ઝિમ્બાબ્વે પ્રવાસ માટે ભારતીય ટીમનું એલાન, શુભમન ગિલ સંભાળશે સુકાન, જાણો

T20 વિશ્વકપ 2024માં ભારતીય ટીમ હાલમાં સુપર-8 તબક્કામાં રમી રહ્યું છે. આ દરમિયાન ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા ઝિમ્બાબ્વે પ્રવાસ માટે ભારતીય ટીમનું એલાન કરવામાં આવ્યું છે. ભારતીય ટીમનું સુકાન યુવા ઓપનર ખેલાડી શુભમન ગિલને સોંપવામાં આવ્યું છે. આ ઉપરાંત અને ભારતીય યુવા ખેલાડીઓને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.

ઝિમ્બાબ્વે પ્રવાસ માટે ભારતીય ટીમનું એલાન, શુભમન ગિલ સંભાળશે સુકાન, જાણો
ગિલ સંભાળશે સુકાન
| Updated on: Jun 24, 2024 | 7:02 PM

T20 વિશ્વકપ 2024માં ભારતીય ટીમ હાલમાં સુપર-8 તબક્કામાં રમી રહ્યું છે. આ દરમિયાન ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા ઝિમ્બાબ્વે પ્રવાસ માટે ભારતીય ટીમનું એલાન કરવામાં આવ્યું છે. ભારતીય ટીમનું સુકાન યુવા ઓપનર ખેલાડી શુભમન ગિલને સોંપવામાં આવ્યું છે. આ ઉપરાંત અને ભારતીય યુવા ખેલાડીઓને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.

વિશ્વકપ ટુર્નામેન્ટને લઈ સિનિયર ખેલાડીઓને આરામ આપવાનો નિર્ણય લીધો હોય એમ પસંદગીકારોએ તેમનો સમવાશે ટીમ ઈન્ડિયામાં ઝિમ્બાબ્વે પ્રવાસ માટે કર્યો નથી. આમ સિનિયલ ખેલાડીઓની ગેરહાજરીમાં ગિલ સુકાની તરીકે એક્શનમાં જોવા મળશે.

T20 સિરિઝ રમાશે

હાલમાં T20 વિશ્વકપ 2024 રમી રહેલ ભારતીય ટીમના કેટલાક ખેલાડીઓ ટૂર્નામેન્ટ સમાપ્ત થતા જ સ્વદેશ પરત ફરશે. જે પરત ફરનારા ખેલાડીઓમાં સિનિયર ખેલાડીઓના નામ સામેલ છે. જ્યારે કેટલાક યુવા ખેલાડીઓ ઝિમ્બાબ્વેનો પ્રવાસ ખેડશે. જ્યાં ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે પાંચ મેચોની T20 સિરિઝ રમાશે.

ઝિમ્બાબ્વેના પ્રવાસ દરમિયાન ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટની સિરિઝમાં શુભમન ગિલ ભારતીય ટીમનું સુકાન સંભાળશે. તેને સાથ આપવા માટે ટીમમાં સંજૂ સેમસન અને યશસ્વી જયસ્વાલ, રિંકૂ સિંહ જેવા T20 ફોર્મેટના અનુભવી ખેલાડીઓ ટીમમાં સામેલ છે.

 

 

રિઝર્વથી સીધો સુકાની

હાલમાં રમાઈ રહેલા T20 વિશ્વકપ માટેની ભારતીય ટીમમાં શુભમન ગિલને રિઝર્વ ખેલાડી તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. ટૂર્નામેન્ટની લીગ મેચ બાદ તેને સ્વદેશ પરત ફરવાની પણ ચર્ચાઓ શરુ થઈ હતી. તે ટીમ ઈન્ડિયાની સાથે ટ્રાવેલ કરતો પણ નજર આવી રહ્યો નહોતો. જોકે હવે તેને સીધો જ રિઝર્વથી સુકાની તરીકેની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.

ભારત vs ઝિમ્બાબ્વે સિરિઝ શેડ્યૂલ

જુલાઈ માસના પ્રથમ સપ્તાહથી જ ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચેની સિરિઝ શરુ થનારી છે. જેમાં બંને દેશની ટીમો વચ્ચે 5 T20 મેચ રમાનારી છે. જે તમામ મેચ હરારેના સ્પોર્ટ્સ ક્લબ મેદાનમાં રમાનારી છે. જેનું શેડ્યૂલ આ મુજબ છે.

  • 6, જુલાઈઃ પ્રથમ T20 મેચ
  • 7, જુલાઈઃ બીજી T20 મેચ
  • 10, જુલાઈઃ ત્રીજી T20 મેચ
  • 13, જુલાઈઃ ચોથી T20 મેચ
  • 14, જુલાઈઃ પાંચમી T20 મેચ

ભારતીય ટીમ

શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, રુતુરાજ ગાયકવાડ, અભિષેક શર્મા, રિંકુ સિંહ, સંજુ સેમસન (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), નીતિશ રેડ્ડી, રિયાન પરાગ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, અવેશ ખાન, ખલીલ અહેમદ, મુકેશ કુમાર , તુષાર દેશપાંડે.

 

આ પણ વાંચો: કુવૈતથી પરત ફરેલા અલ્પેશ પટેલે સંભળાવી આપવીતી, દવા-સાબુ માંગે તો પણ બેરહેમ માર પડતો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 6:43 pm, Mon, 24 June 24