IND vs ENG: વૈભવ સૂર્યવંશીની ઈંગ્લેન્ડમાં જોરદાર ફટકાબાજી, ચોગ્ગા-છગ્ગાનો કર્યો વરસાદ, જુઓ Video

ઈંગ્લેન્ડ સામેની પાંચ મેચની T20 શ્રેણી પહેલા વૈભવ સૂર્યવંશીએ ધમાકેદાર બેટિંગ કરી હતી. ચેસ્ટર-લે-સ્ટ્રીટ ખાતે પ્રેક્ટિસ દરમિયાન તેણે અનેક છગ્ગા અને ચોગ્ગા ફટકાર્યા હતા. 15 વર્ષીય ખેલાડીનો જોરદાર બેટિંગનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

IND vs ENG: વૈભવ સૂર્યવંશીની ઈંગ્લેન્ડમાં જોરદાર ફટકાબાજી, ચોગ્ગા-છગ્ગાનો કર્યો વરસાદ, જુઓ Video
Vaibhav Suryavanshi
Image Credit source: X
| Updated on: Jul 01, 2026 | 6:32 PM

વૈભવ સૂર્યવંશી ક્યારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કરશે તે પ્રશ્ન હજુ પણ નક્કી નથી, પરંતુ 15 વર્ષીય બેટ્સમેને ચોક્કસપણે તેના બેટથી જવાબ આપી દીધો હતો કે તે તૈયાર છે. ચેસ્ટર-લે-સ્ટ્રીટ ખાતે ઈંગ્લેન્ડ સામેની પ્રથમ T20 મેચ પહેલા સૂર્યવંશીએ નેટમાં પ્રેક્ટિસ કરવામાં ઘણો સમય વિતાવ્યો હતો જોરદાર છગ્ગા અને ચોગ્ગા ફટકાર્યા હતા. વૈભવ સૂર્યવંશીની વિસ્ફોટક બેટિંગનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં તે જોરદાર શોટ રમતો જોવા મળ્યો હતો.

વૈભવ સૂર્યવંશીની જોરદાર બેટિંગ

વૈભવ સૂર્યવંશીએ નેટમાં પ્રેક્ટિસ દરમિયાન ભારતીય બોલરો અને થ્રોડાઉન બોલિંગ સામે શાનદાર બેટિંગ કરી હતી. તેણે ઘણા ગ્રાઉન્ડ શોટ રમ્યા અને સેટ થયા પછી એરિયલ શોટ પણ માર્યા. સ્ટાર સ્પોર્ટ્સે સોશિયલ મીડિયા પર તેનો 22 સેકન્ડનો વીડિયો પોસ્ટ કર્યો, જેમાં તે શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે. આ વીડિયો જોયા પછી, તેના ડેબ્યૂની માંગ વધી ગઈ છે.

 

વૈભવ સૂર્યવંશી ક્યારે ડેબ્યુ કરશે?

વૈભવ સૂર્યવંશીના ડેબ્યૂની રાહ ફક્ત ચાહકો જ નહીં પરંતુ વિશ્વ ક્રિકેટના દિગ્ગજ ખેલાડીઓ પણ જોઈ રહ્યા છે. આયર્લેન્ડ સામેની T20 શ્રેણીમાં તેને બેન્ચ પર રાખવામાં આવ્યો હતો, પરંતુ શું ઈંગ્લેન્ડ સામે T20 શ્રેણીમાં પણ આવું જ થશે? આ એક મોટો પ્રશ્ન છે. જોકે, ઈંગ્લેન્ડ સામે T20 શ્રેણી પહેલા કેપ્ટન શ્રેયસ અય્યરે પોતાના નિવેદનમાં સ્પષ્ટ કર્યું હતું કે તે આયર્લેન્ડ સામે હારી ગયેલી પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરશે નહીં.

ઓછામાં ઓછી એક મેચમાં તક મળશે!

કેપ્ટન અય્યરે સ્પષ્ટપણે કહ્યું હતું કે ટીમ ઈન્ડિયાના બધા ખેલાડીઓએ સારું પ્રદર્શન કર્યું છે, અને T20 વર્લ્ડ કપ જીતનારા ખેલાડીઓનો આત્મવિશ્વાસ જાળવી રાખવા માટે તેમને સતત તક આપવી મહત્વપૂર્ણ છે. જોકે, વૈભવ સૂર્યવંશીનું નામ ખૂબ જ ચર્ચામાં છે. આ પાંચ મેચની શ્રેણી છે, તેથી એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે સૂર્યવંશીને ઓછામાં ઓછી એક મેચમાં તક મળશે.

વૈભવ સૂર્યવંશી શાનદાર ફોર્મમાં

વૈભવ સૂર્યવંશી હાલમાં શાનદાર ફોર્મમાં છે. તેણે IPL 2026 માં સૌથી વધુ 776 રન બનાવ્યા હતા. 15 વર્ષીય ખેલાડીએ સૌથી વધુ 72 છગ્ગા ફટકાર્યા હતા અને તેનો સ્ટ્રાઈક રેટ 237.30 હતો. IPL બાદ ઈન્ડિયા A માટે રમતા તેણે શ્રીલંકામાં ત્રિકોણીય શ્રેણીની ફાઈનલમાં 29 બોલમાં 94 રન ફટકાર્યા હતા અને ટીમનેચેમ્પિયન બનાવી હતી.

IND vs ENG: વૈભવ સૂર્યવંશી અને પાણીની બોટલ પર કેમ મચ્યો વિવાદ? અશ્વિને આપ્યો સ્પષ્ટ જવાબ

Follow Us