વર્લ્ડ કપ 2023 બાદ બોલિવૂડ સેલેબ્સ સામે આવ્યા ટીમ ઈન્ડિયાના સમર્થનમાં, આ રીતે વધાર્યું તેમનું મનોબળ
વર્લ્ડકપની ફાઈનલમાં ભારતીય ટીમે હારનો સામનો કરવો પડ્યો હતો. જેમાં 140 કરોડ દેશવાસીઓનું દિલ તુટી ગયું છે. ટીમ ઈન્ડિયા ભલે ટાઈટલ હારી ગયું પરંતુ વર્લ્ડકપ 2023માં શાનદાર પ્રદર્શન કર્યું છે.ભારત અને ઓસ્ટ્રેલિયાની આ મેચ પર આખી દુનિયાની નજર હતી. મેચને લઈ સૌ કોઈ પોતાના રિએક્શન આપી રહ્યા છે.

વર્લ્ડ કપ 2023 ભારત-ઓસ્ટ્રેલિયા મેચ રોમાંચથી ભરેલી હતી. જ્યાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 6 વિકેટે હરાવીને વર્લ્ડ કપ જીત્યો હતો. તો બીજી તરફ ટીમ ઈન્ડિયાએ કરોડો ચાહકોનો પ્રેમ જીતી લીધો. હાર બાદ બોલિવૂડના ઘણા સેલેબ્સ પણ ટીમ ઈન્ડિયાને પ્રોત્સાહિત કરવા આગળ આવ્યા હતા. શાહરૂખ ખાન, કાજોલ ,વિવેક ઓબરોય, અજય દેવગન, અભિષેક બચ્ચન સહિત ઘણા સેલેબ્સે ભારતીય ક્રિકેટ ટીમ માટે હૃદય સ્પર્શી સંદેશો લખ્યા છે.
અમિતાભ બચ્ચને લખ્યું તમારી પ્રતિભા, ક્ષમતા અને પ્રતિષ્ઠા આ સૌથી ઉપર છે. તમે સર્વશ્રેષ્ઠ છો.
T 4836 – …. your talent , capability and standing is beyond all that .. it is supreme .. the results of the 10 you played exhibited that .. you are a feared team .. just see how many ex Champions and Winners you devastated in this WC .. you are the BEST .. and shall remain so…
— Amitabh Bachchan (@SrBachchan) November 20, 2023
ફાઈનલમાં ટીમ ઈન્ડિયાની હાર પર બોલિવુડ સ્ટારે પોતાની પ્રતિક્રિયા આપી છે. ભારતીય ટીમના વખાણ પણ કરી રહ્યા છે. બોલિવુડ સ્ટારે પોતાના સોશિયલ મીડિયા પર ભારતની હાર થઈ છે પરંતુ તેના કામના પણ વખાણ કર્યા છે.
બોલિવુડ અભિનેતા વિવેક ઓબરોયે ભારતીય ટીમની હાર પર પોતાનું રિએક્શન આપ્યું છે.
Super heartbroken, especially Vivaan Commendable play by our #teamindia throughout this series Today could have been our big W but through and through we will be the biggest fans of our #MenInBlue and the next cup will be ours Jai Hind#CWC23Final #INDvsAUS… pic.twitter.com/BGn5MYdD1f
— Vivek Anand Oberoi (@vivekoberoi) November 19, 2023
બોલિવુડ સ્ટારે ટ્વિટર પર એક પોસ્ટ શેર કરી છે.
India, your relentless spirit throughout the championship was a victory in itself… Heads high #INDvsAUS #CWC2023Final pic.twitter.com/mfBnJFq1SE
— Ajay Devgn (@ajaydevgn) November 19, 2023
રિતેશ દેશમુખે પણ પોસ્ટ શેર કરી છે.અમે તમને પ્રેમ કરીએ છીએ, અમે તમારી સાથે છીએ, અમને તમારા પર ગર્વ છે ટીમ ઈન્ડિયા
We love you, we stand by you, we are proud of you #TeamIndia pic.twitter.com/GNDVEfCxZa
— Riteish Deshmukh (@Riteishd) November 19, 2023
વિવેક અગ્નિહોત્રીએ ભારતીય ટીમ અને ઓસ્ટ્રેલિયાની ટીમ બંન્નેને શુભકામના પાઠવી છે.
Congratulations Australia. Well played India.
— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) November 19, 2023
અનુપમ ખેરને માતાએ પણ આપી પ્રતિક્રિયા
બંન્નેમાંથી કોઈ એક તો ટ્રોફી જીતવાની હતી
“दोनों में से किसी ने तो जीतना था!” Mom’s analysis of today’s game! She watched the whole game. Her words were philosophical and soothing. Listen to her! Her words will make you feel better! But won’t say that I am not disappointed like every Indian all over the world. We were… pic.twitter.com/hZqiXPQweG
— Anupam Kher (@AnupamPKher) November 19, 2023
જાણો અહિ ફિલ્મ સ્ટાર વિશે જેમણે ભારતની હાર પર પોતાની પ્રતિક્રિયા આપી છે
તમને જણાવી દઈએ કે, ભારત વર્લ્ડ કપ 2023માં ઓસ્ટ્રેલિયાને 241 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારતીય બેટ્સમેન સારુ પ્રદર્શન કરી શક્યા ન હતી જેની ચાહકોને આશા હતા. ભારત અને ઓસ્ટ્રેલિયાની આ મેચ પર આખી દુનિયાની નજર હતી. મેચને લઈ સૌ કોઈ પોતાના રિએક્શન આપી રહ્યા છે.
આયુષ્માન ખુરાનાએ લખ્યું કે. બસ એક દિવસ હતો ટીમ ઈન્ડિયા તમે લોકો હંમેશા વર્લ્ડકપ2023ના સૌથી કઠિણ ક્ષણ માટે યાદ કરવામાં આવશે.
View this post on Instagram
આ પણ વાંચો : કરણ જોહર ઘર તોડશે… વરુણ ધવને કોફી વિથ કરણના હોસ્ટ પર કેમ લગાવ્યો આવો આરોપ ? ચિડાઈ ગયો કરણ