Arshdeep Singh: અર્શદીપ સિંહના વિકિપીડિયા પેજ પર ‘ખાલિસ્તાની’ કનેક્શન કોણે ઉમેર્યું? IT મંત્રાલય દ્વારા વિકિપીડિયાને નોટિસ મોકલવામાં આવી

|

Sep 05, 2022 | 2:03 PM

અર્શદીપ (Arshdeep Singh)ને બદનામ કરવાનું કાવતરું પાકિસ્તાનમાં જ ઘડવામાં આવ્યું હતું. પાકિસ્તાને તેમના વિકિપીડિયા પેજ પર ઘૃણાસ્પદ કામ કર્યું છે.

Arshdeep Singh: અર્શદીપ સિંહના વિકિપીડિયા પેજ પર ખાલિસ્તાની કનેક્શન કોણે ઉમેર્યું? IT મંત્રાલય દ્વારા વિકિપીડિયાને નોટિસ મોકલવામાં આવી
અર્શદીપ સિંહના વિકિપીડિયા પેજ પર 'ખાલિસ્તાની' કનેક્શન કોણે ઉમેર્યું
Image Credit source: Twitter

Follow us on

Arshdeep Singh: એશિયા કપ-2022 (Asia Cup-2022)ના સુપર-4 તબક્કામાં રવિવારે ભારત-પાકિસ્તાન વચ્ચે મુકાબલો થયો હતો. પાકિસ્તાને અહીં ટીમ ઈન્ડિયાને પાંચ વિકેટે હરાવ્યું હતું. જ્યારે આ મેચ નાજુક વળાંક પર હતી, તે સમયે ટીમ ઈન્ડિયાના યુવા બોલર અર્શદીપ સિંહનો એક કેચ ચૂકી ગયો હતો. જેના માટે તેની ખૂબ ટીકા થઈ રહી છે, પાકિસ્તાન વિરૂદ્ધ ટીમ ઈન્ડિયાના યુવા ખેલાડી અર્શદીપ સિંહે ભૂલ કરી અને કેચ છોડ્યો. પરંતુ આ મુદ્દો હવે મોટો થઈ ગયો છે, કારણ કે તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવ્યો હતો અને વિકિપીડિયા પેજ (Wikipedia Page) પર ખાલિસ્તાની ઉમેરવામાં આવ્યો હતો. આ મામલે હવે ભારત સરકારે વિકિપીડિયા પાસેથી જવાબ માંગ્યો છે.

આશ્ચર્યજનક રીતે, વિકિપીડિયા પર અર્શદીપ સિંહના પેજ પર કેટલાક ફેરફારો કરવામાં આવ્યા હતા અને ‘ખાલિસ્તાની’ સંગઠનની લિંક હતી. હવે આ મામલે ભારત સરકાર સક્રિય બની છે અને IT મંત્રાલય દ્વારા વિકિપીડિયાને નોટિસ મોકલવામાં આવી છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

 

આસિફ અલીનો કેચ છોડ્યો

પ્રથમ બેટિંગ કરતા ભારતે પાકિસ્તાનને 182 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જે પાકિસ્તાને એક બોલ પહેલા જ હાંસલ કરી લીધો હતો. આ હાઈ-વોલ્ટેજ મેચમાં અર્શદીપે 18મી ઓવરના ત્રીજા બોલ પર આસિફ અલીનો કેચ છોડ્યો હતો અને આ કારણથી તેને હારનો દોષી માનવામાં આવી રહ્યો છે, જ્યારે છેલ્લી ઓવરમાં અર્શદીપે આસિફને ફસાવીને મેચને વધુ રોમાંચક બનાવી દીધી હતી, તે વાત નક્કર છે.

 

 

વિકિપીડિયા પેજને એડિટ કરવામાં આવ્યું

જો કે, તેના શાનદાર પ્રદર્શનને ભૂલીને, ટ્રોલર્સ તેની એક ભૂલ પકડીને બેસી ગયા અને ઉગ્ર બન્યા છે. મામલો ત્યારે વધુ વકર્યો જ્યારે તેને ખાલિસ્તાની કહેવામાં આવ્યો અને તેને વાયરલ કરવા માટે તેના વિકિપીડિયા પેજને એડિટ કરવામાં આવ્યું. તેના થોડા સમય બાદ આ સમગ્ર મામલે પાકિસ્તાનનું નામ સામે આવ્યું હતું. અર્શદીપના વિકિપીડિયા પેજના સ્ક્રીનશોટ વાયરલ થઈ રહ્યા છે, જેમાં ખાલિસ્તાની શબ્દ સાથે છેડછાડ કરવામાં આવી છે. પેજ એડિટ કરનાર વ્યક્તિનું લોકેશન પાકિસ્તાન જણાવવામાં આવી રહ્યું છે.

Next Article