
એક અહેવાલ મુજબ, ‘રોહિત શર્મા અને વિરાટ કોહલી’ જે પહેલા A-પ્લસ કેટેગરીમાં હતા, તેમને હવે વર્ષ 2025-26ના કોન્ટ્રાક્ટમાં ‘B’ કેટેગરીમાં રાખવામાં આવશે. ભારતના T20I કેપ્ટન સૂર્યકુમાર યાદવને પણ આ જ કેટેગરીમાં રાખવામાં આવશે.
અહેવાલમાં જણાવાયું છે કે, માત્ર ત્રણ ખેલાડીઓ (શુભમન ગિલ, જસપ્રીત બુમરાહ અને રવિન્દ્ર જાડેજા) ગ્રુપ ‘A’ કેટેગરીનો હિસ્સો હશે. BCCI સેક્રેટરી દેવજીત સૈકિયાએ અગાઉ સ્પોર્ટસ્ટાર સાથેની વાતચીતમાં A-પ્લસ કેટેગરીને સસ્પેન્ડ કરવાના નિર્ણય પાછળ કોહલી અને રોહિતના તાજેતરના નિવૃત્તિના નિર્ણયોને કારણ ગણાવ્યા હતા. આ ટોચના બેટ્સમેનોએ વર્ષ 2024માં વર્લ્ડ કપ જીત્યા બાદ T20I માંથી નિવૃત્તિ લીધી હતી. આ સિવાય એક વર્ષ બાદ તેમણે ટેસ્ટમાંથી નિવૃત્તિ જાહેર કરી અને હવે તે માત્ર ODIમાં જ રમી રહ્યા છે.
જૂના માળખા મુજબ, A-પ્લસ કેટેગરીના ખેલાડીઓને વાર્ષિક 7 કરોડ રૂપિયા મળતા હતા. ગ્રેડ Aમાં ખેલાડીઓને વાર્ષિક 5 કરોડ રૂપિયા મળે છે, જ્યારે ગ્રેડ Bમાં આ રકમ ઘટીને 3 કરોડ રૂપિયા થઈ જાય છે. ગ્રેડ Cમાં રાખવામાં આવેલા ખેલાડીઓને 1 કરોડ રૂપિયા મળે છે.
જો કે, હવે A-પ્લસ કેટેગરી ખતમ થયા બાદ પે-સ્ટ્રક્ચરમાં કેટલાક ફેરફારો થઈ શકે છે. નવી સંભવિત યાદી નીચે મુજબ છે:
અહેવાલ મુજબ, ઈશાન કિશન, સરફરાઝ ખાન અને રજત પાટીદાર જેવા નામોને નજરઅંદાજ કરવામાં આવ્યા છે. આ ત્રણેય અગાઉના કોન્ટ્રાક્ટમાં ગ્રેડ Cનો હિસ્સો હતા. બીજું એક નામ જેને સ્થાન મળ્યું નથી તે મોહમ્મદ શમી છે, જે ગયા વર્ષે ગ્રેડ A કેટેગરીમાં હતા.