અહેમદ શહજાદનું માનવું છે કે પોતાની બાયોપિકમાં બ્રાડ પિટ શાનદાર પાત્ર ભજવી શકે છે, લોકોએ ટ્વિટર પર તેની મજાક ઉડાવી

|

Jul 09, 2022 | 2:35 PM

Cricke : તાજેતરના એક ઈન્ટરવ્યુમાં પાકિસ્તાની પત્રકારે પાકિસ્તાની બેટ્સમેનને એક પ્રશ્ન પૂછ્યો હતો કે જો તેના જીવન પર ફિલ્મ બનાવવામાં આવે તો તે અહેમદ શહજાદ તરીકે કોને જોવાનું પસંદ કરશે?

અહેમદ શહજાદનું માનવું છે કે પોતાની બાયોપિકમાં બ્રાડ પિટ શાનદાર પાત્ર ભજવી શકે છે, લોકોએ ટ્વિટર પર તેની મજાક ઉડાવી
Ahmed Shehzad (File Photo)

Follow us on

પાકિસ્તાનનો ધમાકેદાર બેટ્સમેન અહેમદ શહેઝાદ (Ahmed Shehzad) છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. તાજેતરમાં તેણે કહ્યું હતું કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) અને મેનેજમેન્ટે તેને વધુ તક ન આપી અને તેને ટીમમાંથી કાઢી મૂક્યો. હવે તેમના વધુ એક નિવેદનથી સ્થિતિ બદલાઈ ગઈ છે. તાજેતરના એક ઈન્ટરવ્યુમાં પાકિસ્તાની પત્રકાર સૈયદ યાહ્યા હુસૈનીએ પાકિસ્તાની બેટ્સમેનને એક પ્રશ્ન પૂછ્યો હતો કે જો તેના જીવન પર ફિલ્મ બનાવવામાં આવે તો તે અહેમદ શહજાદ તરીકે કોને જોવાનું પસંદ કરશે? શહઝાદે જવાબ આપ્યો કે તે ઈચ્છે છે કે બ્રાડ પિટ આ રોલ કરતા જોવા મળે.

તે સાચું છે… અહેમદ શહેઝાદની ભૂમિકા ભજવવા માટે એક અભિનેતામાં સારો અભિનય હોવો જોઈએ. આ સવાલ-જવાબની વીડિયો ક્લિપ હુસૈનીએ તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ કર્યો હતો. ત્યારબાદ ઘણા ચાહકો અને લોકોએ પોતપોતાની પ્રતિક્રિયાઓ વ્યક્ત કરી હતી. કોઇએ કોમેન્ટ કરી કે, ‘તે એટલા માટે છે કારણ કે બ્રાડ પિટ ક્રિકેટમાં તેટલો સારો નથી, જ્યારે અન્યએ કોમેન્ટ કરી કે, ‘તે સાચું છે… અહેમદ શહેઝાદની ભૂમિકા ભજવવા માટે એક અભિનેતા પાસે સારો અભિનય હોવો જોઈએ.’

જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-05-2024
અમિત શાહે આપી શેરબજારની મોટી ટીપ, લોકસભામાં ભાજપની જીત બાદ આ 5 સ્ટોક થશે શૂટ અપ
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો

અહેમદ શહેઝાદે હાલમાં જ એક નિવેદન આપ્યું હતું કે, પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર વકાર યુનિસે તેની ક્રિકેટ કારકિર્દી બરબાદ કરી દીધી હતી. વર્ષ 2016માં વકાર યુનિસે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ને એક રિપોર્ટ આપ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે જો અહેમદ શહેઝાદ અને ઉમર અકમલ રાષ્ટ્રીય ટીમમાં પાછા ફરવા માગે છે. તો તેમને ઘરેલુ ક્રિકેટ રમવું પડશે.

અહેમદ શહેઝાદે ક્રિકેટ પાકિસ્તાનને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, મેં તે રિપોર્ટ્સ જાતે જોયા નથી. પરંતુ પીસીબીના એક અધિકારીએ કહ્યું હતું કે મારા પર આ આરોપો લગાવવામાં આવ્યા છે. મને લાગે છે કે આપણે આ વિશે રૂબરૂ વાત કરવી જોઈતી હતી અને હું આ પડકાર લેવા તૈયાર છું. પછી ખબર પડશે કે કોણ સાચું છે અને કોણ ખોટું.

Twitter પર લોકો દ્વારા કરવામાં આવેલી રમુજી કોમેન્ટ્સ

 

 

 

 

Next Article