WI vs IND: ભારતીય ટીમના વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસને લઈને આવ્યા મહત્વના સમાચાર, મુખ્ય ખેલાડીઓ નહીં જોવા મળે

|

Jul 05, 2022 | 8:23 PM

Cricket: ઈંગ્લેન્ડ પ્રવાસની સમાપ્તિ પછી વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ (WI vs IND) પર જવાનું છે. વેસ્ટ ઇન્ડિઝ સામે ભારતી ટીમે 3 ODI અને 5 T20 મેચની સીરિઝ રમવાની છે. આ પ્રવાસની શરૂઆત 22મી જુલાઈથી થવાની છે.

WI vs IND: ભારતીય ટીમના વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસને લઈને આવ્યા મહત્વના સમાચાર, મુખ્ય ખેલાડીઓ નહીં જોવા મળે
Team India (File Photo)

Follow us on

ભારતીય ટીમ (Team India)ને ઈંગ્લેન્ડ પ્રવાસની સમાપ્તિ પછી વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ (WI vs IND) પર જવાનું છે. વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતીય ટીમે 3 ODI અને 5 T20 મેચની સીરિઝ રમવાની છે. આ પ્રવાસની શરૂઆત 22મી જુલાઈથી થવાની છે. ક્રિકબઝના અહેવાલ મુજબ ભારતીય ટીમના ઘણા મુખ્ય ખેલાડીઓને પ્રવાસમાંથી આરામ આપવામાં આવશે. નિયમિત સુકાની રોહિત શર્મા ટીમની કમાન સંભાળતો જોવા મળશે.

જો કે વેસ્ટ ઈન્ડિઝ (Windies Cricket) સામેની સીરિઝમાં ટીમ ઈન્ડિયાના કયા ખેલાડીઓને આરામ આપવામાં આવશે તે હજુ નક્કી કરવામાં આવ્યું નથી. પરંતુ એવી અપેક્ષા રાખવામાં આવે છે કે માત્ર સિનિયર ખેલાડીઓને જ આરામ આપવામાં આવશે. આ પ્રવાસ માટેની ટીમની જાહેરાત ઈંગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટ દરમ્યાન થવાની હતી. પરંતુ કેટલીક સમસ્યાઓના કારણે હજુ સુધી ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી નથી. મુખ્ય પસંદગીકાર ચેતન શર્મા ઈંગ્લેન્ડમાં ટીમ સાથે છે. તેથી તે એજબેસ્ટન ટેસ્ટ પછી રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહ અને રિષભ પંત સાથે વાત કરી શકે છે અને ત્યારબાદ વેસ્ટ ઈન્ડિઝ સામેની સીરિઝ માટે ક્યા ખેલાડીઓને આરામ આપવો તે નક્કી કરવામાં આવી શકે છે.

ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ (Rahul Dravid)એ પોતાના કાર્યકાળ દરમિયાન અત્યાર સુધી ઘણા સુકાનીઓ સાથે કામ કર્યું છે. આવી સ્થિતિમાં સ્થિરતા આપવા માટે માત્ર રોહિત શર્માને જ કેપ્ટનશિપની જવાબદારી સોંપવામાં આવી શકે છે.

જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024

ઈંગ્લેન્ડ સામે ટી20 સીરિઝ માટે ભારતીય ટીમ સાઉથૈમ્પટન પહોંચી

ભારતે તેની પ્રથમ T20 મેચ 7 જુલાઈએ સાઉથમ્પટનમાં ઈંગ્લેન્ડ સામે રમવાની છે. આ માટે રોહિત શર્મા સિવાય અન્ય તમામ ખેલાડીઓ સ્થળ પર પહોંચી ગયા છે. રોહિત શર્માને કોવિડ થયો હતો અને તે એજબેસ્ટન ટેસ્ટના છેલ્લા દિવસે ભારતીય ટીમ સાથે હાજર હતો.

વીવીએસ લક્ષ્મણ રહેશે પહેલી મેચમાં ટીમ ઈન્ડિયાના કોચ

ઈંગ્લેન્ડ સામેની પહેલી ટી20 મેચ માટે વીવીએસ લક્ષ્મણ ટીમ ઈન્ડિયાના કોચ રહેશે. જે આયર્લેન્ડના પ્રવાસમાં અને ડર્બીશાયર અને નોર્થમ્પટનશાયર સામેની બે વોર્મ-અપ મેચોમાં ટીમ સાથે હતા. શ્રેણીની અન્ય બે T20 મેચ 9 જુલાઈએ બર્મિંગહામ અને 10 જુલાઈએ નોટિંગહામમાં રમાશે. બીજી તરફ વનડે શ્રેણીની પ્રથમ મેચ 12 જુલાઈએ ઓવલમાં રમાશે. બીજી મેચ 14 જુલાઈએ લોર્ડ્સમાં અને ત્રીજી મેચ 17 જુલાઈએ ઓલ્ડ ટ્રેફોર્ડમાં રમાશે.

Next Article