વૈભવ સૂર્યવંશી બાદ વધુ એક 14 વર્ષનો ખેલાડી આવ્યો મેદાનમાં, બેવડી સદી ફટકારી મચાવ્યો કહેર

14 વર્ષનો વૈભવ સૂર્યવંશી IPL 2025માં રાજ કરી રહ્યો છે. તેણે પોતાની વિસ્ફોટક બેટિંગથી બધાનું ધ્યાન ખેંચ્યું છે. આ દરમિયાન, બીજા એક 14 વર્ષના ખેલાડીએ તોફાની ઈનિંગ રમી છે અને બેવડી સદી ફટકારીને પોતાની ટીમને ચેમ્પિયન બનાવી છે. વધુ એક 14 વર્ષના ખેલાડીએ ક્રિકેટ જગતનું ધ્યાન ખેંચ્યું છે. જાણો કોઈ છે આ બીજો વૈભવ સૂર્યવંશી.

વૈભવ સૂર્યવંશી બાદ વધુ એક 14 વર્ષનો ખેલાડી આવ્યો મેદાનમાં, બેવડી સદી ફટકારી મચાવ્યો કહેર
14 year old Mohammad Kaifs double century
Image Credit source: PTI
| Updated on: May 26, 2025 | 9:33 PM

IPL 2025માં સમસ્તીપુરનો યુવા ક્રિકેટર વૈભવ સૂર્યવંશી ચર્ચામાં છે. વૈભવ સૂર્યવંશી IPLમાં રમનાર સૌથી યુવા ખેલાડી છે. આ સાથે, તે આ લીગમાં સદી ફટકારનાર સૌથી યુવા બેટ્સમેન પણ છે. તેણે તાજેતરમાં ગુજરાત ટાઈટન્સ સામે માત્ર 35 બોલમાં સદી ફટકારી હતી, જે આ લીગમાં કોઈપણ ભારતીય દ્વારા ફટકારવામાં આવેલી સૌથી ઝડપી સદી પણ છે. આવી સ્થિતિમાં, વૈભવ સૂર્યવંશીને ભારતીય ક્રિકેટનું ભવિષ્ય માનવામાં આવી રહ્યું છે. આ બધા વચ્ચે, વધુ એક 14 વર્ષના ખેલાડીએ ક્રિકેટ જગતનું ધ્યાન ખેંચ્યું છે.

14 વર્ષનો વિસ્ફોટક ખેલાડી

BCCI અંડર-14 રાજ સિંહ ડુંગરપુર સેન્ટ્રલ ઝોન ટ્રોફીમાં 14 વર્ષના ખેલાડીએ શાનદાર પ્રદર્શન કર્યું અને બધાનું ધ્યાન ખેંચ્યું હતું. આ ટુર્નામેન્ટની ફાઈનલ મેચ ઉત્તર પ્રદેશ અને વિદર્ભની ટીમો વચ્ચે રમાઈ હતી, અહીં ઉત્તર પ્રદેશે ટાઈટલ જીત્યું હતું. ઉત્તર પ્રદેશની આ જીતનો હીરો 14 વર્ષનો યુવા ક્રિકેટર મોહમ્મદ કૈફ હતો. તેણે ફાઈનલ મેચમાં બેવડી સદી ફટકારી, તેની ટીમને એકતરફી વિજય અપાવ્યો અને તે ચર્ચામાં આવ્યો.

 

મોહમ્મદ કૈફે 250 રનની ઈનિંગ રમી

રાજ સિંહ ડુંગરપુર સેન્ટ્રલ ઝોન ટ્રોફીની ફાઈનલ મેચ 3 મે થી 5 મે દરમિયાન રમાઈ હતી. આ મેચમાં યુપીની ટીમે પ્રથમ બેટિંગ કરીને 103.1 ઓવરમાં નવ વિકેટે 502 રન બનાવીને ઈનિંગ ડિકલેર કરી હતી. આ દરમિયાન મોહમ્મદ કૈફે 280 બોલનો સામનો કરીને 250 રનની અણનમ ઈનિંગ રમી. તેની ઈનિંગમાં 19 ચોગ્ગા અને 12 છગ્ગાનો સમાવેશ થતો હતો. દરમિયાન, વિદર્ભનો પ્રથમ દાવ 64.2 ઓવરમાં 194 રનમાં ઓલઆઉટ થઈ ગયો. વિદર્ભ માટે ટીમના કેપ્ટન મલ્હાર મનોજે સૌથી વધુ 132 રન બનાવ્યા હતા.

મોહમ્મદ કૈફના પિતા મજૂરી કરે છે

દૈનિક જાગરણના અહેવાલ મુજબ, મોહમ્મદ કૈફના પિતા મુન્ના મજૂરી કરે છે. તે 7 ભાઈ-બહેનોમાં સૌથી નાનો છે. મોહમ્મદ કૈફે 7 વર્ષની ઉંમરે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું. તાજેતરમાં કાનપુરમાં યોજાયેલી ટ્રાયલના આધારે મોહમ્મદ કૈફને યુપીની અંડર-14 ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. આ ઈનિંગ પછી હવે કૈફ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યો છે.

આ પણ વાંચો: Breaking News : મહેસાણાના ખેલાડીની ધોનીની ટીમમાં એન્ટ્રી, 28 બોલમાં સદી ફટકારનાર ગુજરાતી ક્રિકેટરને CSK એ ટીમમાં કર્યો સામેલ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 5:11 pm, Tue, 6 May 25