Ben Stokes ટેસ્ટ ક્રિકેટમાં 100 સિક્સર મારનાર ત્રીજો બેટ્સમેન બન્યો, જુઓ ટોપ-5 ખેલાડીઓની યાદી

|

Jun 25, 2022 | 7:05 AM

Cricket : બેન સ્ટોક્સ (Ben Stokes) ટેસ્ટ ક્રિકેટ (Test Cricket) માં 100 સિક્સર મારનાર ત્રીજો ખેલાડી બની ગયો છે. આ પહેલા બ્રેન્ડન મેક્કુલમ અને એડમ ગિલક્રિસ્ટ આ કારનામું કરી ચુક્યા છે.

Ben Stokes ટેસ્ટ ક્રિકેટમાં 100 સિક્સર મારનાર ત્રીજો બેટ્સમેન બન્યો, જુઓ ટોપ-5 ખેલાડીઓની યાદી
Ben Stokes (PC: Twitter)

Follow us on

ઈંગ્લેન્ડની ટીમ (England Cricket) ન્યુઝીલેન્ડ સામે ટેસ્ટ સીરીઝ રમી રહી છે. 2 ટેસ્ટ મેચ બાદ યજમાન ઈંગ્લેન્ડ 2-0 થી આગળ છે. તો ત્રીજી ટેસ્ટમાં ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સ (Ben Stokes) એ એક ખૂબ જ ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. હકિકતમાં ઇંગ્લેન્ડના સુકાની બેન સ્ટોક્સે એક ટેસ્ટ મેચ (Test Cricket) માં 100 સિક્સર ફટકારીને પોતાનું નામે વધુ એક રેકોર્ડ નોંધાવ્યો છે. બેન સ્ટોક્સ પહેલા ન્યૂઝીલેન્ડના પૂર્વ કેપ્ટન બ્રેન્ડન મેક્કુલમ (Brendon McCullum) અને એડમ ગિલક્રિસ્ટ (Adam Gilchrist) એ ટેસ્ટ ક્રિકેટમાં 100 સિક્સર ફટકારી છે. બેન સ્ટોક્સે પોતાની 151મી ટેસ્ટ ઇનિંગ્સમાં આ કારનામું કર્યું હતું.

ટેસ્ટ ક્રિકેટમાં 100 છગ્ગા લગાવનાર ત્રીજો બેટ્સમેન બન્યો બેન સ્ટોક્સ

ટેસ્ટ ક્રિકેટ (Test Cricket) માં સૌથી વધુ સિક્સર મારવાનો રેકોર્ડ ઈંગ્લેન્ડ ટેસ્ટ ટીમના વર્તમાન કોચ અને પૂર્વ કિવી કેપ્ટન બ્રેન્ડન મેક્કુલમના નામે છે. બ્રેન્ડન મેક્કુલમે તેની ટેસ્ટ કારકિર્દીમાં 107 સિક્સર ફટકારી હતી. આ સાથે જ ઓસ્ટ્રેલિયાના પૂર્વ વિકેટ કીપર બેટ્સમેન એડમ ગિલક્રિસ્ટના નામે 96 ટેસ્ટમાં 100 સિક્સર છે. ઈંગ્લેન્ડના કેપ્ટને 96 ટેસ્ટમાં 100 સિક્સર ફટકારી હતી. જ્યારે ઓસ્ટ્રેલિયાના પૂર્વ વિકેટ કીપર બેટ્સમેન એડમ ગિલક્રિસ્ટે પણ 96 ટેસ્ટમાં આ કારનામું કર્યું હતું.

તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા

 

 

મેક્કુલમ અને ગિલક્રિસ્ટ કરી ચુક્યા છે આ પરાક્રમ

નોંધનીય છે કે ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ (New Zealand Cricket) સામે ત્રીજી ટેસ્ટ મેચ હેડિંગ્લેમાં રમાઈ રહી છે. ઈંગ્લેન્ડનો કેપ્ટન બેન સ્ટોક્સ (Ben Stokes) ટિમ સાઉથી (Tim Southee) ની બોલ પર સિક્સર ફટકારીને 100 સિક્સર મારનાર ત્રીજો બેટ્સમેન બન્યો. આ સિવાય ટેસ્ટ ક્રિકેટમાં વેસ્ટ ઈન્ડિઝ (West Indies Cricket) ના બેટ્સમેન ક્રિસ ગેલ (Chris Gayle) એ 98 જ્યારે દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ જેક્સ કાલિસે 97 સિક્સર ફટકારી હતી. આ રીતે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર મારનારા બેટ્સમેનોની યાદીમાં બેન સ્ટોક્સ, બ્રેન્ડન મેક્કુલમ, એડમ ગિલક્રિસ્ટ, ક્રિસ ગેલ અને જેક કાલિસનો સમાવેશ થાય છે.

Next Article