Vaibhav Sooryavanshi: IPLમાં છગ્ગાનો વરસાદ, શ્રીલંકામાં 3 મેચમાં 1 સિક્સર, વૈભવ સૂર્યવંશીની નિષ્ફળતાનું કારણ શું?

ઈન્ડિયા A ટીમના યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશી માટે શ્રીલંકામાં ચાલી રહેલી ત્રિકોણીય શ્રેણી અત્યાર સુધી ખાસ રહી નથી. સતત ત્રણ મેચમાં સારી શરૂઆત છતાં તે મોટી ઇનિંગ રમવામાં નિષ્ફળ રહ્યો છે. ખાસ વાત એ છે કે IPLમાં છગ્ગાનો વરસાદ કરનાર વૈભવ શ્રીલંકામાં 3 મેચમાં માત્ર એક જ સિક્સર ફટકારી શક્યો છે.

| Updated on: Jun 15, 2026 | 6:01 PM
1 / 5
ઈન્ડિયા A અને શ્રીલંકા A વચ્ચે રમાયેલી મેચમાં વૈભવ સૂર્યવંશી ફરી એકવાર મોટી ઇનિંગ રમવામાં નિષ્ફળ રહ્યો હતો. તેણે 14 બોલમાં 21 રન બનાવ્યા હતા. તે સારી શરૂઆતને મોટી ઇનિંગમાં ફેરવી શક્યો નહોતો. આ સાથે જ ત્રિકોણીય શ્રેણીમાં તેની સતત ત્રીજી ફ્લોપ ઈનિંગ નોંધાઈ હતી.

2 / 5
શ્રેણીની પ્રથમ મેચમાં વૈભવે 14 રન બનાવ્યા હતા, જ્યારે અફઘાનિસ્તાન A સામે 44 રનની ઇનિંગ રમી હતી. જોકે, બંને પ્રસંગે તે અડધી સદી સુધી પહોંચી શક્યો નહોતો. હવે શ્રીલંકા A સામે પણ તે 21 રન બાદ આઉટ થતાં તેના પ્રદર્શન પર સવાલો ઉઠવા લાગ્યા છે.

3 / 5
વૈભવની નિષ્ફળતા પાછળનું સૌથી મોટું કારણ તેની આક્રમક બેટિંગ શૈલી માનવામાં આવી રહી છે. તે શરૂઆતથી જ મોટા શોટ રમવાનો પ્રયાસ કરે છે. જ્યારે પિચ બેટિંગ માટે અનુકૂળ હોય ત્યારે આ રીત સફળ રહે છે, પરંતુ ધીમી અને ઓછી ઉછાળાવાળી પિચ પર જોખમ વધી જાય છે.

4 / 5
દાંબુલાની પિચ બેટ્સમેનો માટે પડકારજનક માનવામાં આવે છે. અહીં બોલ બેટ પર મોડો આવે છે અને શોટ રમવા માટે વધુ ધીરજની જરૂર પડે છે. વૈભવ ઘણી વખત બોલના બાઉન્સનો નિર્ણય ઝડપથી લઈ લે છે, જેના કારણે તે ખોટા શોટ રમી બેસે છે અને પોતાની વિકેટ ગુમાવે છે.

5 / 5
વૈભવ સૂર્યવંશી પાસે પ્રતિભાની કોઈ કમી નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે સફળ થવા માટે તેને અલગ-અલગ પરિસ્થિતિઓમાં રમવાનું શીખવું પડશે. જો તે પોતાની ટેકનિક અને અભિગમમાં જરૂરી ફેરફાર કરશે, તો આગામી મેચોમાં મોટી ઇનિંગ રમવાની તેની શક્યતા વધી શકે છે. (PC:PTI/X/BCCI)

Published On - 5:57 pm, Mon, 15 June 26

Follow Us