
પાકિસ્તાને અફઘાનિસ્તાનના કાબુલમાં આવેલી ડ્રગ રિહૈબિલિટેશન હોસ્પિટલ પર એર સ્ટ્રાઈક કરી હતી. જેમાં અનેક માસુમ બાળકોના મૃત્યું થયા હતા. અફઘાનિસ્તાનના ડિપ્યુટીનું સ્પોક્સપર્સન હમદુલ્લાહ ફિતરતનું કહેવું છે કે, આ હુમલામાં અત્યારસુધી અંદાજે 400 લોકોના મોત થઈ ચૂક્યા છે. આ હુમલાથી અફઘાનિસ્તાનના ક્રિકેટરો પણ તુટી ચૂક્યા છે. હવે તેઓએ હુમલા અને તેમના પ્રિયજનોને ગુમાવવા પર શોક વ્યક્ત કર્યો છે. ચાલો જાણીએ કોણે શું લખ્યું.
અઝમતુલ્લાહ ઉમરઝઈએ સોશિયલ મીડિયા પર કહ્યું એક જોરદાર ધમાકો થયો. ત્યારબાદ પાકિસ્તાની એર સ્ટ્રાઈકમાં એક હોસ્પિટલમાં આગ લાગી. રમઝાનના મહિનામાં રોઝા ખોલ્યા બાદ અનેક માસુમ બાળકોના મૃત્યું થયા છે. અનેક ઘાયલ થયા છે. દરેક પરિવારની સાથે મારી સંવેદનાઓ છે. અમે ન્યાય અને શાંતિ માટે પ્રાર્થના કરીએ છીએ.
Earlier tonight we heard a powerful explosion here in Kabul. Soon after, flames rose into the sky from a hospital struck in Pakistani airstrikes.
In the month of Ramadan, after people had opened their fasts, innocent lives were lost and many others wounded.
My heart is with…
— Azmatullah Omarzai (@AzmatOmarzay) March 17, 2026
અફઘાનિસ્તાનના સ્પિનર રાશિદ ખાને સોશિયલ મીડિયા પર લખ્યું કાબુલમાં પાકિસ્તાની એરસ્ટ્રાઈકના કારણે સામાન્ય નાગરિકોના મૃત્યું થયા છે. આ સમાચારથી હું ખુબ દુખી છું. નાગરિકોના ઘર, એજ્યુકેશન ફેસિલિટી કે મેડિકલ ઈન્ફાસ્ટ્રક્ચર ને નિશાને બનાવવું વોર ક્રાઈમ છે. ખાસ કરીને રમઝાનના પાક મહિનામાં માનવ જીવનના પ્રતિ ધોર ઉપેક્ષા ધૃણિત અને ખૂબ ચિંતાજનક છે.
I am deeply saddened by the latest reports of civilian casualties as a result of Pakistani airstrikes in Kabul. Targeting civilian homes, educational facilities or medical infrastructure, either intentional or by mistake, is a war crime. The sheer disregard for human lives,… pic.twitter.com/DbFRRh2qAJ
— Rashid Khan (@rashidkhan_19) March 16, 2026
અફઘાનિસ્તાનના બેટ્સમેન ઈબ્રાહિમ ઝારદાને સોશિયલ મીડિયા પર લખ્યું આજે રાતે મે કાબુલમાં ભયંકર ધમાકો સાંભળ્યો હતો. મારી સંવેદનાઓ તે પરિવાર સાથે છે.
Tonight I heard a massive explosion here in Kabul. Moments later we saw flames rising into the sky from a hospital.
Our brothers who intended to fast tomorrow are now gone, or wounded. My thoughts are with every family grieving tonight.
Kabul is in pain. We pray for justice.
— Ibrahim Zadran (@IZadran18) March 16, 2026