
Anaya Bangar eye on return in cricket : અનાયા બાંગરે ક્રિકેટમાં વાપસીના નિર્ણય વિશે પહેલી વખત ખુલીને વાત કરી છે. તેમણે આને લઈ ઈન્સ્ટાગ્રામ પર વીડિયો પણ પોસ્ટ કર્યો હતો. જેમાં તેમણે કહ્યું હતુ કે, તૈયાર રહો. તે ક્રિકેટમાં વાપસી કરવા જઈ રહી છે. અનાયા હવે પાતના આ નિર્ણય પર મહેનતમાં લાગી છે. તેમણે આની શરુઆત પણ કરી છે. અનાયાની ક્રિકેટમાં વાપસીને ધ્યાનમાં રાખી ચાલી રહેલી તૈયારીઓનો પહેલો વીડિયો પણ સામે આવ્યો છે.
અનાયા બાંગર જો ક્રિકેટમાં વાપસી કરે છે તો છોકરામાંથી છોકરી બન્યા બાદ આ પહેલી વખત હશે, જે ક્રિકેટ રમતી જોવા મળશે. તેમણે એક વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. આ વખતે આર્યન નહી પરંતુ અનાયા બાંગર બની ક્રિકેટની ફીલ્ડ પર ઉતરશે.
હવે સવાલ એ છે કે, અનાયા બાંગરની ક્રિકેટ ફીલ્ડ પર વાપસીની તૈયારીનો એક વીડિયો સામે આવ્યો છે. અનાયા બાંગરનો આ વીડિયો જિમમાં તે પરસેવો પાડી રહી છે. વીડિયોમાં અનાયા વર્કઆઉટ કરતી જોવા મળે છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે, તે જિમમાં પોતાના ફિટનેસ પર કેવી રીતે કામ કરી રહી છે.જિમમાં પરસેવો પાડ્યા બાદ તેમણે એક પડકાર પણ આપ્યો છે. જિમમાં પરસેવો પાડ્યા બાદ ખુબ સફળ રહી છે. અનાયાએ જે પડકાર લીધો છે. તે સિંગલ લેગ સ્કવૈટનો છે. અનાયા બાંગરના આ વીડિયોની શરુઆત આ ચેલેન્જથી થાય છે.
અનાયા બાંગર ભારતનો પૂર્વ ક્રિકેટર સંજય બાંગરની દીકરી છે. તેની પહેલી ઓળખ આર્યન બાંગર તરીકે હતી. જે એક લેફ્ટ આર્મ સ્પિન ઓલરાઉન્ડર હતો. પરંતુ આ વર્ષે ટ્રાન્સફોર્મેશન કર્યું છે. તેમણે પોતાનું જેન્ડર બદલવાની સાથે નામ પણ બદલ્યું છે. અનાયા બાંગર રાખ્યું છે. આ વર્ષે જુલાઈ મહિનામાં અનાયાએ પોતાની બ્રેસ્ટ સર્જરી કરી હતી.