2 બેટ્સમેન, 7 બોલર, 30 સિક્સ અને ફોર, વિસ્ફોટક સદી ફટકારી અને ટૂર્નામેન્ટનો બનાવ્યો સૌથી મોટો સ્કોર

|

Jun 18, 2022 | 6:38 PM

T20 મેચમાં બર્મિંગમ બિયર્સે (Birmingham Bears) પહેલા બેટિંગ કરીને 20 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 261 રન બનાવ્યા હતા. T20 બ્લાસ્ટના ઈતિહાસમાં આ સૌથી મોટો સ્કોર છે.

2 બેટ્સમેન, 7 બોલર, 30 સિક્સ અને ફોર, વિસ્ફોટક સદી ફટકારી અને ટૂર્નામેન્ટનો બનાવ્યો સૌથી મોટો સ્કોર
Birmingham Bears

Follow us on

ઈંગ્લેન્ડમાં રમાઈ રહેલી લીગમાં T20 બ્લાસ્ટના (T20 Blast) ઈતિહાસનો સૌથી મોટો સ્કોર બન્યો છે. આ સ્કોર રેકોર્ડ બ્રેક છે અને આ શક્ય બન્યું છે કારણ કે 2 બેટ્સમેનોએ મળીને 7 બોલરોનો ધોઈ નાખ્યા છે. તેઓએ વિરોધી બોલરોને એવા ફટકાર્યા કે જે પહેલા ક્યારેય જોયું નથી. તેથી જ આ ટૂર્નામેન્ટનો સૌથી મોટો સ્કોર બન્યો છે. બર્મિંગમ બિયર્સ (Birmingham Bears) અને નોટિંગમસર વચ્ચે રમાયેલી મેચની વાત કરી રહ્યા છે. બર્મિંગમ બિયર્સ આ મેચમાં જીતી ગયા કારણ કે તેમણે નોટિંગમસરની સામે એટલો મોટો સ્કોર રાખ્યો હતો, જેને પાર કરવું તેમના માટે અશક્ય બની ગયું હતું. બર્મિંગમ બિયર્સે T20 બ્લાસ્ટના ઈતિહાસમાં સૌથી મોટો સ્કોર બનાવ્યો છે, જેની સ્ક્રિપ્ટ લખવામાં તેઓ પોતાના બે બેટ્સમેન ઓસ્ટ્રેલિયાના સેમ હેન અને ઈંગ્લેન્ડના એડમ હોસના કારણે સફળ રહ્યા હતા.

આ મેચ પહેલા બર્મિંગમ બિયર્સે પહેલા બેટિંગ કરીને 20 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 261 રન બનાવ્યા હતા. T20 બ્લાસ્ટના ઈતિહાસમાં આ સૌથી મોટો સ્કોર છે. નોટિંગમસરની ટીમ જ્યારે આ સ્કોરનો પીછો કરવા માટે ઉતરી ત્યારે તેઓ 200નો આંકડો પાર કરવામાં સફળ રહી પરંતુ આ પહાડ જેવા લક્ષ્યને પાર કરી શકી ન હતી.

આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજું પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આજનું રાશિફળ તારીખ : 14-05-2024
મહાકાલના દર્શન કરતી વખતે આ બાબતોનું ખાસ રાખો ધ્યાન
પતિની હારથી નહિ આ કારણે ટેન્શનમાં જોવા મળી ધનશ્રી વર્મા

2 બેટ્સમેનોએ 7 બોલરોનો જોરદાર ફટકાર્યા

બર્મિંગમ બિયર્સે કેવી રીતે મોટો સ્કોર બનાવ્યો તે જાણો. આ શક્ય તેના બે બેટ્સમેન – સેમ હેન અને એડમ હોસને કારણે બન્યું હતું. આ બંને બેટ્સમેનોએ મળીને નોટિંગમસરના 7 બોલરોને જોરદાર ફટકાર્યા હતા. બંને વચ્ચે ત્રીજી વિકેટ માટે 70 બોલમાં 174 રનની અણનમ પાર્ટનરશીપ થઈ હતી.

30 સિક્સર-ફોર ફટકારી, વિસ્ફોટક સદી ફટકારી

બર્મિંગમ બિયર્સની મેચમાં સેમ હેન અને એડમ હોસે મળીને 30 સિક્સર-ફોર ફટકારી હતી. આમાં સેમ હેને 12 ચોગ્ગા અને 5 છગ્ગા માર્યા હતા જ્યારે 3 ચોગ્ગા અને 10 છગ્ગા એડમ હોસે ફટકાર્યા હતા. સેમે 52 બોલમાં અણનમ 112 રન બનાવ્યા જ્યારે એડમે 35 બોલમાં 88 રનની અણનમ તોફાની ઈનિંગ રમી હતી. નોટિંગમસર તરફથી 7 બોલરોએ બોલિંગ કરી પરંતુ માત્ર 2ને જ વિકેટ લેવામાં સફળતા મળી હતી.

206 રનમાં ઓલઆઉટ નોટિંગમસર 54 રનથી મેચ હારી ગયા

નોટિંગમસર માટે જોય ક્લાર્કે 45 બોલમાં 86 રન બનાવ્યા હતા, પરંતુ બાકીના બેટ્સમેનમાંથી કોઈ પણ પચાસથી વધુનો સ્કોર પાર કરી શક્યો ન હતા. 40 રન બનાવનાર વિકેટકીપર ટોમ મૂર્સ ટીમનો બીજો સફળ બેટ્સમેન હતો. નોટિંગમસરની આખી ટીમ 18.2 ઓવરમાં 206 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમની હારનું એક મોટું કારણ તેના 7 બેટ્સમેનોની બે આંકડા સુધી પહોંચવામાં નિષ્ફળ રહ્યા હતા.

Next Article