Star Sports ની એક વાત પર BCCI ની વધી ગઈ ચિંતા, થઈ શકે છે 130 કરોડનુ નુક્શાન!

|

Jan 09, 2023 | 11:38 PM

પ્રસારણકર્તા Star Sports ની એક વાત પર ભારતીય ક્રિકેટ બોર્ડે મોટી રકમની નુક્શાન વેઠવુ પડે એવી સ્થિતી સર્જાઈ છે. તો બીજી તરફ બાયજૂસ પણ જર્સી સ્પોન્સર તરીકેથી હટી શકે છે.

Star Sports ની એક વાત પર BCCI ની વધી ગઈ ચિંતા, થઈ શકે છે 130 કરોડનુ નુક્શાન!
BCCI Apex Council બેઠક યોજાઈ

Follow us on

ભારતીય ક્રિકેટ બોર્ડ વિશ્વનુ સૌથી ધનાઢ્ય બોર્ડ છે. પરંતુ આજકાલ ધનીક બોર્ડ પોતાની તિજોરીને લઈ એક સમસ્યામાં છે. પહેલા તો પ્રસારણ કર્તાની એક માંગણી તિજોરીને ઝટકો પહોંચાડે એવી સ્થિતી સર્જાઈ છે. વાત એમ છે કે, પ્રસારણકર્તા સ્ટાર સ્પોર્ટસ પોતાના નક્કી કરેલા કરારમાં BCCI પાસે ડિસ્કાઉન્ટ માગી રહ્યુ છે. આ ડિસ્કાઉન્ટને લઈ બોર્ડની તિજોરીને મોટો ઝટકો લાગી શકે છે. આ સિવાય બાયજૂસના ટીમ ઈન્ડિયા ની જર્સી સ્પોન્સરથી હટવાની વાત છે.

આ દરમિયાન BCCI ની એપેક્સ કાઉન્સિલની બેઠક મળી હતી, જેમાં આ મુદ્દાઓ પર સૌથી ચર્ચા થઈ હતી. BCCI ની આ બેઠક વર્ચ્યુઅલ યોજવામાં આવી હતી. જેમાં સ્ટાર ઈન્ડિયા અને બાયજૂસ પર ગંભીરતાથી ચર્ચા કરવામાં આવી હતી.

સ્ટારને જોઈએ છે ડિસ્કાઉન્ટ

ભારતીય ક્રિકેટ બોર્ડ પાસે વર્તમાન કરારમાં 130 કરોડ રુપિયાની છૂટ માંગી છે. આ ડિસ્કાઉન્ટ સ્ટાર સ્પોર્ટસ દ્વારા વર્તમાન કરારમાંથી માગ્યુ છે. જ્યારે બાયજૂસે 140 કરોડ રુપિયાની બેંક ગેરંટીની માંગ કરી છે. આ બંને મુદ્દાઓને લઈ તત્કાળ એક વર્ચ્યુઅલ બેઠકનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. આ બેઠક બીસીસીઆઈ એપેક્સ કાઉન્સિલની મળી હતી. જે સોમવારે યોજવામાં આવી હતી.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

માર્ચ સુધીના મેચોના બ્રોડકાસ્ટિંગમાં પ્રસારણ કર્તા દ્વારા બીસીસીઆઈ પાસે 130 કરોડ રુપિયાનો ડિસ્કાઉન્ટ માંગવામાં આવ્યુ છે. સ્ટાર સ્પોર્ટસ નેટવર્ક દ્વારા આ ડિસ્કાન્ટની માંગ કરવામાં આવી છે. સ્ટાક હાલમાં મા્ચ સુધી મેચોના પ્રસારણને બીસીસીઆઈ પાસે આ છૂટની માંગ કરવામા આવી છે.

એક કલાક ચાલી એપેક્સ કાઉન્સિલની બેઠક

મીડિયા રિપોર્ટ્સ મુજબ બીસીસીઆઈની એપેક્સ કાઉન્સિલની બેઠક લગભગ એક કલાક સુધી ચાલી હતી. જેમાં ટીમ ઈન્ડિયાની બ્લૂ જર્સીની સ્પોન્સરશિપનો મુદ્દો પણ ચર્ચામાં રહ્યો હતો. બાયજૂસે બોર્ડ પાસે બેંક ગેરંટી માંગી છે. જે રકમ 140 કરોડ રુપિયાની છે. બીસીસીઆઈ ઈચ્છે છે કે, બાયજૂસ ઓછામાં ઓછુ માર્ચ મહિના સુધી ટીમ ઈન્ડિયાની વાદળી જર્સીની સ્પોન્સરશિપ જાળવી રાખે. જ્યારે બાયજૂસ વર્ષના નવેમ્બર માસના અંત સુધી સ્પોન્સરશિપ જાળવી રાખવા ઈચ્છી રહ્યુ છે. જોકે આ માટે 35 મિલિયન અમેરિકન ડોલરની ડિલની શરત રાખવામાં આવી છે.

બાયજૂસે ફિફા સાથેની ડિલમાં 30 થી 40 મિલિયન ડોલર ચૂકવ્યા છે. બાયજૂસ ભારતીય ટીમ સાથે 2019 થી સ્પોન્સરશિપમાં જોડાયુ છે. તેણે ઓપ્પોના સ્થાને સ્પોન્સરશિપ મેળવી હતી.

 

 

Next Article