Afghanistan: અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ માટે તાલિબાને લીધો આ મહત્વનો નિર્ણય, જાહેર કર્યુ આ પરિવર્તન

|

Aug 23, 2021 | 12:03 AM

અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (Afghanistan Cricket Board) સામે સૌથી વધુ પડકાર પાકિસ્તાનની સામે થવા વાળી સિરીઝ છે. જેના પર ફિલહાલ અનિશ્વિતતા યથાવત છે.

Afghanistan: અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ માટે તાલિબાને લીધો આ મહત્વનો નિર્ણય, જાહેર કર્યુ આ પરિવર્તન
ACB Chairman Azizullah Fazli

Follow us on

અફઘાનિસ્તાન (Afghanistan) હાલના સમયમાં ખૂબ જ ઉથલ પાથલ સર્જાઇ છે. આતંકી સંગઠન તાલિબાન (Taliban) ના દેશમાં શાસનથી સ્થિતી  સંપૂર્ણ  રીતે બદલાઇ ચુકી છે. હાલમાં અફઘાનમાં અનિશ્વિતતાનો માહોલ છે. એવામાં દેશનુ ક્રિકેટ પણ મુશ્કેલીમાં છે. આગળ પણ કોઇ સ્પષ્ટ સ્થિતી નથી જોવાઇ રહી છે. ત્યારે  અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (ACB) માં રવિવારે એક મોટુ  પરિવર્તન કરવામાં આવ્યું  છે.

બોર્ડના પૂર્વ પ્રમુખ અજીજુલ્લાહ ફાઝલીને એક વાર ફરીથી ટોચના પદ પર  નિમવામાં આવ્યા છે. તેમને ACB ના કાર્યવાહક અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. ફાઝલીએ આ પહેલા સપ્ટેમ્બર 2018થી જુલાઇ 2019 સુધી ACB ના અધ્યક્ષના રુપમાં કાર્ય કર્યુ હતુ.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે રવિવારે એક ટ્વીટ કરીને ફાઝલીને નિયુક્ત કરવામાં આવ્યાની જાણકારી આપવામાં આવી છે. પોતાની ટેસ્ટમાં એસીબીએ બતાવ્યુ છે કે, એસીબીના પૂર્વ અધ્યક્ષ અજીજુલ્લાહ ફાઝલીને બોર્ડના કાર્યવાહક અધ્યક્ષ તરીકે ફરીથી નિયુક્ત કરવામાં આવ્યા છે. તે આગામી ટૂર્નામેન્ટ માટે એસીબી નુ નેતૃત્વ કરવા સાથે બોર્ડની કાર્યવાહીની દેખરેખ કરશે.

પાકિસ્તાન સિરીઝ પહેલો પડકાર

ફાઝલી સમક્ષ પહેલો પડકાર પાકિસ્તાન સામેની વનડે શ્રેણીનો છે. શ્રીલંકામાં 3 સપ્ટેમ્બરથી રમાનારી આ શ્રેણીને લઈને અસંજમસ છે. કાબુલથી ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે, જેના કારણે શ્રીલંકામાં ટીમના આગમન અંગે પરિસ્થિતિ સ્પષ્ટ નથી. આવી સ્થિતિમાં ફાઝલી અને તેના સાથી ખેલાડીઓ ટીમને શ્રીલંકા કેવી રીતે લઈ જાય છે તે જોવું રહ્યું.

ક્રિકેટના સમર્થક છે તાલિબાનઃ શિનવારી

અફઘાનિસ્તાનમાં બદલાયેલી પરિસ્થિતિમાં ક્રિકેટ પ્રવૃત્તિઓ સામાન્ય રીતે ચાલવા અંગે આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. પરંતુ તાજેતરની નિમણૂકથી આશા જાગી છે કે, તાલિબાન ક્રિકેટના માર્ગમાં અડચણરૂપ નહીં બને. આ સપ્તાહની શરૂઆતમાં, ACB ના મુખ્ય કાર્યકારી હામિદ શિનવારીએ મીડિયા રિપોર્ટમાં આ અંગે જણાવ્યું હતું. તેઓ આશા રાખે છે કે, તાલિબાન રમતને ટેકો આપે તે મુજબ ક્રિકેટ પ્રવૃત્તિઓ રાબેતા મુજબ ચાલુ રહેશે.

આ પણ વાંચોઃ Cricket: રોહિત શર્માને માટે રવિ શાસ્ત્રીએ ટેસ્ટ ક્રિકેટ માટે ખેલેલો દાવ જબરદસ્ત સફળ રહ્યો, જાણો શુ થયો ખુલાસો

આ પણ વાંચોઃ IPL 2021: RCB ની ટીમમાં મેક્સવેલ અને ડિવિલીયર્સનુ સ્થાન લેશે આ તોફાની બેટ્સમેન, કોચ બોલ્યા ‘ગજબ’ રમે છે

Next Article