Virat Kohli ના બચાવમાં આવ્યા BCCI અધ્યક્ષ, કહ્યું- તમે તેના નંબર જુઓ પછી બોલો

|

Jul 14, 2022 | 1:49 PM

Cricket : વિરાટ કોહલી (Virat Kohli) તેની કારકિર્દીના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. પરંતુ હવે વિરાટ કોહલીને BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલી (Sourav Ganguly) નું સમર્થન મળી ગયું છે.

Virat Kohli ના બચાવમાં આવ્યા BCCI અધ્યક્ષ, કહ્યું- તમે તેના નંબર જુઓ પછી બોલો
Virat Kohli and Sourav Ganguly (File Photo)

Follow us on

ટીમ ઈન્ડિયા (Team India) ના પૂર્વ સુકાની વિરાટ કોહલી (Virat Kohli) ખરાબ ફોર્મના કારણે ટીકાકારોના નિશાના પર છે. ઈંગ્લેન્ડ સામે રમાયેલી ટી-20 શ્રેણીમાં વિરાટ કોહલીના નિરાશાજનક પ્રદર્શન બાદ ટીમમાં તેની હાજરીને લઈને પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. ત્યારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના પ્રમુખ સૌરવ ગાંગુલી (Sourav Ganguly) એ વિરાટ કોહલીનો બચાવ કર્યો હતો.

ક્ષમતા-ગુણવત્તા વગર આવા નંબરો પ્રાપ્ત કરી ન શકાયઃ ગાંગુલી

સૌરવ ગાંગુલીએ આશા વ્યક્ત કરી છે કે વિરાટ કોહલી જલ્દી સારું પ્રદર્શન કરશે. સૌરવ ગાંગુલીએ કહ્યું કે, “વિરાટ કોહલીએ મોટા માપદંડો સ્થાપિત કર્યો છે. હું આશા રાખું છું કે વિરાટ કોહલી જલ્દી જ વાપસી કરશે અને વધુ સારું પ્રદર્શન કરશે. વિરાટ કોહલીના નંબરો એક વાર જુઓ. ક્ષમતા અને ગુણવત્તા વિના આવા નંબરો પ્રાપ્ત કરી શકાતા નથી.”

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

6 વર્ષમાં પહેલીવાર કોહલી ICC ટેસ્ટ રેન્કિંગમાં ટોપ 10 ની યાદીમાંથી બહાર થયો

વિરાટ કોહલી (Virat Kohli) લગભગ ત્રણ વર્ષથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સદી ફટકારી શક્યો નથી. ટેસ્ટ ક્રિકેટમાં વિરાટ કોહલીનું પ્રદર્શન સતત ઘટી રહ્યું છે. વિરાટ કોહલી 6 વર્ષમાં પ્રથમ વખત ICC ટેસ્ટ રેન્કિંગના ટોપ 10 બેટ્સમેનોની યાદીમાંથી બહાર થઈ ગયો છે.

વિરાટ કોહલી ઇજાગ્રસ્ત થયો

આટલું જ નહીં ખરાબ ફોર્મ વચ્ચે વિરાટ કોહલી ઈંગ્લેન્ડ પ્રવાસમાં પણ ઈજાગ્રસ્ત થયો છે. વિરાટ કોહલી ઈંગ્લેન્ડ સામેની ત્રીજી T20 મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો. વિરાટ કોહલીના જંઘામૂળના (Groin Injury) સ્નાયુઓમાં ખેંચાણ છે. બીજી અને ત્રીજી વનડેમાં પણ વિરાટ કોહલી રમે તેવી શક્યતાઓ ઓછી છે. ANI સૂત્રોના હવાલાથી બીસીસીઆઈ (BCCI) માં આ માહિતી શેર કરવામાં આવી રહી છે જેમાં કહેવામાં આવ્યું છે કે વિરાટ હજુ સુધી સ્વસ્થ થઈ શક્યો નથી અને ગુરુવારે યોજાનારી બીજી વનડેમાં તે ટીમનો ભાગ નહીં હોય.

એશિયા કપ માટે વિરાટ કોહલીની વાપસી નિશ્ચિત માનવામાં આવે છે

આ સિવાય વિરાટ કોહલી (Virat Kohli) ને આવતા મહિને રમાનારી વેસ્ટ ઈન્ડિઝ સામેની પાંચ મેચની T20 શ્રેણીમાંથી પણ આરામ આપવામાં આવી શકે છે. જો કે એશિયા કપ (Asia Cup 2022) માટે વિરાટ કોહલીની ટીમ ઈન્ડિયામાં વાપસી નિશ્ચિત માનવામાં આવી રહી છે.

Published On - 12:46 pm, Thu, 14 July 22

Next Article