Team India New Jersey: વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જર્સીમાં મોટો ફેરફાર, 2 મિનિટના વીડિયોમાં ખુલાસો થયો

|

Sep 20, 2023 | 4:28 PM

વર્લ્ડ કપ 2023 5 ઓક્ટોબરથી શરૂ થઈ રહ્યો છે અને આ ટૂર્નામેન્ટ માટે ટીમ ઈન્ડિયા (Team India)ની જર્સીમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. Adidas વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાનું એન્થમ લોન્ચ કર્યું છે, જેમાં રોહિત-વિરાટ અને અન્ય ખેલાડીઓ નવી જર્સીમાં જોવા મળી રહ્યા છે.

Team India New Jersey: વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જર્સીમાં મોટો ફેરફાર, 2 મિનિટના વીડિયોમાં ખુલાસો થયો

Follow us on

વર્લ્ડ કપ 2023 શરૂ થવામાં હવે વધુ સમય બાકી નથી. 5 ઓક્ટોબરથી શરૂ થનારી આ ટૂર્નામેન્ટ પહેલા ટીમ ઈન્ડિયાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. હાલમાં ટીમ ઈન્ડિયાની નવી જર્સી બહાર આવી છે જે હાલની જર્સીથી એકદમ અલગ છે. તેનો રંગ બ્લુ છે પરંતુ તેમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. વર્લ્ડ કપ 2023 માટે ટીમ ઈન્ડિયાની જર્સી બનાવનારી કંપની Adidas એ 2 મિનિટનું એન્થમ લોન્ચ કર્યું છે જેમાં વિરાટ-રોહિત અને અન્ય ખેલાડીઓ જોવા મળે છે. આ ગીતમાં વિરાટ-રોહિતે નવી જર્સી પહેરી છે.

તમને જણાવી દઈએ કે નવી જર્સીમાં ટીમ ઈન્ડિયાના ખભા પરની ત્રણ પટ્ટીઓ સફેદ નથી. આમાં ત્રિરંગાના રંગોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જો કે આ વીડિયોમાં ખેલાડીઓની છાતી પર સ્પોન્સર ડ્રીમ 11 લખવામાં આવ્યું છે, પરંતુ ICC ટૂર્નામેન્ટમાં ખેલાડીઓની છાતી પર ભારત લખવામાં આવશે. તમને જણાવી દઈએ કે, ટીમ ઈન્ડિયાની જર્સી 20 સપ્ટેમ્બરે રાત્રે 8 વાગ્યે સત્તાવાર રીતે લોન્ચ કરવામાં આવશે.

તમારા મગજને શાર્પ કરવાની 10 સરળ રીતો
132 કરોડ રૂપિયાનો માલિક છે અશ્વિન, ઘરની કિંમત જાણીને ચોંકી જશો
ડિનર પહેલાં અને ડિનર પછી દારૂ પીવામાં શું તફાવત છે, દરેકે જાણવું જોઈએ
પૂર્વ દિશામાં પગ રાખીને સૂવાથી શું થાય છે ?
ગુજરાતી સિંગર અરવિંદ વેગડાના ગીત વગર ખેલૈયાની નવરાત્રી અધુરી છે, જુઓ ફોટો
આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન

આ પણ વાંચો : Nicholas Pooran Love Story: નિકોલસ પુરનની પત્ની કોઈ મોડલથી ઓછી નથી, 6 વર્ષ સુધી ડેટ કર્યા બાદ લવસ્ટોરી શરુ થઈ

ત્રીજી વખત વર્લ્ડકપ જીતવા પર નજર

તમને જણાવી દઈએ કે, ભારતીય ટીમ 2 વખત વર્લ્ડકપ જીતી ચૂકી છે. 1983 બાદ ટીમ ઈન્ડિયાએ 2011માં વર્લ્ડ કપ જીત્યો હતો. હવે ટીમ ઈન્ડિયા ત્રીજી વખત વર્લ્ડ ચેમ્પિયન બનવા પર નજર રહેશે. આ જ એડિડાસનું એન્થમ થીમ છે. આ થીમ સોન્ગ મશહુર રેપર રફતારે ગાયું છે.

 

 

ટીમ પાસે જીતની આશા

તમને જણાવી દઈએ કે, ભારતીય ક્રિકેટ ટીમ પાસે વર્લ્ડકપ જીતવાની આશા છે. હાલમાં ટીમ શાનદાર ફોર્મમાં જોવા મળી રહી છે કે. એલ રાહુલ, જસપ્રિત બુમરાહનું ફિટનેસ પણ શાનદાર છે અને સારી લયમાં જોવા મળી રહ્યા છે.ઉપરાંત એશિયા કપમાં મોહમ્મદ સિરાજે જે પ્રકારનું પ્રદર્શન કર્યું છે તે ખરેખર પ્રશંસનીય છે. હાલમાં જ ટીમ ઈન્ડિયાએ એશિયા કપ જીત્યો છે અને હવે તેને વર્લ્ડ કપ જીતવાની આશા છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article