
Asian Games 2026: જાપાનના આઈચી નાગોયામાં 20મી એશિયન ગેમ્સ રમાઈ રહી છે. અહી 24સપ્ટેમ્બરથી પુરુષ ક્રિકેટની ઈવેન્ટ શરુ થવાની છે. પહેલી મેચમાં મેજબાન જાપાનનો સામનો અફઘાનિસ્તાન સામે થશે. એશિયન ગેમ્સના ઈતિહાસમાં ક્રિકેટને ચોથી વખત સામેલ કરવામાં આવી છે. જેમાં કુલ 20 ટીમ મેડલ માટે પોતાની દાવેદારી રજુ કરશે. ઈવેન્ટનું શેડ્યુલ પહેલા જ સામે આવી ચૂક્યું છે. ચાહકોના મનમાં સવાલ છે કે, શું ક્રિકેટના મેદાન પર ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈવોલ્ટેજ મેચ જોવા મળશે. ટુર્નામેન્ટના સત્તાવાર ફોર્મેટ અને સીડિંગ મુજબ, બંને ટીમો વચ્ચે ટક્કર શક્ય છે, પરંતુ આ મેચ ફક્ત મેડલ રાઉન્ડમાં જ થઈ શકે છે.
આ વખતે પુરુષ ક્રિકેટમાં 10 ટીમો મેદાનમાં ઉતરી રહી છે. રેન્કિંગના આધાર પર ભારત, પાકિસ્તાન, શ્રીલંકા અને બાંગ્લાદેશને સીધી ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મળ્યું છે. તો અફઘાનિસ્તાને કુલ મેમ્બરની ટીમ તરીકે સીધી મુખ્ય ડ્રોમાં સ્થાન બનાવ્યું છે. આ સિવાય જૂનમાં થયેલા એશિયન ગેમ્સ ક્વોલિફાયર દ્વારા હોંગકોંગ, મલેશિયા,નેપાળ અને ઓમાને મુખ્ય ડ્રો માટે ક્વોલિફાય કર્યું હતુ. તો જાપાનને મેજબાન દેશ હોવાના કારણે સીધી એન્ટ્રી મળી છે.
ટૂર્નામેન્ટને 2 અલગ અલગ સ્ટેજમાં રાખવામાં આવી છે. આઈસીસી રેન્કિંગ અને સીડિંગના આધાર પર નીચેની 6 ટીમ જાપાન, અફઘાનિસ્તાન, નેપાળ, ઓમાન,મલેશિયા અને હોંગકોગને 3-3 ગ્રુપમાં રાખવામાં આવી છે.સિંગલ રાઉન્ડ રોબિન પછી બંને ગ્રુપની ટીમ ટોપ 2માં ક્વાર્ટર ફાઈનલમાં પહોચશે. આ 4 ટીમ ભારત, પાકિસ્તાન, શ્રીલંકા અને બાંગ્લાદેશ સાથે ટકરાશે. ત્યારબાદ સેમિફાઈનલની મેચ રમાશે. પછી ફાઈનલ રમાશે.
શેડ્યુલ અને ડ્રોના મુજબ ગ્રુપ સ્ટેજ અથવા શરુઆતની ક્વાર્ટર ફાઈનલમાં ભારત-પાકિસ્તાનની મેચ રમાશે નહી. બંને ટીમોને અલગ અલગ બ્રૈક્ટમાં સીધી ક્વાર્ટર ફાઈનલ એન્ટ્રી મળી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ ત્યારે શક્ય થશે. જ્યારે બંને ટીમ નોકઆઉટ સ્ટેજમાં સીધી આગળ વધશે. જો બંને ટીમ પોતાની ક્વાર્ટર ફાઈનલ અને સેમિફાઈનલ જીતી લે છે. તો 3 ઓક્ટોબરના રોજ ગોલ્ડ મેડલ મેચમાં ભારત-પાકિસ્તાનની ટકકર થશે. જો બંને ટીમ સેમિફાઈનલમાં હારી જાય છે. તો તે 3 બ્રોન્ઝમેડલ મેચ માટે આમને સામને આવી શકે છે.