
Azhar Mahmood: પાકિસ્તાન ક્રિકેટમાંથી સંન્યાસ લીધા બાદ ઓલરાઉન્ડર અઝહર મહમુદે કોચિગ ફીલ્ડમાં એન્ટ્રી કરી હતી પરંતુ મહત્વની વાત એ છે કે, હવે તેને નોકરી મળી રહી નથી. આ વિશે ખુદ અઝહર મહમુદે એક પોડકાસ્ટમાં કહ્યું છે. તેમણે કહ્યું કે, પાકિસ્તાની હોવાની કિંમત ચુકવી રહ્યો છું. પાકિસ્તાની હોવાના કારણે તેને નોકરી મળતી નથી.આ દુખ તેમણે વિઝડન વીકલી પોડકાસ્ટમાં વ્યક્ત કર્યું હતુ.
પાકિસ્તાનના દિગ્ગજ ક્રિકેટરનું દુખ સામે આવ્યું છે. તેનું દુખ એ છે કે, તે પાકિસ્તાની છે. આ કારણે તેને કોઈ નોકરી મળી રહી નથી. અઝહર મહમુદે પોતાનું આ દુખ વિઝડન વીકલી પોડકાસ્ટમાં વ્યક્ત કર્યું છે. સીપીએલ ફ્રેન્ચાઈઝીએ તેને કહ્યું કે, તે પાકિસ્તાની કોચ રાખી શકતા નથી.
અઝહર મહમુદે પોડકાસ્ટમાં કહ્યું કે, કૈરેબિયન પ્રીમિયર લીગ એટલે કે, સીપીએલની એક ફ્રેન્ચાઈઝીએ તેની કોચિંગને લઈ વાત કરી હતી. ત્યારબાદ તે પલટી ગયો હતો. અઝહર મહમુદના જણાવ્યા અનુસાર આની પાછળનું કારણ તે પાકિસ્તાની છે. તેમણે કહ્યું કે, સીપીએલ ફ્રેન્ચાઈઝીએ કહ્યું કે, તેઓ પાકિસ્તાની કોચ રાખી શકતા નથી.
પાકિસ્તાનના ભૂતપૂર્વ જમણા હાથના ઓલરાઉન્ડર અઝહર મહમૂદે કહ્યું કે, જે બન્યું તેનાથી તેઓ ચોંકી ગયા છે. તેમણે કહ્યું કે લોકોએ સમજવું જોઈએ કે તેઓ એક ઈંગ્લિશ કેવોલિફાઈડ કોચ છે અને સરે કાઉન્ટી ક્રિકેટને કોચિંગ આપી રહ્યા હતા. ઈંગ્લેન્ડમાં કોચિંગ કર્યા બાદ મે 2 વર્ષ પાકિસ્તાનમાં કોચિંગ આપ્યું હતુ. હું પાકિસ્તાનની ટીમ સાથે જોડાયેલો છું. જેની હવે મારે કિંમત ચુકવવી પડી રહી છે. તેમણે કહ્યું કે, હવે તેને નવી નોકરી શોધવી પણ મુશ્કેલ લાગી રહી છે.
અઝહર મહમુદે પાકિસ્તાન માટે 10 વર્ષ ક્રિકેટ રમ્યો. 1997માં શરુ થયેલું તેનું ઈન્ટરનેશનલ કરિયર 2007 સુધી ચાલ્યું હતુ. તેમણે પાકિસ્તાન માટે 9000થી વધારે રન બનાવ્યા હતા. આ સિવાય 160થી વધારે વિકેટ લીધી છે. અઝહર મહમુદે ટેસ્ટમાં 39 વિકેટ લીધી છે. જ્યારે વનડેમાં 123 વિકેટ લીધી છે. તેમણે વનડેમાં 1521 રન બનાવ્યા સિવાય પાકિસ્તાન માટે ટેસ્ટમાં 900 રન બનાવ્યા છે.