Ben Stokes એ ઈંગ્લેન્ડ ટેસ્ટ ટીમના સુકાની બનતા પહેલા કરી આ મોટી માંગ

|

Apr 27, 2022 | 9:08 PM

Ben Stokes: ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ ટૂંક સમયમાં ઈંગ્લેન્ડના (England Cricket) નવા ટેસ્ટ કેપ્ટન તરીકે જવાબદારી સંભાળી શકે છે. બુધવારે એક રિપોર્ટમાં આ અંગેની માહિતી આપવામાં આવી છે.

Ben Stokes એ ઈંગ્લેન્ડ ટેસ્ટ ટીમના સુકાની બનતા પહેલા કરી આ મોટી માંગ
Ben Stokes (PC: Twitter)

Follow us on

જો રૂટ (Joe Root) એ સુકાની પદ છોડ્યા બાદથી ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમના ભવિષ્યને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. આ પછી એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે જો રૂટ બાદ બેન સ્ટોક્સ (Ben Stokes) ટીમની કમાન સંભાળી શકે છે. જોકે કેપ્ટન બનતા પહેલા જ બેન સ્ટોક્સે ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ (England Cricket Board) સામે ઘણી મોટી માંગણીઓ મૂકી છે.

ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ (Ben Stokes) ટૂંક સમયમાં ઈંગ્લેન્ડના નવા ટેસ્ટ કેપ્ટન તરીકેની જવાબદારી સંભાળી શકે છે. બુધવારે એક રિપોર્ટમાં આ અંગેની માહિતી આપવામાં આવી છે. મીડિયાના એક રિપોર્ટ પ્રમાણે ઈંગ્લેન્ડ ક્રિકેટના નવા મેનેજિંગ ડિરેક્ટર, રોબ કીએ કેપ્ટનની ભૂમિકા અંગે ચર્ચા કરવા બેન સ્ટોક્સ સાથે બેઠક કરી હતી.

આવનારા 48 કલાકમાં ઈંગ્લેન્ડના નવા સુકાની જાહેર થઈ શકે

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બેન સ્ટોક્સને 48 કલાકની અંદર ઈંગ્લેન્ડ (England Cricket Team) ના નવા ટેસ્ટ કેપ્ટન તરીકે જાહેર કરવામાં આવી શકે છે. સ્ટોક્સ અગાઉ ટીમમાં વાઈસ-કેપ્ટન તરીકે પોતાનું પદ સંભાળી રહ્યો હતો. સ્ટોક્સે પોતે તાજેતરમાં જાહેરાત કરી હતી કે કદાચ તેને ટેસ્ટ કેપ્ટન તરીકેની જવાબદારી સોંપવામાં આવી શકે છે અને તે નિર્ણય ઈંગ્લેન્ડના નવા મેનેજિંગ ડિરેક્ટર રોબ લેશે.

અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે

બેન સ્ટોક્સે રાખી આ મોટી માંગ

બેન સ્ટોક્સે ટીમનો સુકાની બનાવતા પહેલા મોટી માંગ કરી છે. અહેવાલો અનુસાર બેન સ્ટોક્સ ફરી એકવાર ટીમમાં જેમ્સ એન્ડરસન અને સ્ટુઅર્ટ બ્રોડને ઈચ્છે છે. જણાવી દઈએ કે વધતી ઉંમરના કારણે આ બંને ખેલાડી ટીમની બહાર છે. જેમ્સ એન્ડરસન ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. આ સિવાય બ્રોડ ટેસ્ટમાં ઈંગ્લેન્ડનો બીજો સૌથી સફળ બોલર છે.

આ પણ વાંચો : Virat Kohli: વિરાટ કોહલી માટે હવે રવિ શાસ્ત્રીએ જ આપી ગજબની સલાહ, કહ્યુ- IPL છોડી ક્રિકેટ થી દૂર થઇ જા!

આ પણ વાંચો : IPL 2022: બેંગ્લોર અને દિલ્હીને થઈ રહ્યો છે હવે અફસોસ! રાજસ્થાન માટે અશ્વિન-ચહલની જોડી દમદાર પ્રદર્શન દર્શાવી રહી છે

Next Article