IND VS NZ: અક્ષર પટેલે 5 વિકેટ ઝડપવા બાદ બતાવ્યુ કોણ છે તેના જીવનના હિરો, માન્યો આભાર

|

Nov 28, 2021 | 8:17 AM

અક્ષર પટેલે (Axar Patel) ન્યૂઝીલેન્ડ સામે કાનપુરમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં પાંચ વિકેટ ઝડપીને મુલાકાતી ટીમને મુશ્કેલીમાં મૂકી દીધી હતી.

IND VS NZ: અક્ષર પટેલે 5 વિકેટ ઝડપવા બાદ બતાવ્યુ કોણ છે તેના જીવનના હિરો, માન્યો આભાર
Axar Patel

Follow us on

કાનપુર (Kanpur Test) ના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં ન્યુઝીલેન્ડ સામે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ક્રિકેટ ટીમે (Indian Cricket Team) પોતાની પકડ મજબૂત કરી લીધી છે. ત્રીજા દિવસની રમતના અંત સુધીમાં ભારતે ન્યુઝીલેન્ડ પર 63 રનની લીડ મેળવી લીધી હતી. ભારતે પ્રથમ દાવમાં 345 રન બનાવ્યા હતા અને ત્યારબાદ ન્યૂઝીલેન્ડને 296 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. આ સાથે ભારતે 49 રનની લીડ મેળવી લીધી હતી. ભારતે તેના બીજા દાવના સ્કોરમાં એક વિકેટના નુકસાને 14 રન સાથે ત્રીજા દિવસનો અંત કર્યો હતો.

ભારતના સ્પિનર ​​અક્ષર પટેલે (Axar Patel) ન્યૂઝીલેન્ડને સસ્તામાં લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ ડાબા હાથના બોલરે પોતાની સ્પિનનો જાદુ બતાવ્યો અને 34 ઓવરમાં 62 રન આપીને પાંચ વિકેટ ઝડપી. આ શાનદાર પ્રદર્શન પછી, અક્ષરને તેના હીરોને યાદ કર્યા હતા અને તે બીજા કોઈ નહીં પણ તેના પિતા છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

અક્ષરના પિતાનો શનિવારે જન્મદિવસ હતો. મેચ પછી, અક્ષરે તેના પિતા માટે એક ખાસ સંદેશ લખ્યો અને તેને પોતાનો હીરો ગણાવતા જન્મદિવસની શુભેચ્છા પાઠવી. અક્ષરે લખ્યું, નંબર 5…સંદેશાઓ માટે આપ સૌનો આભાર. આ મારા હીરો માટે છે. હેપ્પી બર્થડે પપ્પા.

 

 

અક્ષરે બનાવ્યો રેકોર્ડ

અક્ષરને ભારતીય ટેસ્ટ ટીમની જર્સી પહેર્યાને લાંબો સમય થયો નથી. તેણે આ વર્ષે ફેબ્રુઆરીમાં ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. આ તેની ચોથી ટેસ્ટ મેચ હતી. તેની ચાર ટેસ્ટ મેચોમાં તેણે પાંચ વખત 5 વિકેટ લીધી છે. તેણે માત્ર 7 ઇનિંગ્સમાં બોલિંગ કરીને રેકોર્ડ બનાવ્યો છે. સૌથી ઓછી ઇનિંગ્સમાં પાંચ વિકેટ લેવાની બાબતમાં તે ચાર્લી ટર્નર અને ટોમ રિચર્ડસન સાથે બીજા ક્રમે આવ્યો હતો. ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ઝડપી બોલર રોડની હોગે માત્ર 6 ઇનિંગ્સમાં આ કારનામું કર્યું છે. તેના ટેસ્ટ કરિયર પર નજર કરીએ તો તેણે આ પહેલા રમેલી ત્રણ ટેસ્ટ મેચમાં 27 વિકેટ ઝડપી છે.

તેણે ચેન્નાઈમાં રમાયેલી તેની પ્રથમ ટેસ્ટ મેચની બીજી ઈનિંગમાં પાંચ વિકેટ ઝડપી હતી. આ પછી તેણે અમદાવાદમાં રમાયેલી ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં પણ છ વિકેટ ઝડપી હતી. અમદાવાદમાં રમાયેલી તેની આગળની ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં તેણે સાત વિકેટ ઝડપી હતી અને બીજી ઇનિંગમાં પણ તેણે છ ઇંગ્લિશ બેટ્સમેનોને આઉટ કર્યા હતા.

 

આ પણ વાંચોઃ IND vs NZ: અક્ષર પટેલ ની ફિરકીનો જબરદસ્ત કમાલ ! 4 મેચમાં જ ટેસ્ટ ક્રિકેટમાં પાંચમી વાર 5 વિકેટ ઝડપી

આ પણ વાંચોઃ Omicron Variant: દેહશતમાં દુનિયા ! બ્રિટન બાદ હવે આ દેશોમાં જોવા મળ્યું કોરોનાનું નવું સ્વરૂપ ‘ઓમિક્રોન’

Published On - 8:13 am, Sun, 28 November 21

Next Article