IPL 2022 Qualifier 2 થી પહેલા બેંગ્લોર માટે આવ્યા ખરાબ સમાચાર, આ દિગ્ગજ ખેલાડીએ કર્યું નિયમોનું ઉલ્લંઘન

|

May 27, 2022 | 4:10 PM

IPL 2022: એલિમિનેટર મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે (RCB) લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) ને હરાવ્યું અને આ મેચમાં વિજેતા ટીમના ખેલાડીએ નિયમોનું ઉલ્લંઘન કર્યાનું સામે આવ્યું.

IPL 2022 Qualifier 2 થી પહેલા બેંગ્લોર માટે આવ્યા ખરાબ સમાચાર, આ દિગ્ગજ ખેલાડીએ કર્યું નિયમોનું ઉલ્લંઘન
Royal Challengers Bangalore (PC: IPLt20.com)

Follow us on

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) એ શુક્રવારે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) ની 15મી સિઝનની બીજી ક્વોલિફાયર મેચ રમવાની છે. તેને આ મેચ રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) સામે રમવાની છે. પરંતુ આ મેચ પહેલા તેના માટે સારા સમાચાર આવ્યા નથી. ટીમના અનુભવી દિનેશ કાર્તિક (Dinesh Kartik) ને ઠપકો આપવામાં આવ્યો છે. દિનેશ કાર્તિક પર IPL ની આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે. IPL 2022 માં એલિમિનેટર મેચમાં કાર્તિક પર નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ લાગ્યો છે. આ મેચ 25 મેના રોજ કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં બેંગ્લોર અને લખનૌ વચ્ચે રમાઈ હતી. IPL એ એક નિવેદન જાહેર કરીને આ અંગે માહિતી આપી છે. નિવેદનમાં દિનેશ કાર્તિકે ક્યારે નિયમોનું ઉલ્લંઘન કર્યું તે જણાવ્યું નથી. આ અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી.

IPL એ તેના નિવેદનમાં કહ્યું, “રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના બેટ્સમેન દિનેશ કાર્તિક (Dinesh Kartik) ને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) સામેની એલિમિનેટર મેચમાં ઈન્ડિયન પ્રીમિયર લીગની આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ ઠપકો આપવામાં આવ્યો છે. કાર્તિકે કલમ 2.3 ના લેવલ 1 નું ઉલ્લંઘન કર્યું છે અને તેણે સજા સ્વીકારી છે. લેવલ 1 ના ગુનામાં મેચ રેફરીનો નિર્ણય અંતિમ હોય છે.

દિનેશ કાર્તિકે રમી હતી શાનદાર ઇનિંગ

બેંગ્લોરના કાર્તિકે આ મેચમાં જોરદાર ઇનિંગ રમી અને અંતે ઝડપી રન બનાવ્યા હતા. આ મેચમાં દિનેશ કાર્તિકે 23 બોલમાં 5 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી અણનમ 37 રન બનાવ્યા હતા. તેણે આ મેચમાં સદી ફટકારનાર રજત પાટીદાર સાથે 92 રનની ભાગીદારી કરી હતી. આ મેચમાં પાટીદારે અણનમ 112 રનની ઇનિંગ રમી હતી.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

મેચ આવી રહી હતી

પ્રથમ બેટિંગ કરતા બેંગ્લોરે રજત અને કાર્તિકની શાનદાર ઇનિંગ્સના આધારે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 207 રન બનાવ્યા હતા. આ લક્ષ્યાંકની સામે લખનૌની ટીમ 6 વિકેટે 193 રન બનાવી શકી હતી. તેના માટે કેપ્ટન કેએલ રાહુલે 79 રનની ઇનિંગ રમી હતી. પરંતુ તેની ઇનિંગ ટીમને જીત અપાવી શકી ન હતી. તેને 19મી ઓવરમાં જોશ હેઝલવુડે આઉટ કર્યો હતો. હવે બેંગ્લોર ફાઇનલમાં પહોંચવા માટે ક્વોલિફાયર 2માં પણ આવું જ પ્રદર્શન કરવા માંગશે. જો બેંગ્લોર ફાઇનલમાં પહોંચશે તો તે 2016 બાદ પ્રથમ વખત ફાઇનલ રમશે.

Next Article