર આયર્લેન્ડે નબળી શરૂઆત છતાં 182 રનનો પડકારજનક સ્કોર ઉભો કર્યો હતો. જવાબમાં ભારતીય ટીમ માત્ર 148 રનમાં સમેટાઈ ગઈ. જોકે હારનું કારણ માત્ર બેટિંગ નહોતું, પરંતુ બોલિંગમાં થયેલી વ્યૂહાત્મક ભૂલો પણ ટીમને ભારે પડી હતી.
મેચ બાદ અભિષેક શર્માએ સ્વીકાર્યું કે આયર્લેન્ડના બોલરોએ ભારતીય બોલરો કરતાં વધુ સારી લાઇન અને લેન્થ પર બોલિંગ કરી હતી. તેના જણાવ્યા મુજબ, વિરોધી ટીમે બેટ્સમેનોને સીધા શોટ રમવાની તક આપી નહોતી, જ્યારે ભારતીય બોલરો સતત ખોટા વિસ્તારમાં બોલિંગ કરતા રહ્યા.
Ireland win the first T20I in Belfast by 34 runs.#TeamIndia will now aim to level the series on Sunday.
Scorecard ▶️ https://t.co/gdoXw2dAKR#IREvIND pic.twitter.com/kxnHM9ApeV
— BCCI (@BCCI) June 26, 2026
બેલફાસ્ટની પિચ અને બાઉન્ડ્રીનું માપ પણ ભારતીય બોલરો માટે પડકારરૂપ બન્યું. સીધી બાઉન્ડ્રી નાની હોવા છતાં ભારતીય બોલરોએ સ્ટમ્પ લાઇન પર વધુ બોલિંગ કરી, જેના કારણે આયર્લેન્ડના બેટ્સમેનોએ સરળતાથી મોટા શોટ ફટકાર્યા. બીજી તરફ આયર્લેન્ડના બોલરોએ બોલને ઓફ-સ્ટમ્પની બહાર રાખીને ભારતીય બેટ્સમેનો પર સતત દબાણ બનાવ્યું.
હવે શ્રેણીની બીજી અને અંતિમ મેચ ભારત માટે ‘કરો અથવા મરો’ બની ગઈ છે. જો ભારતીય બોલરો પોતાની લાઇન-લેન્થ અને મેચની પરિસ્થિતિ અનુસાર વ્યૂહરચનામાં ફેરફાર નહીં કરે, તો આયર્લેન્ડ સામે શ્રેણી ગુમાવવાનો ખતરો વાસ્તવિક બની શકે છે. ટીમ ઈન્ડિયા માટે હવે ભૂલોમાંથી શીખીને જોરદાર વાપસી કરવી સૌથી મોટો પડકાર રહેશે.
Published On - 9:13 pm, Sat, 27 June 26