Ravindra Jadeja : વનડેમાં 200 કે તેથી વધુ વિકેટ લેનાર ભારતનો સાતમો બોલર બન્યો ‘રવીન્દ્ર જાડેજા’
એશિયા કપ 2023માં રવીન્દ્ર જાડેજાએ બાંગ્લાદેશ સામે એક વિકેટ લેતા જ ખાસ રેકોર્ડ બનાવ્યો હતો, જાડેજાએ બાંગ્લાદેશના શમીમ હુસેનને આઉટ કરતાની સાથે જ વનડે ક્રિકેટમાં પોતાની 200 મિ વિકેટ પૂર્ણ કરી હતી. આવું કરનાર તે ભારતનો સાતમો બોલર બન્યો હતો. જાડેજા વનડેમાં 200 વિકેટ હાંસલ કરનાર ત્રીજો ભારતીય સ્પિનર પણ બની ગયો છે.
એશિયા કપ 2023 (Asia Cup 2023) ની સુપર-4 મેચમાં બાંગ્લાદેશ સામે ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા (Ravindra Jadeja) ને માત્ર એક જ વિકેટ મળી હતી, છતાં આ વિકેટ તેના માટે માઈલસ્ટોન સાબિત થઈ હતી. બાંગ્લાદેશના શમીમ હુસેનને લેગ બિફોર વિકેટ (LBW) આઉટ કરતાની સાથે જે તેણે ખાસ ક્લબમાં પોતાનું નામ સામેલ કરી લીધું હતું.
વનડેમાં જાડેજાની 200 વિકેટ
સ્ટાર ખેલાડી રવીન્દ્ર જાડેજાએ બાંગ્લાદેશના શમીમ હુસેનને આઉટ કરી તેની વનડે કારકિર્દીની 200 વિકેટ પૂર્ણ કરી હતી. જાડેજા વનડેમાં 200 કે તેથી વધુ વિકેટ લેનાર ભારતનો સાતમો બોલર બન્યો હતો. જાડેજા પહેલા કપિલ દેવ, અનિલ કુંબલે, જવાગલ શ્રીનાથ, અજીત અગરકર, ઝહીર ખાન અને હરભજન સિંહ 200થી વધુ વનડે વિકેટ ઝડપી ચૂક્યા છે.
A Special DOUBLE Hundred
Well done, Ravindra Jadeja!
Follow the match – https://t.co/OHhiRDZM6W#TeamIndia | #AsiaCup2023 | #INDvBAN pic.twitter.com/9RZE0SUSYL
— BCCI (@BCCI) September 15, 2023
વનડેમાં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય બોલરો
વનડે ક્રિકેટના ઈતિહાસમાં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય બોલરોમાં પહેલું નામ અનિલ કુંબલેનું છે. અનિલ કુંબલેએ વનડેમાં ટીમ ઈન્ડિયા તરફથી સૌથી વધુ 334 વિકેટ ઝડપી છે. ત્યારબાદ બીજા ક્રમે 315 વિકેટ સાથે જવાગલ શ્રીનાથ છે. વર્તમાન BCCI ચીફ સિલેક્ટર અજીત અગરકર 288 વિકેટ સાથે આ લિસ્ટમાં ત્રીજા ક્રમે છે. ઝહીર ખાન અને હરભજન સિંહ અનુક્રમે 269 અને 265 વિકેટ સાથે ચોથા અને પાંચમાં સ્થાને છે, જ્યારે કપિલ દેવે વનડેમાં 253 વિકેટ ઝડપી છે.
Ravindra Jadeja completed 200 wickets in ODIs pic.twitter.com/hdQWCfEVym
— ︎︎™ ❤️ (@MSDianMrigu) September 15, 2023
આ પણ વાંચો : IND vs BAN: રોહિત શર્માએ ‘ડબલ સેન્ચ્યુરી’ ફટકારીને તિલક વર્મા, સૂર્યકુમાર યાદવને શીખવ્યો પાઠ, જુઓ Video
વનડેમાં 200 વિકેટ લેનાર ત્રીજો ભારતીય સ્પિનર
વનડે અને ટેસ્ટ બંને ફોર્મેટમાં ભારતીય ટીમમાં અનેક સ્પિનરોએ મોટું નામ કર્યું છે. ખાસ કરીને ટેસ્ટમાં ભારતીય સ્પિન બોલરોનું હંમેશા પ્રભુત્વ રહ્યું છે. પરંતુ વનડે ફોર્મેટમાં ખૂબ ઓછા સ્પિન બોલરો છાપ છોડવામાં સફળ રહ્યા છે અને તેમ પણ 200થી વધુ વનડે વિકેટ લેવાની સિદ્ધિ તો માત્ર બે જ સ્પિન બોલરો અનિલ કુંબલે અને હરભજન સિંહના નામે હતી. આ લિસ્ટમાં હવે રવીન્દ્ર જાડેજાનું નામ પણ સામેલ થઈ ગયું છે. જાડેજા વનડેમાં 200 વિકેટ લેનાર માત્ર ત્રીજો ભારતીય સ્પિનર બની ગયો છે.