
બાબર આઝમ શુક્રવારે (28 ઓગસ્ટ) ઈંગ્લેન્ડ સામે લોર્ડ્સમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટમાં પાકિસ્તાનની પહેલી ઈનિંગ દરમિયાન ખરાબ રીતે ફ્લોપ રહ્યો હતો. બાબર આઝમ બે આંકડાનો સ્કોર પણ પાર કરી શક્યો ન હતો.
10 બોલમાં 2 ચોગ્ગાની મદદથી 08 રન બનાવીને બાબર પેવેલિયન પરત ફર્યો હતો. આ ખરાબ ઈનિંગ સાથે ટેસ્ટમાં બાબરની સદીની રાહ વધુ લાંબી થઈ ગઈ છે. હવે તેને ટેસ્ટમાં છેલ્લી સદી ફટકાર્યાને 1341 દિવસ વિતી ચૂક્યા છે.
04 ઓગસ્ટે આઈસલેન્ડ ક્રિકેટે બાબરને લઈને શેર કરેલી એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, તેને પાકિસ્તાન માટે રેડ બોલ ફોર્મેટમાં છેલ્લી સદી લગાવ્યાને 1317 દિવસ થઈ ગયા છે. હવે તેમાં 24 દિવસનો વધુ ઉમેરો થઈ ગયો છે.
ઈંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝમાં પાકિસ્તાનની કેપ્ટનશીપ કરી રહેલા બાબરે છેલ્લી ટેસ્ટ સદી ડિસેમ્બર 2022 માં ફટકારી હતી. તેને આ ફોર્મેટમાં ત્રિપલ ડિજિટ (100 રન) નો આંકડો સ્પર્શ કર્યાને લગભગ 4 વર્ષ જેટલો સમય વિતી ગયો છે.
આ સાથે બાબરના નામે એક શરમજનક રેકોર્ડ પણ નોંધાઈ ગયો છે. તે વર્ષ 2023થી સૌથી વધુ ઈનિંગ્સ રમીને ટેસ્ટમાં સદી ન ફટકારનારા ખેલાડીઓની યાદીમાં સંયુક્ત રીતે ચોથા નંબરે આવી ગયા છે.
યાદીમાં પહેલું નામ મિચેલ સ્ટાર્ક, બીજું નામ પેટ કમિન્સ અને ત્રીજું નામ નાથન લાયનનું છે. આ પછી બાબર આવે છે, જેણે સદી વિના 36 ઈનિંગ્સ રમી લીધી છે.
ધ્યાન આપવા જેવી બાબત એ છે કે, શરૂઆતના 3 નામોમાંથી એક પણ બેટ્સમેન નથી. ત્રણેય ખેલાડીઓ પોતાની બોલિંગ માટે જાણીતા છે. આવી સ્થિતિમાં બાબરને ‘ફ્લોપ નંબર 1 બેટ્સમેન’ તરીકે પણ જોઈ શકો છો.
હવે એ જોવું રસપ્રદ રહેશે કે, બાબરને સદી ફટકારવા માટે વધુ કેટલી ઈનિંગ્સ રમવી પડે છે. આ પહેલા વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પર રમાયેલી ટેસ્ટ સિરીઝમાં બાબરના બેટમાંથી 88 રનની ઈનિંગ જોવા મળી હતી.