BAN vs SL: બાંગ્લાદેશ સામેની 2 મેચની ટેસ્ટ શ્રેણી માટે 18 સભ્યોની શ્રીલંકાની ટીમની જાહેરાત કરવામાં આવી

|

May 04, 2022 | 4:36 PM

BAN vs SL: સીરીઝની પ્રથમ ટેસ્ટ મેચ ચટ્ટોગ્રામના મેદાન પર રમાશે, જ્યારે સીરીઝની બીજી મેચ મીરપુરના મેદાન પર 23 મેથી રમાશે. શ્રીલંકાની (Sri Lanak Cricket) ટીમ હાલમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને છે.

BAN vs SL: બાંગ્લાદેશ સામેની 2 મેચની ટેસ્ટ શ્રેણી માટે 18 સભ્યોની શ્રીલંકાની ટીમની જાહેરાત કરવામાં આવી
Sri Lanka Cricket (PC: Twitter)

Follow us on

શ્રીલંકા ક્રિકેટે (Sri Lanka Cricket)  4 મેના રોજ બાંગ્લાદેશ (Bangladesh Cricket) સામેની આગામી 2 મેચની ટેસ્ટ શ્રેણી માટે 18 સભ્યોની ટીમની જાહેરાત કરી હતી. શ્રીલંકાની ક્રિકેટ ટીમે 15 મેથી બાંગ્લાદેશના પ્રવાસ પર 2 મેચોની ટીમ શ્રેણીની પ્રથમ મેચ રમવાની છે. જેમાં સીરીઝની પ્રથમ ટેસ્ટ મેચ ચટ્ટોગ્રામના મેદાન પર રમાશે, જ્યારે સીરીઝની બીજી મેચ મીરપુરના મેદાન પર 23 મેથી રમાશે. શ્રીલંકા ક્રિકેટ (Sri Lanka Cricket)એ 18 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. જેમાં 4 અનકેપ્ડ ખેલાડીઓની સાથે ઘણા અનુભવી ખેલાડીઓને પણ આ પ્રવાસ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. આમાં વિકેટ કીપર બેટ્સમેન કામિલ મિશ્રા, સ્પિન બોલર ઓલરાઉન્ડર કામિન્દુ મેન્ડિસ, ડાબોડી ફાસ્ટ બોલર દિલશાન મદુશ્નાકા અને લેગ સ્પિનર ​​સુમિંદા લક્ષ્મણનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ ટીમમાં કેટલાક મહત્વના ખેલાડીઓના નામ સામેલ નથી

આ પ્રવાસ માટે પસંદ કરાયેલી ટીમની વાત કરીએ તો બેટ્સમેન રોશન સિલ્વાએ પહેલા જ પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. બીજી તરફ ઝડપી બોલર સુરંગા લકમલે ભારત સામેની ટેસ્ટ શ્રેણી બાદ નિવૃત્તિ લીધી હતી. તે જ સમયે ફાસ્ટ બોલર દુષ્મંત ચમીરા હાલમાં IPL 2022 સીઝનમાં લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) તરફથી રમી રહ્યો છે. જેના કારણે તે પસંદગી માટે પણ ઉપલબ્ધ ન હતો.

જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું

 

 

જેના કારણે આ ટેસ્ટ શ્રેણીમાં શ્રીલંકા માટે બોલિંગ આક્રમણની આગેવાની વિશ્વ ફર્નાન્ડો કરશે. જેમાં તેની સાથે કસુન રંજીથા, અસિથા ફર્નાન્ડો, ચમિકા કરુણારત્ને અને અનકેપ્ડ ખેલાડી દિલશાન મદુશનાકા હશે. બીજી તરફ જ્યારે સ્પિન બોલિંગની વાત આવે ત્યારે ટીમ પાસે લસિથ એમ્બુલ્ડેનિયા સિવાય રમેશ મેન્ડિસ અને પ્રવીણ જયવિક્રમાનો વિકલ્પ હશે. જ્યારે બેટિંગની વાત આવે છે તો કેપ્ટન દિમુથ કરુણારત્નેને વધુ જવાબદારી લેવી પડશે. તે સમયે તે આંતરરાષ્ટ્રીય ટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં છઠ્ઠા સ્થાને હાજર છે. જેમાં દિનેશ ચાંદીમલ, એન્જેલો મેથ્યુસ અને વિકેટ કીપર બેટ્સમેન નિરોશન ડિકવેલા તેને સપોર્ટ કરવા હાજર રહેશે.

બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણી માટે શ્રીલંકાની ટીમ પર એક નજર:

દિમુથ કરુણારત્ને (સુકાની), કામિલ મિસારા, ઓસેડા ફર્નાન્ડો, એન્જેલો મેથ્યુસ, કુસલ મેન્ડિસ, ધનંજયા ડી સિલ્વા, કામિડુ મેન્ડિસ, નિરોશન ડિકવેલા, દિનેશ ચંદીમલ, રમેશ મેન્ડિસ, ચમિકા કરુણારત્ને, સુમિદા લક્ષ્મણ, કસુન રંજા ફર્નાન્ડો, વિનોદ ફર્નાન્ડો, વિનોદ રંજના, વિનોદ, અરવિંદ, અરવિંદ. , પ્રવીણ જયવિક્રમ , લસિથ એમ્બુલ્ડેનિયા.

Next Article