AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મેદાનમાં ઝઘડો કરનારા પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના ખેલાડીઓ પર કરી કાર્યવાહી, ICC એ ફટકારી સજા

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન (Pakistan Vs Afghanistan) વચ્ચેની સુપર-4 ની મેચ રોમાંચક તબક્કામાં હતી અને એક સમયે પાકિસ્તાન પર હારનો ખતરો મંડરાઈ રહ્યો હતો. આવા સમયે જ બંને ટીમના ખેલાડીઓ વચ્ચે ઘર્ષણ સર્જાયુ હતુ. ત્યારબાદ ચાહકો પણ આ જોઈ એકબીજાની સામસામે આવી ગયા હતા.

મેદાનમાં ઝઘડો કરનારા પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના ખેલાડીઓ પર કરી કાર્યવાહી, ICC એ ફટકારી સજા
Asif Ali અને Fareed Ahmad બંનેને ICC એ સજા કરી
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 09, 2022 | 11:02 AM
Share

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન (Pakistan Vs Afghanistan) વચ્ચે સુપર-4 મેચ ગત બુઘવારે દુબઈ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં પાકિસ્તાનની સ્થિતી કપરી બની ગઈ હતી. અફઘાનિસ્તાન સામે તે હારની સ્થિતી પર પહોંચ્યુ હતુ. દબાણની સ્થિતી વચ્ચે પાકિસ્તાનના આસિફ અલી (Asif Ali) અને અફઘાનિસ્તાનના ફરિદ અહેમદ (Fareed Ahmad) વચ્ચે ઘર્ષણ સર્જાયુ હતુ. બંને ખેલાડીઓ મેદાનમાં જ બાખડી પડ્યા હતા. આસિફે તો બેટ ફટકારવા જેવો ઈશારો કરતા એ વિડીયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો અને તેની પર પ્રતિબંધ મુકવા માટે ખૂબ માંગ થવા લાગી હતી. આ દરમિયાન આઈસીસીએ બંને ખેલાડીઓને તેમની ગેરવર્તણૂંકને લઈ સજા ફટકારી છે.

મેચમાં પાકિસ્તાની ખેલાડી આસિફ અલી અને અફઘાન ખેલાડી ફરિદ અહેમદ વચ્ચેનુ આ ઘર્ષણ સોશિયલ મીડિયા પર પણ ખૂબ ચર્ચા જગાવી રહ્યુ હતુ. બંનેની વર્તણૂંક બાદ સ્ટેડિયમ અને તેની બહાર પણ અફડા તફડીના દૃશ્યો જોવા મળવા લાગ્યા હતા અને તેના વિડિયો પણ વાયરલ થવા લાગ્યા હતા. બંને ટીમના ચાહકો સ્ટેડિયમની ખુરશીઓને એક બીજા પર ઉઠાવી ઉઠાવીને મારતા હોવાના વિડીયો પણ ખૂબ વાયરલ થયા હતા. આ બધા પાછળ મેદાનમાં આ ખેલાડીઓની ગેરવર્તણૂંક જવાબદાર હતી. જેનાથી ચાહકો વચ્ચે ઉશ્કેરણી થઈ હતી. આઈસીસીએ મામલાની ગંભીર નોંધ લીધી છે. આઈસીસીએ બંને ખેલાડીઓને મેચ ફીના 25-25 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે.

પહેલા છગ્ગો, આગળના બોલે આઉટ

આ ઘટનાની વાત કરવામાં આવે તો રન ચેઝ કરવા દરમિયાન 19મી ઓવરની છે. પાકિસ્તાનની બેટીંગ ચાલી રહી હતી. જે વખતે પાકિસ્તાનની 8 વિકેટ પેવેલિયન પરત ફરી ચુકી હતી અને પાકિસ્તાન મુશ્કેલ સ્થિતીમાં હતુ. આવા સમયે આસિફ અલી પર પાકિસ્તાનની આશાઓ બંધાયેલી હતી. આ ઓવર ફરિદ અહેમદ કરી રહ્યો હતો અને જેના ચોથા બોલ પર આસિફ અલીએ છગ્ગો ફટકાર્યો હતો. જેના આગળના બોલ પર જ આસિફ અલી મોટા શોટના ચક્કરમાં ફરિદની જાળમાં ફસાઈ ગયો અને કરિમ જનતના હાથમાં કેચ ઝડપાયો હતો. આમ તે 8 બોલમાં 16 રન 2 છગ્ગાની મદદ થી નોંધાવી પરત ફર્યો હતો.

આમ વિકેટનો જશ્ન કંઈક આક્રમક અંદાજમાં ફરિદે મનાવ્યો હતો અને આસિફે તેની સામે આવી જઈને એક હાથ વડે ફરિદને ધક્કો મારી મારવા બેટ ઉગામી દીધુ હતુ. આ ઘટના બાદ અન્ય ખેલાડીઓ બંને ટીમોના દોડી આવીને મામલો થાળે પાડવા પ્રયાસ કર્યો હતો. અંતિમ ઓવરમાં 6 બોલમાં 11 રનની પાકિસ્તાનને જરુર હતી. આવા સમયે નસીમ શાહે અંતિમ ઓવરના પ્રથમ બંને બોલ પર એક બાદ એક 2 સળંગ છગ્ગા વડે પાકિસ્તાનને 1 વિકેટે જીત અપાવી હતી.

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">