Breaking News : 22 વર્ષીય ક્રિકેટરનું મૃત્યુ, જીમમાં વર્કઆઉટ કરતી વખતે આવ્યો હાર્ટ એટેક

બંગાળના 22 વર્ષીય ખેલાડીનું હાર્ટ એટેકથી અવસાન થયું હતું. આ ક્રિકેટરને જીમમાં વર્કઆઉટ કરતી વખતે હાર્ટ એટેક આવ્યો હતો. તેના મૃત્યુ પર ક્રિકેટ જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

Breaking News : 22 વર્ષીય ક્રિકેટરનું મૃત્યુ, જીમમાં વર્કઆઉટ કરતી વખતે આવ્યો હાર્ટ એટેક
Cricketer dies of heart attack
| Updated on: Aug 02, 2025 | 8:12 PM

ક્રિકેટ જગતમાંથી એક દુઃખદ સમાચાર આવી રહ્યા છે. બંગાળના એક 22 વર્ષીય ક્રિકેટરનું જીમમાં વર્કઆઉટ કરતી વખતે હાર્ટ એટેકથી મૃત્યુ થયું. તેના મૃત્યુ બાદ ક્રિકેટ જગતમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

બંગાળના 22 વર્ષીય ક્રિકેટરનું મૃત્યુ

પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લાના બોલપુરના રહેવાસી પ્રિયજીત ઘોષે જિલ્લા સ્તરે પોતાની કારકિર્દી શરૂ કરી હતી, પરંતુ કોઈને અપેક્ષા નહોતી કે તેના જીવનની ઈનિંગ આટલી જલ્દી ખતમ થઈ જશે. આ ખેલાડી બંગાળ માટે રણજી રમવાનું સ્વપ્ન જોતો હતો, પરંતુ તેનું સ્વપ્ન પૂર્ણ થઈ શક્યું નહીં.

રણજી રમવાનું સ્વપ્ન અધૂરું રહી ગયું

22 વર્ષીય પ્રિયજીત ઘોષ બંગાળ માટે રણજી ટ્રોફીમાં રમવા માંગતો હતો. તે આ માટે ખૂબ મહેનત પણ કરી રહ્યો હતો. તેણે પોતાની કારકિર્દીની શરૂઆત ડિસ્ટ્રિક્ટ લેવલે કરી હતી. 2018-19 સિઝન દરમિયાન, પ્રિયજીત ઈન્ટર ડિસ્ટ્રિક્ટ અંડર-16 ક્રિકેટ ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવ્યા હતા.

 

પ્રિયજીતને CAB દ્વારા મળું હતું સન્માન

આ ટુર્નામેન્ટ ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ (CAB) દ્વારા આયોજિત કરવામાં આવી હતી. પ્રિયજીતને તેના ઉત્તમ પ્રદર્શન માટે CAB દ્વારા સન્માનિત કરવામાં આવ્યો હતો. આ દરમિયાન તેને મળેલો મેડલ આ યુવા ક્રિકેટરે તેના રૂમમાં રાખ્યો હતો.

જીમમાં આવ્યો હાર્ટ એટેક

પ્રિયજીત ઘોષ ફિટ રહેવા માટે દરરોજ જીમમાં કસરત કરતો હતો. 1 ઓગસ્ટના રોજ તેઓ બોલપુરના મિશન કમ્પાઉન્ડ વિસ્તારમાં સ્થિત એક જીમમાં કસરત કરવા ગયો હતો. વર્કઆઉટ દરમિયાન તેને અચાનક છાતીમાં દુખાવો થવા લાગ્યો. ત્યારબાદ તેની તબિયત લથડી ગઈ. જીમમાં હાજર લોકો તેને હોસ્પિટલ લઈ ગયા, પરંતુ ત્યાં સુધીમાં તેનું મૃત્યુ થઈ ગયું હતું.

આ પણ વાંચો: Yashasvi Jaiswal Century: યશસ્વીએ ઈંગ્લેન્ડમાં બીજી સદી ફટકારી, ઓવલમાં પરિવાર સામે રચ્યો ઈતિહાસ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 8:06 pm, Sat, 2 August 25