Asia Cup 2023: પાકિસ્તાન જશે ભારતીય ક્રિકેટ ટીમ? અરૂણ ધૂમલે આપી મોટી અપડેટ

|

Jul 12, 2023 | 2:48 PM

એશિયા કપ 2023માં ભારત અને પાકિસ્તાનની મેચને લઇને મોટી અપડેટ આવી છે. એશિયા કપ માટે ભારતીય ટીમ પાકિસ્તાન પ્રવાસ પર ન આવવના લઇને પાકિસ્તાન ધમકી આપી રહ્યું હતું. હવે આ વિષય પર અરૂણ ધૂમલે સ્પષ્ટતા કરીને મોટું નિવેદન આપ્યું છે.

Asia Cup 2023: પાકિસ્તાન જશે ભારતીય ક્રિકેટ ટીમ? અરૂણ ધૂમલે આપી મોટી અપડેટ
Asia Cup India-Pakistan match in Sri Lanka

Follow us on

ક્રિકેટ જગતમાં એશિયા કપ 2023 (Asia Cup 2023) અને વર્લ્ડ કપ 2023 (World Cup 2023) ને લઇને સતત ભારત અને પાકિસ્તાન ચર્ચામાં રહ્યું છે. હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને ભારતે તેના જ અંદાજમાં જવાબ આપ્યો છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચેનો હાઇ વોલટેજ એશિયા કપનો મુકાબલો શ્રીલંકામાં રમાશે કારણ કે ભારતીય ક્રિકેટ ટીમ રોહિત શર્માના નેતૃત્વ માં પાકિસ્તાન જશે નહી અને આ વાતની સ્પષ્ટતા આઇપીએલ ચેરમેન અરૂણ ધૂમલે કરી દીધી છે.

ભારત-પાકિસ્તાન સંભવિત ફાઇનલ શ્રીલંકામાં રમાશે

આઇપીએલના ચેરમેન અરૂણ ધૂમલ હાલમાં દક્ષિણ આફ્રિકાના ડર્બનમાં છે અને ત્યાં આઇસીસીની મુખ્ય કાર્યકરોની બેઠકમાં તે ભાગ લેવા પહોંચ્યા છે. તેમણે સ્પષ્ટતા કરતા કહ્યુ કે બીસીસીઆઇ સચિવ જય શાહ અને પીસીબી પ્રમુખ જાકા અશરફની ગુરૂવારે યોજાનારી આઇસીસી બોર્ડની બેઠક અગાઉ મુલાકાત થઇ હતી જેથી એશિયા કપ 2023 ના કાર્યક્રમનો નિર્ણય થઇ શકે. બંને વચ્ચે યોજાયેલી બેઠક એશિયા કપના કાર્યક્રમને અંતિમ સ્વરૂપ આપવામાં મહત્વની રહી.

આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન
શ્રાદ્ધમાં આ સરળ ટીપ્સની મદદથી બનાવો દૂધપાક
આજનું રાશિફળ તારીખ : 20-09-2024
કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneમાં ઝડપથી થઈ જશે ચાર્જિંગ? ફોલો કરી લો બસ આ ટ્રિક

અરૂણ ધૂમલે ડરબનથી પીટીઆઇ સાથે વાત કરતા જણાવ્યું કે,” બીસીસીઆઇના સચિવ જય શાહે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રમુખ જાકા અશરફ સાથે મુલાકાત કરી હતી અને એશિયા કપના કાર્યક્રમને અંતિમ રૂપ આપ્યો હતો.

આ કાર્યક્રમ અગાઉ જે ચર્ચા થઇ હતી તેને અનુરૂપ છે અને તેના પર પહેલા પણ વાત થઇ ગઇ હતી. પાકિસ્તાનમાં લીગ સ્ટેજની ચાર મેચ રમાશે જે બાદ 9 મેચ શ્રીલંકામાં રમાશે. આમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ પણ સામેલ છે. ભારત અને પાકિસ્તાનની ટીમ વચ્ચે જો એશિયા કપની ફાઇનલ મેચ રમાઇ છે તો તે પણ શ્રીલંકામાં રમાશે. ”

આ પણ વાંચો: Wimbledon 2023: ભારતનો રોહન બોપન્ના ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યો તો નોવાક જોકોવિચની રેકોર્ડ જીત

ભારતીય ક્રિકેટ ટીમ નહીં જાય પાકિસ્તાન

અરૂણ ધૂમલે પાકિસ્તાન મીડિયામાં સતત ચાલી રહેલી અટકળો કે ભારતીય ક્રિકેટ ટીમ પાકિસ્તાન પ્રવાસ પર જશે તેને રદિયો આપ્યો હતો. પાકિસ્તાનના ખેલ મંત્રી અહસાન મજારી તરફથી આ અહેવાલો આવી રહ્યા હતા. ધૂમલે કહ્યુ હતુ કે,” આ રીતે ની કોઇ વાત નથી થઇ. ભારતીય ટીમ કે બીસીસીઆઇના સચિવ જય શાહ પાકિસ્તાન નહીં જાય. ફક્ત કાર્યક્રમ નકકી કરવામાં આવ્યો છે.”

આ પણ વાંચો: Ashes 2023 : મહિલાઓની એશિઝ શ્રેણીમાં ત્રણ ફોર્મેટ, પુરૂષોમાં ફક્ત ટેસ્ટ, બંનેમાં શું છે તફાવત?

દામ્બુલામાં યોજાઇ શકે છે ભારત-પાકિસ્તાન મેચ

રોહિત શર્માની કેપ્ટનસીમાં ભારતીય ક્રિકેટ ટીમ પાકિસ્તાનની ટીમ સામે શ્રીલંકાના દામ્બુલામાં રમી શકે છે. પાકિસ્તાન પોતાની ધરતી પર એકમાત્ર હોમ મેચ નેપાળ સામે રમશે. આ સિવાય પાકિસ્તાનમાં અફઘાનિસ્તાન વિ. બાંગ્લાદેશ, બાંગ્લાદેશ વિ. શ્રીલંકા અને શ્રીલંકા વિ. અફધાનિસ્તાનની મેચ રમાશે.

 

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article