IPLના પૂર્વ ખેલાડીને મેચ ફિક્સ કરવા બદલ 40 લાખની ઓફરનાં પગલે ચકચાર મચી ગઈ

|

Jan 18, 2022 | 10:52 AM

ક્રિકેટને હંમેશા અનિશ્ચિતતાઓની રમત માનવામાં આવે છે અને ભારતમાં ક્રિકેટ કોઈ ધર્મથી ઓછું નથી, પરંતુ ક્રિકેટ પણ ખરાબ ડાઘથી કલંકિત થઈ ગયું છે. ખેલાડીઓ મેચ ફિક્સિંગમાં ફસાઈ જાય છે અને બદનામ ક્રિકેટ થાય છે. આવો જ એક કિસ્સો એક પૂર્વ IPL ખેલાડી પર જોવા મળ્યો છે. આ ખેલાડીને પૈસાની ઓફર કરવામાં આવી ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ […]

IPLના પૂર્વ ખેલાડીને મેચ ફિક્સ કરવા બદલ 40 લાખની ઓફરનાં પગલે ચકચાર મચી ગઈ
Symbolic Image

Follow us on

ક્રિકેટને હંમેશા અનિશ્ચિતતાઓની રમત માનવામાં આવે છે અને ભારતમાં ક્રિકેટ કોઈ ધર્મથી ઓછું નથી, પરંતુ ક્રિકેટ પણ ખરાબ ડાઘથી કલંકિત થઈ ગયું છે. ખેલાડીઓ મેચ ફિક્સિંગમાં ફસાઈ જાય છે અને બદનામ ક્રિકેટ થાય છે. આવો જ એક કિસ્સો એક પૂર્વ IPL ખેલાડી પર જોવા મળ્યો છે.

આ ખેલાડીને પૈસાની ઓફર કરવામાં આવી

ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ ભૂતપૂર્વ IPL અને રણજી ટ્રોફી (Ranji Trophy) ખેલાડી રાજગોપાલ સતીશે (Rajgopal Satish)આરોપ લગાવ્યો છે કે મેચ ફિક્સિંગ (Match Fixing) માટે તેને Instagram પર 40 લાખ રૂપિયાની ઓફર કરવામાં આવી હતી, અને સતીશે આ સંદર્ભે (Bengaluru) પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. સતીષનો દાવો છે કે, તેણે પૈસાની ઓફર તરત જ ઠુકરાવી દીધી છે.

બીસીસીઆઈને માહિતી આપવામાં આવી

પોલીસને જાણ કરતા પહેલા રાજગોપાલ સતીશે(Rajgopal Satish) આ મામલે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ને પણ જાણ કરી છે. BCCIની ભ્રષ્ટાચાર વિરોધી અને સુરક્ષા એજન્સી પાસે શોધ અને તપાસ કરવાની સત્તા નથી, તેથી મામલો પોલીસને સોંપવામાં આવ્યો છે. પોલીસે કહ્યું છે કે 3 જાન્યુઆરીએ આનંદ નામના વ્યક્તિએ સતીશને ઈન્સ્ટાગ્રામ (Instagram) પર 40 લાખ રૂપિયા આપવાની લાલચ આપી હતી અને કહ્યું હતું કે, બે ખેલાડીઓએ ઓફર સ્વીકારી લીધી છે, પરંતુ રાજગોપાલ સતીષે આ ઓફર સ્વીકારી હતી. પોલીસે આરોપીઓને પકડવા માટે વિશેષ ટીમ બનાવી છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

સતીશ આઈપીએલનો હિસ્સો રહી ચૂક્યો છે

રાજગોપાલ સતીશ 41 વર્ષના છે અને તેઓ તમિલનાડુ (Tamil Nadu)ના રહેવાસી છે. તમિલનાડુ ઉપરાંત તે આસામ તરફથી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ(first class cricket)માં પણ રમી ચૂક્યો છે. રાજગોપાલ સતીશ IPLમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR), મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) અને પંજાબ કિંગ્સ (Punjab Kings)નો ભાગ રહી ચુક્યા છે. તે ઈન્ડિયન ક્રિકેટ લીગમાં પણ રમી ચૂક્યો છે. હવે તમિલનાડુ પ્રીમિયર લીગ (TNPL)માં ચેપોક સુપર ગિલીઝ માટે રમે છે અને એવું માનવામાં આવે છે કે, સતીષને આ ટુર્નામેન્ટમાં મેચ સેટલ કરવા માટે પૈસાની ઓફર કરવામાં આવી હતી.

Published On - 10:52 am, Tue, 18 January 22

Next Article