પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરે ભૂલ માટે પાકિસ્તાનને આપી ચેતવણી, કહ્યું આ ભારતની મજબૂત ટીમ છે, જુઓ વીડિયો

ભારતીય ટીમે એશિયા કપ 2025માં પોતાની બીજી મેચમાં પાકિસ્તાનને હરાવ્યું છે. ત્યારે પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલરે ભારતીય ટીમ વિરુદ્ધ પોતાની ટીમની ભૂલ પર નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું આ ભારતની પાક્કી ટીમ છે.

પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરે ભૂલ માટે પાકિસ્તાનને આપી ચેતવણી, કહ્યું આ ભારતની મજબૂત ટીમ છે, જુઓ વીડિયો
| Updated on: Sep 15, 2025 | 1:07 PM

શોએબ અખ્તર ખુદ પાકિસ્તાનમાંથી આવે છે. તે સાચું શું છે અને ખોટું શું છે તેના વિશે વાત કરવામાં ક્યારે પણ અટકતો નથી એટલે કે, ખુલ્લે આમ બોલે છે.હવે શોએબ અખ્તરે ટીવી શોમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમની ભૂલ પર ગુસ્સે થયો છે અને પાકિસ્તાનની ટીમને ચેતવણી પણ આપી દીધી છે. ટીમને ચેતવણી આપતા કહ્યું કે, આ ભારતની પાક્કી ટીમ છે. મારેગી હી.. શોએબ અખ્તરનો ઈશારો પાકિસ્તાનની ક્રિકેટ ટીમનીએ ભૂલ તરફ હતો. જે ટીમમાં રહેલા સ્પિનર સાથે જોડાયેલો હતો.

અખ્તરે 4 સ્પિનરો રમાડવા પર સવાલ ઉઠાવ્યા

પાકિસ્તાની તાકાત તેની ફાસ્ટ બોલિંગ રહી છે.પરંતુ ભારત વિરુદ્ધ એશિયા કપ 2025ની મેચમાં તેમણે પોતાની તાકાતને દુર કરી ટીમમાં 4 સ્પિનર રાખ્યા હતા.પાકિસ્તાનની પ્લેઇંગ ઇલેવનમાં શાહીન આફ્રિદી એકમાત્ર ફાસ્ટ બોલર હતો. શોએબ અખ્તર, જેને ફક્ત પાકિસ્તાન જ નહીં પરંતુ વિશ્વનો સૌથી ફાસ્ટ બોલર માનવામાં આવે છે, તેણે પોતાના દેશની ટીમ દ્વારા કરવામાં આવેલી ભૂલ પર પ્રકાશ પાડતા સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, શું તમને લાગે છે કે ભારતીય ટીમમાં એક પણ બેટ્સમેન એવો છે જે સ્પિન કેવી રીતે રમવું તે જાણતો નથી?

 

 

આ ઈન્ડિયાની પાક્કી ટીમ છે

શોએબ અખ્તરે કહ્યું કે, સ્પિન ભારતીય બેટ્સમેનોની મોટી તાકાત છે. તેના વિરુદ્ધ વધારે સ્પિનર્સને રમાડવા પગ પર કુહાડી મારવા બરાબર છે. તેમણે કહ્યું કે,આ ટીમ ઈન્ડિયાની પાક્કી ટીમ છે. જે સ્પિનર સામે સારી રીતે રમવાનું જાણે છે. તો પછી મારવાની જ છે.

ભારતે પાકિસ્તાનને 7 વિકેટથી હરાવ્યું

એશિયા કપ 2025ની મેચમાં ભારત વિરુદ્ધ પહેલા બેટિંગ કરતા પાકિસ્તાને 20 ઓવરમાં 9 વિકેટ પર 127 રન બનાવ્યા હતા. જેના જવાબમાં 128 રનનો ટાર્ગેટ પૂર્ણ કરવા મેદાનમાં ઉતરેલી ભારતીય ટીમે ભારતના 25 બોલ બાકી રહેતા આ ટાર્ગેટ પૂર્ણ કર્યો હતો. તેમણે 3 વિકેટ ગુમાવી આ લક્ષ્ય પૂર્ણ કર્યો હતો. ભારત માટે સૂર્યકુમાર યાદવે સિક્સ મારી ભારતના જીતની સ્કિપ્ટ લખી હતી.

એશિયા કપમાં પાકિસ્તાન સામે ભારતની જીતનો હિરો રહેનાર કુલદીપ યાદવનો જુઓ પરિવાર અહી ક્લિક કરો