WTC 2023 ફાઈનલ પછી ટીમ ઈન્ડિયાને એક મહિનાની રજા મળશે

|

Jun 06, 2023 | 1:20 PM

WTC 2023 ફાઈનલ બાદ ટીમ ઈન્ડિયાને એક મહિનાની રજા મળવા જઈ રહી છે. ભારતીય ટીમ એક મહિના સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતી જોવા નહીં મળે, કારણ કે સિરીઝનું શેડ્યૂલ હતું, જે મુલતવી રાખવામાં આવ્યું છે.

WTC 2023 ફાઈનલ પછી ટીમ ઈન્ડિયાને એક મહિનાની રજા મળશે

Follow us on

World Test Championship 2023 Final : ભારતીય ક્રિકેટ ટીમે 7 જૂનથી 11 જૂન દરમિયાન ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023ની ફાઇનલ મેચ રમવાની છે. ભારતીય ખેલાડીઓ IPL 2023માં વ્યસ્ત હતા અને હવે તેમને સીધા WTCની ફાઈનલ રમવાની છે. જો કે, આ પછી ભારતીય ટીમને એક લાંબો બ્રેક મળવાનો છે, કારણ કે આવનારા સમયમાં ભારતીય ટીમે ઘણું ક્રિકેટ રમવાનું છે, જેમાં એશિયા કપ 2023 અને વર્લ્ડ કપ 2023 જેવી ટૂર્નામેન્ટ સામેલ છે.

આ પણ વાંચો : WTC ફાઈનલ પહેલા ઓસ્ટ્રેલિયન ટીમ સાથે જોડાયો આ દિગ્ગજ ખેલાડી, ભારતીય બોલરોની લઈ ચૂક્યો છે ક્લાસ

ટીમ ઈન્ડિયાને એક મહિનાની રજા

ભારતીય ટીમ સૌથી વધુ 12 જૂન સુધી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રમશે. જો મેચ રિઝર્વ ડે પર રમાશે તો જ આ શક્ય બનશે, કારણ કે મેચ 11 જૂન સુધી જ ચાલશે. આ પછી ટીમ ઈન્ડિયાને એક મહિનાની રજા મળવા જઈ રહી છે. આ દરમિયાન ભારતીય ટીમ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં જોવા નહીં મળે. ભારતીય ટીમ 12 જૂનથી 11 જુલાઈ સુધી ફ્રી રહેશે, કારણ કે વચ્ચે સિરીઝ હતી, જે હવે મુલતવી રાખવામાં આવી છે.

કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1

આ પણ વાંચો : Photos : બનાસકાંઠામાં ધોતી-કુર્તા પહેરીને આ કાકા આપે છે અંગ્રેજીમાં કોમેન્ટ્રરી, ક્રિકેટર્સ પણ છે તેમના ફેન

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે જૂનના ત્રીજા સપ્તાહથી ત્રણ મેચની વનડે સિરીઝ રમવાની હતી, પરંતુ આ સિરીઝને લઈને અહેવાલો સામે આવ્યા છે કે, તેને સ્થગિત કરી દેવામાં આવી છે. જો કે, આ સિરીઝ ક્યારે રમાશે તે સ્પષ્ટ નથી, પરંતુ એક વાત ચોક્કસથી સ્પષ્ટ થઈ ગઈ છે કે ભારતીય ખેલાડીઓને લગભગ એક મહિનાનો આરામ મળશે, જે ટીમના હિતમાં હશે, કારણ કે તમામ ખેલાડીઓ લાંબા સમયથી ક્રિકેટ રમી રહ્યા છે.

ભારતનો આગામી પ્રવાસ જુલાઈ-ઓગસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝનો છે, જ્યાં ટીમ ત્રણેય ફોર્મેટમાં રમતી જોવા મળશે. ભારતે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસમાં 2 ટેસ્ટ, ત્રણ T20 અને એટલી જ ODI રમવાની છે. દરમિયાન, આયર્લેન્ડ સિરીઝ પણ નિર્ધારિત છે. ઓગસ્ટમાં, તે ત્રણ મેચની T20I સિરીઝ હશે, જે 18 ઓગસ્ટથી શરૂ થશે અને છેલ્લી મેચ 23 ઓગસ્ટે રમાશે. તેનું સમયપત્રક ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023ની ફાઈનલ મેચના બે દિવસ પહેલા ફેન્સ અને ખેલાડીઓ માટે ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે, ટાઈટલ મુકાબલામાં ચોથા દિવસે વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 1:18 pm, Tue, 6 June 23

Next Article