
ઇંગ્લેન્ડ ક્રિકેટમાં એક ચોંકાવનારો નિર્ણય લેવામાં આવ્યો છે. વાત એમ છે કે, ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સને પાકિસ્તાન શાહીન્સ (Pakistan Shaheens) સામે અબુ ધાબીમાં યોજાનારી વ્હાઇટ-બોલ સિરીઝ માટે કોચિંગ સ્ટાફમાં જોડવામાં આવ્યો છે. તેની સાથે ઇંગ્લેન્ડનો બીજો એક દિગ્ગજ ખેલાડી પણ કોચિંગ સ્ટાફમાં જોવા મળશે.
આ પ્રવાસમાં ત્રણ ટી20 અને પાંચ 50 ઓવરની મેચ રમાશે, જેની શરૂઆત ફેબ્રુઆરી 2026માં શેખ ઝાયેદ ક્રિકેટ સ્ટેડિયમથી થશે. ઇંગ્લેન્ડ લાયન્સ માટે ત્રણ વર્ષ પછીની આ પ્રથમ વ્હાઇટ-બોલ સિરીઝ છે. વર્ષ 2027ના ICC ક્રિકેટ વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ (ECB) યુવા ખેલાડીઓ પર વધુ ભાર આપી રહ્યું છે.
બીજી તરફ, બેન સ્ટોક્સને કોચિંગ સ્ટાફમાં એડ (Add) કરવા પાછળ પણ એક ખાસ કારણ છે. તે સિડનીમાં પાંચમી એશિઝ ટેસ્ટ દરમિયાન ઇજાગ્રસ્ત થયો હતો, જેના કારણે તે અત્યારે ગ્રોઇન ઇન્જરીમાંથી રિકવર થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં, સ્ટોક્સ આ પ્રવાસનો ઉપયોગ પોતાની ઇજામાંથી બહાર આવવા માટે કરશે.
સ્ટોક્સ આ પહેલા પણ ‘ધ હન્ડ્રેડ’માં નોર્ધન સુપરચાર્જર્સ માટે એન્ડ્રુ ફ્લિન્ટોફ સાથે મેન્ટર તરીકે કામ કરી ચૂક્યો છે, જે હાલમાં ઇંગ્લેન્ડ લાયન્સના કોચ છે. બીજી તરફ, ઇંગ્લેન્ડનો પૂર્વ ઓલરાઉન્ડર મોઈન અલી પણ કોચિંગ સ્ટાફનો ભાગ છે. તેણે તાજેતરમાં જ ડોમેસ્ટિક ક્રિકેટમાંથી નિવૃત્તિ પાછી ખેંચી છે અને યોર્કશાયર તરફથી ટી20 બ્લાસ્ટમાં રમવાનો નિર્ણય લીધો છે.
હવે તે લાયન્સના કોચિંગ સ્ટાફમાં જોડાશે. નોંધનીય છે કે, આ કોચિંગ ટીમનું નેતૃત્વ હેડ કોચ એન્ડ્રુ ફ્લિન્ટોફ કરી રહ્યો છે. આ સિવાય સભ્યોમાં નીલ મેકેન્ઝી, સારા ટેલર, નીલ કિલીન, અમર રાશિદ અને ટ્રોય કુલીનો સમાવેશ થાય છે.
ટી20 ટીમ: સન્ની બેકર, લ્યુક બેનકેનસ્ટીન, જેમ્સ કોલ્સ, સેમ કુક, જોર્ડન કોક્સ (કેપ્ટન), સ્કોટ કરી, કેલ્વિન હેરિસન, એડી જેક, સાકિબ મહમૂદ, બેન મેકિની, ટોમ મૂર્સ, ડેન મૌસ્લી, મેટ રેવિસ, વિલ સ્મીડ, નાથન સોટર, મિશેલ સ્ટેનલી, આસા ટ્રાઇબ.
50 ઓવરની ટીમ: સોની બેકર, લ્યુક બેન્કેન્સ્ટાઇન, જેમ્સ કોલ્સ, સેમ કૂક, જોર્ડન કોક્સ, સ્કોટ કરી, કેલ્વિન હેરિસન, એડી જેક, બેન મેકકિની, ડેન મૌસલી (કેપ્ટન), લિયામ પેટરસન-વ્હાઇટ, મેથ્યુ પોટ્સ, મેટ રેવિસ, જેમ્સ રેવ, મિશેલ સ્ટેનલી, આસા ટ્રાઇબ, જેમ્સ વ્હાર્ટન.
Published On - 8:38 pm, Wed, 28 January 26