AUS vs SL: ઓસ્ટ્રેલિયાની ટીમને લાગ્યો વધુ એક ઝટકો, પૂર્વ સુકાની થયો ઇજાગ્રસ્ત

|

Jun 19, 2022 | 1:43 PM

AUS vs SL: શ્રીલંકા (Sri Lank Cricket) ના પ્રવાસમાં અત્યાર સુધીમાં ઓસ્ટ્રેલિયા (Cricket Australia) ના સાત ખેલાડીઓ ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્ત ખેલાડીઓમાં હવે કાંગારૂના પુર્વ સુકાનીનું નામ પણ જોડાઇ ગયું છે.

AUS vs SL: ઓસ્ટ્રેલિયાની ટીમને લાગ્યો વધુ એક ઝટકો, પૂર્વ સુકાની થયો ઇજાગ્રસ્ત
Cricket Australia (PC: ICC Cricket)

Follow us on

શ્રીલંકા (Sri Lanka Cricket) સામે રમાઈ રહેલી વનડે સીરીઝમાં ઓસ્ટ્રેલિયન ટીમ (Cricket Australia) ની મુશ્કેલીઓ અટકવાનું નામ નથી લઈ રહી. ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન સ્ટીવ સ્મિથ (Steve Smith) શ્રીલંકા સામેની ત્રીજી વન-ડે આંતરરાષ્ટ્રીય મેચમાંથી બહાર થઈ શકે છે. કારણ કે ભૂતપૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથ શ્રેણીની બીજી મેચમાં ઈજાથી ઝઝૂમી રહ્યો છે. સ્ટીવ સ્મિથ બહાર બેસે તેવી શક્યતા હોવાથી એરોન ફિન્ચની આગેવાની હેઠળની ઓસ્ટ્રેલિયન વ્હાઈટ બોલ ટીમનો આ સાતમો ખેલાડી છે જેને ઈજા થઈ છે.

જોકે સ્ટીવ સ્મિથ ટેસ્ટ શ્રેણી (Test Match) માટે ઉપલબ્ધ રહે તેવી શક્યતા છે. ઓસ્ટ્રેલિયાના એક મીડિયા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, “જોકે ઈજા ગંભીર જોવા નથી મળી રહી. તેને હાલ આરામની જરૂર છે અને માત્ર 11 દિવસમાં ટેસ્ટ શ્રેણી શરૂ થઈ રહી છે. ઓસ્ટ્રેલિયાના તબીબી સ્ટાફે સતર્ક રહેવાનું નક્કી કર્યું છે.”

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

મળી રહેલ અહેવાલમાં ઓસ્ટ્રેલિયાના વિકેટ-કીપર એલેક્સ કેરીને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, “25 વર્ષીય ડાબોડી સ્પિનર ​​મેથ્યુ કુહનેમેનને ઓસ્ટ્રેલિયા A ટીમમાંથી પાછો બોલાવવામાં આવ્યો છે. કારણ કે નિયમિત સફેદ બોલના સ્પિનર ​​એશ્ટન અગરને પણ સાઇડ સ્ટ્રેઇન થયો હતો. આ કારણથી તેને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો.”

 

મિચેલ સ્ટાર્ક પણ ઇજાગ્રસ્ત થયો

મળી રહેલ માહિતી પ્રમાણે ટ્રેવિસ હેડને ઇજાગ્રસ્ત માર્કસ સ્ટોઇનિસના કવર તરીકે હમ્બનટોટાથી કેન્ડી મોકલવામાં આવ્યો છે. ઝડપી બોલર મિચેલ સ્ટાર્ક પણ પહેલાથી જ ઈજાગ્રસ્ત છે. મિચેલ સ્ટાર્કનું ત્રીજી વનડેમાંથી બહાર રહેવું નિશ્ચિત છે. સ્ટાર્ક સીરિઝની છેલ્લી બે મેચનો હિસ્સો બની શકશે કે નહીં તે અંગે કંઈ કહી શકાય નહીં.

 


ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી પાંચ મેચની વન-ડે સિરીઝ હાલમાં 1-1 થી બરાબર છે. શ્રેણીની ત્રીજી વનડે રવિવારે રમાશે.

Next Article