IPL 2022 પહેલા BCCI અને તમામ ફ્રેન્ચાઇઝી વચ્ચે ફુટ પડી

|

Mar 07, 2022 | 11:57 PM

IPL 2022 ની શરૂઆત 26 માર્ચથી થશે. જેમાં પહેલી મેચ ચેન્નઇ સુપર કિંગ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે રમાશે. લીગમાં કુલ 74 મેચ 65 દિવસ સુધી રમાશે.

IPL 2022 પહેલા BCCI અને તમામ ફ્રેન્ચાઇઝી વચ્ચે ફુટ પડી
Tata IPL 2022 Trophy (PC: IPL)

Follow us on

IPLની 15મી સિઝન થોડા દિવસોમાં શરૂ થઇ રહી છે અને ચાહકો આ ટૂર્નામેન્ટની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. રણજી ટ્રોફીમાં લીગનો તબક્કો તાજેતરમાં પૂરો થયો અને ત્યાંથી તમામ ખેલાડીઓ વિવિધ ટ્રેનિંગ કેમ્પ માટે મહારાષ્ટ્ર પહોંચશે. ભારતીય ખેલાડીઓ પ્રેક્ટિસ સેશન શરૂ કરવા માટે 12 માર્ચ સુધીમાં આવવાના હતા, પરંતુ હવે તેમાં વિલંબ થઈ શકે છે, જેના કારણે IPL (IPL 2022) ની ફ્રેન્ચાઇઝીઓ નારાજ છે. IPL 2022 ટુર્નામેન્ટ 26 માર્ચથી શરૂ થવાની છે, ફ્રેન્ચાઇઝીઓ ઇચ્છે છે કે તેમના ખેલાડીઓ ઓછામાં ઓછા બે અઠવાડિયા અગાઉ ટીમમાં જોડાય.

જો કે, BCCI દ્વારા બેંગ્લોરમાં આશરે 25 ખેલાડીઓ માટે તાજેતરમાં આયોજીત 10 દિવસીય કેમ્પના કારણે, ખેલાડીઓ 15 માર્ચ સુધી તેમની ફ્રેન્ચાઇઝીમાં જોડાઈ શકશે. આનો અર્થ એ છે કે જો કોઈ ખેલાડી 15 માર્ચ સુધી તેની ફ્રેન્ચાઇઝીમાં જોડાય છે, તો તેણે ત્રણ દિવસ સુધી ક્વોરેન્ટાઇનમાં રહેવું પડશે અને તે પછી તે 18 માર્ચથી ફ્રેન્ચાઇઝી દ્વારા આયોજિત કેમ્પનો ભાગ બની શકશે. આ કારણથી કેટલીક ફ્રેન્ચાઈઝીઓએ નારાજગી વ્યક્ત કરી છે.

હવે થોડા દિવસ કેટલાક ખેલાડીઓએ NCA માં ક્વોરન્ટાઇન રહેવું પડશે

મળતી માહિતી પ્રમાણે, લીગની શરૂઆતના બે અઠવાડિયા પહેલા ખેલાડીઓ તેમના કેમ્પમાં હાજર ન હોવાને કારણે આ મામલો ફ્રેન્ચાઈઝી દ્વારા આઈપીએલના ચેરમેન બ્રિજેશ પટેલ અને સીઈઓ હેમાંગ અમીન સમક્ષ ઉઠાવવામાં આવ્યો છે. જેના કારણે બીસીસીઆઈના સૂત્રો અને ફ્રેન્ચાઈઝીઓ વચ્ચે અણબનાવ થયો છે અને મામલો ઉકેલવા માટે ચર્ચાઓ થઈ છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

ફ્રેન્ચાઇઝી અને BCCIના સૂત્રોએ એક કરાર કર્યો હતો કે IPL બાયો બબલમાં પ્રવેશતા પહેલા જરૂરી ત્રણ દિવસનો ક્વોરન્ટાઇનનો સમય દૂર કરવા માટે બેંગલોર કેમ્પના ખેલાડીઓને તેમના અંતિમ પાંચ દિવસ માટે સમાન બાયો બબલ વાતાવરણમાં રાખવામાં આવશે. જે પછી ખેલાડીઓ 15 માર્ચ સુધી પોતપોતાની ફ્રેન્ચાઈઝીના બાયો બબલમાં જોડાઈ શકશે અને તેઓએ ત્યાં ક્વોરેન્ટાઈનમાં રહેવું પડશે નહીં.

આ પણ વાંચો : રવિચંદ્રન અશ્વિને રેકોર્ડ તોડ્યા બાદ કપિલ દેવે આપ્યું મોટુ નિવેદન

આ પણ વાંચો : PAK vs AUS: સ્ટીવ સ્મિથે રાવલપિંડીની પિચ પર પ્રતિક્રિયા આપતા તેને ડેડ ગણાવી હતી

Published On - 11:54 pm, Mon, 7 March 22

Next Article