Ashes 2021: વંશિય ટિપ્પણીનો મામલો, ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઇકલ વોનને એશિઝ સિરીઝની કોમેન્ટ્રી પેનલમાંથી હાંકી કઢાયો!

|

Nov 24, 2021 | 8:11 PM

ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઈકલ વોન (Michael Vaughan) ને પેનલમાંથી હટાવવામાં આવતા એશિઝ શ્રેણીમાં કોમેન્ટ્રી કરી શકશે નહીં

Ashes 2021: વંશિય ટિપ્પણીનો મામલો, ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઇકલ વોનને એશિઝ સિરીઝની કોમેન્ટ્રી પેનલમાંથી હાંકી કઢાયો!
Michael Vaughan

Follow us on

વંશીય ટીપ્પણીના મામલાએ ઈંગ્લેન્ડ (England) ક્રિકેટને સંપૂર્ણપણે હચમચાવી દીધું છે અને હવે આ કાંડમાં સામેલ ખેલાડીઓ પર પણ તેની આડઅસર થવા લાગી છે. ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ વોને (Michael Vaughan) વંશીય ટિપ્પણીના કેસમાં નોકરી ગુમાવી દીધી છે. વાસ્તવમાં માઈકલ વોનને બીબીસી દ્વારા તેની કોમેન્ટ્રી પેનલમાંથી હટાવી દેવામાં આવ્યો છે. માઈકલ વોન આવતા મહિને શરૂ થનારી એશિઝ શ્રેણી (Ashes Series) માં કોમેન્ટ્રી કરવાનો હતો પરંતુ હવે તે તેમ કરી શકશે નહીં.

માઈકલ વોન વંશીય કેસમાં ફસાયા બાદ બીબીસીએ આ મોટો નિર્ણય લીધો છે. યોર્કશાયરના ભૂતપૂર્વ કેપ્ટન પર સ્પિનર ​​અઝીમ રફીકે (Azim Rafiq) વંશીય ટિપ્પણીનો આરોપ લગાવ્યો હતો. માઈકલ વોન પર આરોપ છે કે તેણે 2009માં એક મેચ દરમિયાન અઝીમ રફીક પર વંશીય ટિપ્પણી કરી હતી. પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર નાવેદ-ઉલ-હસન રાણાએ પણ આ વિશે કહ્યું હતું કે તેણે માઈકલ વોનને જાતિવાદી ટિપ્પણી કરતા સાંભળ્યા છે.

 

IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા

માઈકલ વોને નોકરી ગુમાવી અને સન્માન પણ!

ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ વોનને કોમેન્ટ્રી પેનલમાંથી હટાવવા પર બીબીસીએ કહ્યું, ‘માઈકલ વોન ક્રિકેટમાં એક અલગ જ સ્ટોરી સાથે સંકળાયેલા છે. સંપાદકીય કારણોસર માઈકલ વોનનું એશિઝ માટે અમારી ટીમમાં હોવું યોગ્ય નથી લાગતું.

 

વોન વંશીય આરોપોને નકારે છે

માઈકલ વોન પોતાની સામેના વંશીય ટિપ્પણીના આરોપોને સખત રીતે નકારી કાઢે છે. વોને કહ્યું, ‘આ આરોપોથી મને ઘણું દુઃખ થયું છે. જાણે કોઈએ મને માથા પર ઈંટ મારી હોય. હું છેલ્લા 30 વર્ષથી ક્રિકેટ સાથે જોડાયેલો છું અને મારી સામે આવો મામલો ક્યારેય આવ્યો નથી. આ આરોપો ક્યાંથી હવામાં આવ્યા તે ખબર નથી. હું આ આરોપોને સખત રીતે નકારી કાઢું છું. તમને જણાવી દઈએ કે માઈકલ વોન ઈંગ્લેન્ડના આઈકોનિક કેપ્ટનોમાંથી એક છે. 2004માં, વોનની કપ્તાની હેઠળ, ઈંગ્લેન્ડે 18 વર્ષ પછી એશિઝ શ્રેણી જીતી.

વોને તેની પ્રોફેશનલ ક્રિકેટ કારકિર્દીમાં 45 સદી ફટકારી હતી. વોને 82 ટેસ્ટ મેચોમાં 41.44ની એવરેજથી 5719 રન બનાવ્યા છે. વોને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 16 હજારથી વધુ રન બનાવ્યા છે. પરંતુ વોનના આ આંકડા અને તેની સિદ્ધિઓ અઝીમ રફીકના આરોપો બાદ પડી ભાંગી છે.

આ પણ વાંચોઃ IND vs NZ: ટીમ ઇન્ડિયાના ફુડ મેનુમાં હલાલ મીટ મામલે BCCI ની સામે આવી સ્પષ્ટતા, અરુણ ધૂમલે કહ્યુ ખેલાડીઓ ભોજનને લઇ સ્વતંત્ર છે

આ પણ વાંચોઃ IND vs NZ: રાહુલ દ્રવિડે પહેલા બોલરો સામે બેટીંગ કરીને પ્રેકટિસ કરાવી હવે ઓફ સ્પિન બોલીંગ કરીને કાનપુર ટેસ્ટની તૈયારીઓ કરાવી, જુઓ Video

Published On - 8:06 pm, Wed, 24 November 21

Next Article