Breaking News : હર્ષિત રાણા અને પાકિસ્તાની બેટ્સમેન વચ્ચે મેદાન પર જોરદાર બોલાચાલી, વિકેટ પડતાં જ જોવા મળ્યો હાઈ-વોલ્ટેજ ડ્રામા, જુઓ Video

એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ ટૂર્નામેન્ટમાં ભારત A અને પાકિસ્તાન A વચ્ચેની મેચમાં ભારે ગરમાવો જોવા મળ્યો હતો. ભારતીય બોલર હર્ષિત રાણા અને પાકિસ્તાની બેટ્સમેન શમીમ હુસૈન વચ્ચે બોલાચાલી થઈ.

Breaking News : હર્ષિત રાણા અને પાકિસ્તાની બેટ્સમેન વચ્ચે મેદાન પર જોરદાર બોલાચાલી, વિકેટ પડતાં જ જોવા મળ્યો હાઈ-વોલ્ટેજ ડ્રામા, જુઓ Video
| Updated on: Nov 22, 2026 | 4:57 PM

એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ ટૂર્નામેન્ટમાં ભારત A અને પાકિસ્તાન A વચ્ચે રમાયેલી મેચમાં મેદાન પર ભારે ગરમાવો જોવા મળ્યો હતો. ભારતીય ફાસ્ટ બોલર હર્ષિત રાણા અને પાકિસ્તાની ઓપનર શમીમ હુસૈન વચ્ચે બોલાચાલી થતાં મેચમાં હાઈ-વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. ખાસ વાત એ હતી કે વિકેટ પડ્યા બાદ હર્ષિત રાણાની આક્રમક ઉજવણીને કારણે મેદાન પરનો માહોલ વધુ ગરમાયો હતો.

પાકિસ્તાન Aની ઇનિંગ્સ દરમિયાન હર્ષિત રાણા પોતાની બોલિંગથી ભારતીય ટીમ માટે મહત્વપૂર્ણ સાબિત થયો હતો. પાકિસ્તાની બેટ્સમેન શમીમ હુસૈન બેટિંગ કરી રહ્યો હતો ત્યારે હર્ષિત રાણા સાથે તેની બોલાચાલી થઈ હતી. જોકે, આ વિવાદનો અંત શમીમ હુસૈનની વિકેટ સાથે આવ્યો હતો. આયુષ બદોનીએ શમીમ હુસૈનને હર્ષિત રાણાની બોલિંગમાં કેચ આઉટ કરાવ્યો હતો.

વિકેટ મળતાં જ હર્ષિત રાણાએ આક્રમક અંદાજમાં શમીમ હુસૈનને પેવેલિયન તરફ જવાનો ઈશારો કર્યો હતો. ભારતીય બોલરના આ આક્રમક વલણને કારણે મેદાન પરનો માહોલ વધુ રોમાંચક બની ગયો હતો. બીજી તરફ શમીમ હુસૈન કોઈ પ્રતિક્રિયા આપ્યા વિના માથું ઝુકાવીને પેવેલિયન તરફ પાછો ફરતો જોવા મળ્યો હતો.

હર્ષિત રાણાનો આક્રમક અંદાજ અહીં જ અટક્યો નહોતો. ત્યારબાદની ઓવરમાં તેણે પાકિસ્તાન Aના વિકેટકીપર બેટ્સમેન રોહેલ નઝીરને LBW આઉટ કરીને ટીમને વધુ એક સફળતા અપાવી હતી. આ વિકેટ બાદ પણ હર્ષિતે આક્રમક રીતે ઉજવણી કરી હતી. સતત વિકેટો મળતાં ભારતીય ટીમનો આત્મવિશ્વાસ વધ્યો હતો અને પાકિસ્તાની બેટિંગ લાઇનઅપ પર દબાણ જોવા મળ્યું હતું.

ટોસ જીતીને પાકિસ્તાને પસંદ કરી બેટિંગ

આ મુકાબલામાં પાકિસ્તાન Aની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. બંને ટીમોએ પોતાની અગાઉની મેચની પ્લેઇંગ ઇલેવનમાં કોઈ ફેરફાર કર્યો નહોતો. આ મેચમાં ભારતીય ચાહકોની નજર ખાસ કરીને યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશી અને અભિષેક શર્માના પ્રદર્શન પર હતી.

ભારત Aની પ્લેઇંગ ઇલેવન:

વૈભવ સૂર્યવંશી, અભિષેક શર્મા, આયુષ બદોની, તિલક વર્મા (કેપ્ટન), કુમાર કુશાગ્ર (વિકેટકીપર), રિંકુ સિંહ, સૂર્યાંશ શેડગે, શાહબાઝ અહેમદ, વિપ્રજ નિગમ, હર્ષિત રાણા અને પ્રિન્સ યાદવ.

પાકિસ્તાન Aની પ્લેઇંગ ઇલેવન:

શમીમ હુસૈન, માઝ સદકત, રોહેલ નઝીર (વિકેટકીપર), હસન નવાઝ, અબ્દુલ સમદ (કેપ્ટન), ફરહાન યુસુફ, સાદ મસૂદ, મોહમ્મદ ઇમરાન રંધાવા, અહેમદ દાનિયાલ, સુફ્યાન મોકીમ અને અલી રઝા.

ઋષભ પંતે Live મેચમાં કરી મજાક, યશસ્વી જયસ્વાલની બોલિંગ એક્શન પર કરી એવી કોમેન્ટ કે વીડિયો થયો વાયરલ

Follow Us
Loading...
Unable to load recommendations.