
અનાયા બાંગર કોણ છે? આ સવાલનો જવાબ તો મળી ચૂક્યો છે પરંતુ છોકરામાંથી છોકરી બનેલી અનાયા બાંગર કેટલી ભણેલી-ગણેલી છે. આ સવાલનો જવાબ હવે મળી ચૂક્યો છે. તે MA પાસ છે આ વિશે ખુદે ખુલાસો કર્યો છે.પરંતુ ચોંકાવનારી વાત એ છે કે, તેમણે MA પાસ કર્યું નથી. પરંતુ કઈ રીતે ? અનાયા બાંગર હાલમાં રાઈઝ એન્ડ ફોલ નામના એક રિયાલિટી શોમાં જોવા મળી રહી છે. જેમાં તેમણે પોતાના MA પાસ કરવા પાછળની સ્ટોરી જણાવી હતી.
ભારતના પૂર્વ ક્રિકેટર સંજય બાંગરની દીકરી અનાયા બાંગરનો એક વીડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જે રાઈઝ એન્ડ ફોલ રિયાલિટી શો સાથે જોડાયેલ છે. આ વીડિયો ક્લિપમાં અનાયા બાાંગર પોતાના MA પાસ કરવા વિશે જણાવી રહી છે. જ્યારે તે સાચી હકીકત કહે છે. તે સમયે અન્ય સ્પર્ધકો પણ હાજર હતા. જેમાંથી એક સ્પર્ધકે અનાયાને કહ્યું આટલું સાચું પણ બોલવું જોઈએ નહી.
અનાયા બાંગરે જણાવ્યું કે, તેનું દરેક કામ CHAT GPT દ્વારા થાય છે. તેમાંથી તેમણે એમ એ પાસ કર્યું છે. આટલું સાંભળ્યા બાદ શોના તમામ સ્પર્ધકો હેરાન રહી ગયા હતા. અનાયા બાંગરે ફરી આગળ કહ્યું કે,તે રિયલમાં ક્રિકેટર જ છે.
અનાયા બાંગર યશસ્વી જ્યસ્વાલ અને સરફરાઝ ખાન જેવા ક્રિકેટર સાથે રમી ચૂકી છે. આ એ સમયની વાત છે જ્યારે તેની આર્યન બાંગર તરીકે ઓળખ હતી. હવે તે છોકરામાંથી છોકરી બની ચૂકી છે. તો પોતાના ક્રિકેટ પ્રેક્ટિસના તમામ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતી રહે છે.
અનાયા બાંગરે ઇન્સ્ટાગ્રામ પર તેના રિયાલિટી શો સાથે જોડાયેલી એક પોસ્ટ પણ શેર કરી છે, જેમાં તેણે પોતાની રીતે જીવનમાં પડવાનો અર્થ સમજાવ્યો છે. અનાયાના મતે, પડવાનો અર્થ બધું ગુમાવવાનો નથી. તેના બદલે, પહેલા કરતાં વધુ હિંમત સાથે ઉભા થવું પડે છે.રાઇઝ એન્ડ ફોલમાં જતા પહેલા, અનન્યા બાંગર બિગ બોસમાં જશે તેવી અટકળો ચાલી રહી હતી. પરંતુ તે વાતો માત્ર અફવાઓ સાબિત થઈ.