IND vs NZ: અક્ષર પટેલે અર્ધશતક સાથે એજાઝ પટેલના આક્રમણ સામે ફીફટી ફટકારી, રવિન્દ્ર જાડેજાની ખોટ પૂરતી રમત વડે ભારતને 300 પાર પહોંચાડ્યુ

|

Dec 04, 2021 | 1:02 PM

રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) મુંબઇ ટેસ્ટ (Mumbai Test) માં ઇજાને લઇ બહાર છે. આ દરમ્યાન વાનખેડેની ટેસ્ટ માટે રવિન્દ્ર જાડેજાને ખૂબ મીસ પણ કરવામાં આવી રહ્યો છે.

IND vs NZ: અક્ષર પટેલે અર્ધશતક સાથે એજાઝ પટેલના આક્રમણ સામે ફીફટી ફટકારી, રવિન્દ્ર જાડેજાની ખોટ પૂરતી રમત વડે ભારતને 300 પાર પહોંચાડ્યુ
Axar Patel

Follow us on

ભારતીય ટીમ (Team India) મુંબઇમાં રમાઇ રહેલી બીજી ટેસ્ટ મેચ ચઢાવ ઉતાર વાળી સ્થિતીમાં થઇ ને 300 ને પાર સ્કોર કરવામાં સફળ રહ્યુ છે. મયંક અગ્રવાલ (Mayank Agarwal) ની રમતે ભારતને સન્માનજનક સ્કોરે પહોંચાડવા રુપ ઇનીંગ રમી હતી. પરંતુ બીજા દિવસે અક્ષર પટેલે (Axar Patel) તેને મજબૂત સાથ આપીને ભારતીય ટીમના સ્કોરને આગળ વધારવાનુ કાર્ય કર્યુ હતુ. એક રીતે સંકટ મોચન નિવડ્યો છે. તો વળી એજાઝ પટેલ (Ajaz Patel) ના હુમલા સામે અક્ષર પટેલે સ્કોર ઉંચે લઇ જવામાં અગ્રવાલ સાથે મળીને મહત્વની ભૂમિકા નિભાવી છે.

અક્ષર પટેલે પ્રથમ દાવમાં બેટીંગ કરવા દરમ્યાન લાંબો સમય પિચ રહ્યો હતો. તેણે અંગ્રવાલ સાથે મળીને મહત્વની રમત રમી બતાવી હતી. તેણે પોતાનુ પ્રથમ ટેસ્ટ અર્ધશતક નોંધાવ્યુ હતુ. આ સાથે જ તેમે રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja)ની ગેરહાજરીમાં તેની ખોટ ટીમ ઇન્ડિયાને સાલવા દીધી નહોતી. તેની રમત એવા સમયે રમાઇ છે કે, સૌ કોઇ તેના આફ્રિન થઇ ચુક્યા છે. એજાઝ પટેલના આક્રમણ સામે વિરાટ કોહલી, ચેતેશ્વર પુજારા અને અશ્વિન જેવા ખેલાડીઓ શૂન્ય પર વિકેટ ગુમાવી બેઠા હતા. ત્યારે અક્ષરે મુશ્કેલ ઘડીઓને પાર કરવામાં સફળતા મેળવી હતી.

જોકે રવિન્દ્ર જાડેજાને વાનખેડેની પિચ માટે ખૂબ જ યાદ કરવામાં આવી રહ્યો છે. તેની બોલીંગ અને તેની બેટીંગને લઇને ટીમના માટે ખૂબ જ ઉપયોગી ઓલરાઉન્ડર છે. સિરીઝ જીતવા માટેની નિર્ણાયક મેચમાં જાડેજાની હાજરી ટીમને ખૂબ જ ઉપયોગી નિવડી શકે એમ છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

આ પણ વાંચોઃ IND vs NZ: વિરાટ કોહલીએ દશ વર્ષ પહેલા કરેલુ ટ્વિટ ખૂબ Viral થવા લાગ્યુ, અંપાયરની ભૂલ થી મુંબઇમાં ગુમાવી હતી વિકેટ!

આ પણ વાંચોઃ IND vs NZ: મયંક અગ્રવાલે બેટને ‘ઉંચુ-નિચુ’ કરવાની સલાહને માની અને કિસ્મત બદલાઇ ગઇ, દિગ્ગજે કહેલી ટેકનિકે સફળતા અપાવી

 

Published On - 1:00 pm, Sat, 4 December 21

Next Article