Asia Cup 2022: કેએલ રાહુલને લઈને મોટુ અપડેટ, એશિયા કપમાં રમવા અંગે આગામી સપ્તાહે લેવાશે નિર્ણય, જાણો કેમ?

|

Aug 10, 2022 | 11:19 AM

કેએલ રાહુલ (KL Rahul) IPL 2022 થી આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર છે. તે ગ્રોઈન ઈંજરીને લઈ દૂર થયો હતો. જે બાદ તે પણ કોરોનાની ઝપેટમાં આવી ગયો હતો.

Asia Cup 2022: કેએલ રાહુલને લઈને મોટુ અપડેટ, એશિયા કપમાં રમવા અંગે આગામી સપ્તાહે લેવાશે નિર્ણય, જાણો કેમ?
KL Rahul ને Asia Cup માટેની યાદીમાં સમાવ્યો છે

Follow us on

UAE માં 27 ઓગસ્ટથી શરૂ થઈ રહેલા એશિયા કપ (Asia Cup 2022) માટે ટીમ ઈન્ડિયાની પસંદગી કરવામાં આવી છે. 15 સભ્યોની ભારતીય ટીમ (Indian Cricket Team) માં એક નામ કેએલ રાહુલનું છે. પરંતુ, તે ટૂર્નામેન્ટ રમવા યુએઈ જશે કે નહીં, તે આવતા સપ્તાહે નક્કી થશે. તમે વિચારતા જ હશો કે હવે શું વાત છે? તો તેની પાછળનું કારણ કેએલ રાહુલ (KL Rahul) ની ફિટનેસ છે, જે હજુ પણ સવાલોના ઘેરામાં છે. અહેવાલ છે કે કેએલ રાહુલને ટીમ સાથે UAE જતા પહેલા ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે. BCCIની ટીમ NCAમાં રાહુલની ફિટનેસ ટેસ્ટ લેશે.

કેએલ રાહુલ આઈપીએલ 2022 થી આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર છે. તે જંઘામૂળની ઈજાથી દબાઈ ગયો હતો. જે બાદ તે પણ કોરોનાની ઝપેટમાં આવી ગયો હતો. NCAના સૂત્રોને ટાંકીને એક મીડિયા રીપોર્ટ્સમાં લખ્યું કે રાહુલ હવે સ્વસ્થ થઈ ગયો છે, પરંતુ તેની ફિટનેસની સત્તાવાર તપાસ થવાની બાકી છે. બીસીસીઆઈના ફિઝિયો સંભવતઃ આગામી સપ્તાહમાં રાહુલની ફિટનેસ ટેસ્ટ લેશે.

કેએલ રાહુલ ઈજાથી સ્વસ્થ, ફિટનેસ ટેસ્ટ બાકી છે

બીસીસીઆઈના સૂત્રોએ એક મીડિયા અહેવાલમાં જણાવ્યું કે કેએલ રાહુલ ઈજામાંથી સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયો છે. આ જ કારણ છે કે તેને ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે. પરંતુ પ્રોટોકોલ મુજબ અમારે તેની ફિટનેસ ચકાસવી પડશે. તે બેંગ્લોરમાં પોતાનો ફિટનેસ ટેસ્ટ આપશે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

જો કેએલ રાહુલ અનફિટ રહેશે તો શ્રેયસ અય્યર યુએઈ જશે

હવે સવાલ એ છે કે જો કેએલ રાહુલ ફિટનેસ ટેસ્ટમાં નાપાસ થાય અથવા તે 100% ફિટ ન હોય તો શું થશે. તો આ સ્થિતિમાં શ્રેયસ અય્યર UAEની ફ્લાઈટમાં તેના સ્થાને ટીમ સાથે એશિયા કપ રમવા જઈ શકે છે. તમને જણાવી દઈએ કે શ્રેયસ અય્યરને એશિયા કપની ટીમમાં સ્ટેન્ડબાય પ્લેયર તરીકે પસંદ કરવામાં આવ્યો છે.

રાહુલની ફિટનેસ પર કેમ ઉઠી રહ્યા છે સવાલ?

હવે સવાલ એ છે કે કેએલ રાહુલની ફિટનેસ પર સવાલો કેમ ઉઠી રહ્યા છે. આવું થવાના ઘણા કારણો છે. પ્રથમ, તે IPL 2022 થી આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર છે. જૂનમાં જ તેઓ જર્મની ગયા હતા અને સર્જરી કરાવી હતી. આમાંથી સ્વસ્થ થઈને તેણે જુલાઈમાં પ્રેક્ટિસ શરૂ કરી અને જ્યારે વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે પસંદગી શરૂ થઈ ત્યારે તેને કોરોના થઈ ગયો. આ તમામ કારણો છે જેના માટે રાહુલ માટે ફિટનેસ ટેસ્ટ પાસ કરવી જરૂરી છે.

Published On - 11:17 am, Wed, 10 August 22

Next Article