AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking New: અફઘાનિસ્તાન સામેની T20 શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, 4 અનફિટ ખેલાડીઓ પણ ટીમમાં સામેલ

BCCI એ અફઘાનિસ્તાન સામેની ત્રણ મેચની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણી માટે 15 સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરી છે. ખાસ વાત એ છે કે ચાર અનફિટ ખેલાડીઓ પણ ટીમનો ભાગ છે. અનુભવી બેટ્સમેન શ્રેયસ અય્યર ટીમનું નેતૃત્વ કરશે.

Breaking New: અફઘાનિસ્તાન સામેની T20 શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, 4 અનફિટ ખેલાડીઓ પણ ટીમમાં સામેલ
Vaibhav & shreyasImage Credit source: PTI/X
| Updated on: Sep 01, 2026 | 5:57 PM
Share

BCCI ની સિનિયર સિલેક્શન કમિટીએ અફઘાનિસ્તાન સામેની ત્રણ મેચની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણી માટે 15 સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરી છે. અનુભવી બેટ્સમેન શ્રેયસ અય્યર ટીમનું નેતૃત્વ કરશે, જ્યારે યુવા બેટ્સમેન તિલક વર્માને વાઇસ-કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ઘરેલુ ક્રિકેટ અને તાજેતરના ટુર્નામેન્ટમાં પોતાની બેટિંગથી ધૂમ મચાવનાર વૈભવ સૂર્યવંશીને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

અફઘાનિસ્તાન શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત

આ શ્રેણીમાં અભિષેક શર્મા અને વૈભવ સૂર્યવંશી ઇનિંગની શરૂઆત કરે તેવી શક્યતા છે. પસંદગીકારોએ સંજુ સેમસન અને ઇશાન કિશન બંને વિકેટકીપર-બેટ્સમેનને કીપિંગની ભૂમિકામાં જાળવી રાખ્યા છે. વધુમાં, ઓલરાઉન્ડર શિવમ દુબે અને અક્ષર પટેલ તથા વરુણ ચક્રવર્તી અને રવિ બિશ્નોઈની સ્પિન જોડીની પણ પસંદગી કરવામાં આવી છે.

ફિટનેસના આધારે 4 ખેલાડીઓની પસંદગી

આ 15 સભ્યોની ટીમમાં ચાર ખેલાડીઓની પસંદગી તેમની ફિટનેસના આધારે કરવામાં આવી છે. આનો અર્થ એ થયો કે ફિટનેસ ક્લિયરન્સ મળ્યા પછી જ શ્રેણીમાં તેમના રમવાનો નિર્ણય લેવામાં આવશે. આ ચાર ખેલાડીઓમાં ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ, ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડી, સ્પિન ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર અને ફાસ્ટ બોલર હર્ષિત રાણાનો સમાવેશ થાય છે. ચારેય ખેલાડીઓ હાલમાં ઇજાથી પરેશાન છે . તેથી, તેમના રમવા અંગેનો નિર્ણય છેલ્લી ઘડીએ લેવામાં આવશે.

ત્રણેય મેચ દિલ્હીમાં રમાશે

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની આ શ્રેણીની ત્રણેય મેચ દેશની રાજધાની દિલ્હીમાં રમાશે. શ્રેણીની શરૂઆત 13 સપ્ટેમ્બરે પ્રથમ T20 મેચથી થશે, ત્યારબાદ બીજી મેચ 15 સપ્ટેમ્બરે અને ત્રીજી મેચ 17 સપ્ટેમ્બરે રમાશે. અફઘાનિસ્તાન આ શ્રેણીનું આયોજન કરશે, એટલે કે ભારત પોતાના જ ઘરઆંગણે મહેમાન ટીમ હશે.

અફઘાનિસ્તાન સામે T20 શ્રેણી માટે ભારતીય ટીમ

શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા (વાઈસ-કેપ્ટન), અભિષેક શર્મા, વૈભવ સૂર્યવંશી, સંજુ સેમસન (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), શિવમ દુબે, નીતીશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ, હર્ષિત રાણા.

Duleep Trophy: વૈભવની તોફાની બેટિંગ બાદ શમી-મુકેશનો કહેર, સેન્ટ્રલ ઝોનને હરાવી ઈસ્ટ ઝોન ફાઇનલમાં

Follow Us
ગરબાની રમઝટ વચ્ચે દેવાયત ખવડની હાકલ- એક બનો નેક બનો, સંસ્કૃતિને જાળવો
ગરબાની રમઝટ વચ્ચે દેવાયત ખવડની હાકલ- એક બનો નેક બનો, સંસ્કૃતિને જાળવો
વિદેશી મહેમાન દુર્ગા પૂજા જોવા પહોંચ્યા, નોર્વેના રાજદૂતે કરી પ્રશંસા
વિદેશી મહેમાન દુર્ગા પૂજા જોવા પહોંચ્યા, નોર્વેના રાજદૂતે કરી પ્રશંસા
સમાજમાં સ્ત્રી પુરુષ અસમાનતા અંગે મેઘના સંઘાણીએ આપ્યુ મોટુ નિવેદન
સમાજમાં સ્ત્રી પુરુષ અસમાનતા અંગે મેઘના સંઘાણીએ આપ્યુ મોટુ નિવેદન
Samsung, Nokia અને Jio ના નામે વેચાતા ડુપ્લિકેટ મોબાઇલનો પર્દાફાશ
Samsung, Nokia અને Jio ના નામે વેચાતા ડુપ્લિકેટ મોબાઇલનો પર્દાફાશ
છત્રાલ GIDCમાં બોઈલર બ્લાસ્ટથી 4 શ્રમિકોના મોત, તંત્ર ઘટનાસ્થળે!
છત્રાલ GIDCમાં બોઈલર બ્લાસ્ટથી 4 શ્રમિકોના મોત, તંત્ર ઘટનાસ્થળે!
વડોદરાના VNF ગરબા ગ્રાઉન્ડ ખાતે ફૂડ વિભાગનું ચેકિંગ
વડોદરાના VNF ગરબા ગ્રાઉન્ડ ખાતે ફૂડ વિભાગનું ચેકિંગ
અફઘાની નાગરિકને ખોટા પ્રમાણપત્રો બનાવી આપનારો ઝડપાયો
અફઘાની નાગરિકને ખોટા પ્રમાણપત્રો બનાવી આપનારો ઝડપાયો
નવમા નોરતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી
નવમા નોરતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી
પાવાગઢ રોપ-વેનો કેબલ તૂટવાને કારણે માલવાહક ટ્રોલી અથડાઈ
પાવાગઢ રોપ-વેનો કેબલ તૂટવાને કારણે માલવાહક ટ્રોલી અથડાઈ
અમદાવાદમાં નવરાત્રીમાં છેડતી અને નશાખોરી સામે પોલીસની કાર્યવાહી! Video
અમદાવાદમાં નવરાત્રીમાં છેડતી અને નશાખોરી સામે પોલીસની કાર્યવાહી! Video
g clip-path="url(#clip0_868_265)">