BAN vs SL : બાંગ્લાદેશના ખેલાડીનો હાથ તૂટ્યો, શ્રીલંકા સામેની સિરીઝમાંથી બહાર, 5 અઠવાડિયા માટે ક્રિકેટથી દૂર રહેશે

|

May 20, 2022 | 9:49 AM

BAN vs SL : બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચે બીજી ટેસ્ટ (BAN vs SL) મીરપુરમાં 23 મેથી રમાશે. શૌરીફુલ ઇસ્લામ આ ટેસ્ટમાં નહીં રમે. પરંતુ તેના રિપ્લેસમેન્ટને પણ ટીમમાં રાખવામાં આવ્યો નથી.

BAN vs SL : બાંગ્લાદેશના ખેલાડીનો હાથ તૂટ્યો, શ્રીલંકા સામેની સિરીઝમાંથી બહાર, 5 અઠવાડિયા માટે ક્રિકેટથી દૂર રહેશે
Shoriful Islam (PC: TV9)

Follow us on

બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચેની પ્રથમ ટેસ્ટ (BAN vs SL) ડ્રોમાં સમાપ્ત થઈ. પરંતુ આ મેચમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. બાંગ્લાદેશનો ડાબોડી ફાસ્ટ બોલર શોરીફુલ ઈસ્લામ (Shoriful Islam) ઈજાના કારણે શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. બાંગ્લાદેશી બોલરનો જમણો હાથ ટેસ્ટ મેચના ચોથા દિવસે ઈજાગ્રસ્ત થયો હતો. એક્સ-રેમાં જાણવા મળ્યું કે તેના હાથમાં ફ્રેક્ચર છે અને તે 4 થી 5 અઠવાડિયા સુધી ક્રિકેટથી દૂર રહેશે. શૌરીફુલ ઇસ્લામ ના ક્રિકેટથી દૂર રહેવાનો અર્થ એ છે કે તે શ્રીલંકા સામેની બીજી અને અંતિમ ટેસ્ટ તેમજ વેસ્ટ ઈન્ડિઝ (Windies Cricket) સામે 16 જૂનથી રમાનાર પ્રથમ ટેસ્ટમાં નહીં રમે.

તમને જણાવી દઇએ કે બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચે બીજી ટેસ્ટ 23 મેથી મીરપુરમાં રમાશે. બાંગ્લાદેશના યુવા ક્રિકેટર શૌરીફુલ ઇસ્લામ આ ટેસ્ટમાં નહીં રમે. મહત્વનું છે કે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે હજુ સુધી તેના રિપ્લેસમેન્ટને પણ ટીમમાં અન્ય કોઇ ખેલાડીનું નામ જાહેર નથી કર્યું.

શેરીફુલ ઇસ્લામમના જમણા હાથમાં થયું ફ્રેક્ટર

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (Bangladesh Cricket Board) એ ગુરુવારે એક પ્રેસ રિલીઝ જારી કરીને કહ્યું કે, “ચોથા દિવસે બેટિંગ દરમિયાન શરીફુલ ઈસ્લામ (Shoriful Islam) નો જમણો હાથ ઈજાગ્રસ્ત થયો હતો. એક્સ-રેમાં ફ્રેક્ચર જોવા મળ્યું. તે પ્રકારની ઈજામાંથી સાજા થવામાં લગભગ 4 થી 5 અઠવાડિયાનો સમય લાગી શકે તેમ છે અને તે લાંબા સમય સુધી તે ટીમ માટે ઉપલબ્ધ રહેશે નહીં.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

શૌરીફુલ ઇસ્લામ ઇનિંગ્સના ચોથા દિવસે કસુન રાજિતાની 167 મી ઓવરમાં ઈજાગ્રસ્ત થયો હતો. ઈજા બાદ બાંગ્લાદેશી ટીમના ફિઝિયોને મેદાનમાં આવવું પડ્યું હતું. ફિઝિયોને જોયા પછી શોરફુલ ઇસ્લામ બેટિંગ કરવાનું ચાલુ રાખ્યું. પરંતુ ચાર ઓવર પછી તેને સખત દુખાવો થયો અને નિવૃત્ત થઈ ગયો.

ક્રિકેટર શૌરીફુલ ઇસ્લામની ઈજા બાંગ્લાદેશ માટે મોટો ફટકો છે

બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના યુવા ક્રિકેટર શૌરીફુલ ઇસ્લામ મેચમાંથી બહાર થયો ત્યારે બાંગ્લાદેશનો દાવ પણ 465 રન પર સમાપ્ત થયો હતો. પરંતુ તે પછી શૌરીફુલ બોલિંગ કરવા આવ્યો ન હતો. બાંગ્લાદેશની ટીમ પહેલેથી જ તસ્કીન અહેમદ, મેહદી હસન મિરાજની ઈજાથી પીડાઈ રહી છે. આવી સ્થિતિમાં હવે શૌરીફુલની ઈજા તેના માટે કોઈ મોટા આંચકાથી ઓછી નથી. લંડનમાં ખભા પર સર્જરી કરાવનાર તસ્કીન અહેમદ પણ વેસ્ટ ઈન્ડિઝ સામે રમવા અંગે સ્પષ્ટ નથી.

Next Article