AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nike, Adidasના શૂઝ હવે બનશે ‘Made In India’, 20000 લોકોને મળશે રોજગાર

વિશ્વના સૌથી લોકપ્રિય સ્પોર્ટ્સ શૂઝ નાઇકી અને એડિડાસ ટૂંક સમયમાં 'મેડ ઇન ઇન્ડિયા' બનશે. તેમને બનાવતી તાઈવાનની કંપની ભારતમાં તેની ફેક્ટરી લગાવવા જઈ રહી છે, જે 20,000 લોકોને રોજગાર આપશે.

Nike, Adidasના શૂઝ હવે બનશે 'Made In India',  20000 લોકોને મળશે રોજગાર
Image Credit source: Google
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 18, 2023 | 6:54 PM
Share

નાઈકી, એડિડાસ, ટિમ્બરલેન્ડ અને ન્યૂ બેલેન્સ જેવી આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ માટે શૂઝ બનાવતી તાઈવાનની કંપની હવે ભારતમાં પ્રવેશવા જઈ રહી છે. કંપની તમિલનાડુમાં તેની ફેક્ટરી સ્થાપશે, જેનો અર્થ છે કે આ તમામ બ્રાન્ડના શૂઝ પર હવે ‘મેડ ઈન ઈન્ડિયા’ ટેગ પણ હશે.

આ પણ વાચો: Made In India : રશિયાના MI-17sની જગ્યાએ સ્પેશિયલ હેલિકોપ્ટર થશે સામેલ, આત્મનિર્ભર ભારત તરફ વધુ એક પગલુ

તાઈવાનની ‘પાઉ શેન’ વિશ્વની બીજી સૌથી મોટી બ્રાન્ડેડ શૂઝ બનાવતી કંપની છે. કંપની $28.08 મિલિયન (લગભગ રૂ. 2,302 કરોડ)નું રોકાણ કરીને ભારતમાં તેની ફેક્ટરી સ્થાપવા જઈ રહી છે. ભારતમાં નાઈકી અને એડિડાસના બૂટની ખૂબ માંગ છે, તેથી હવે આ બ્રાન્ડેડ શૂઝ ભારતમાં બની શકે છે અને તેની કિંમતો નીચે આવી શકે છે.

20,000 નોકરીઓનું સર્જન થશે

પાઉ શેન મોટાપાયે શૂઝની નિકાસ કરે છે. 2022 માં, તેણે 272 મિલિયન જોડી શૂઝની નિકાસ કરી. કંપનીનો દાવો છે કે તમિલનાડુમાં શરૂ થનારી નવી ફેક્ટરી રાજ્યમાં 20,000 નોકરીઓનું સર્જન કરશે. આ નોકરીઓ આગામી 12 વર્ષમાં થશે.

પાઉ શેનના ​​વાઈસ પ્રેસિડેન્ટ જ્યોર્જ લિયુ કહે છે કે ભારતમાં વધુ રોકાણ આવી શકે છે. તેમાં આ પ્રથમ છે. બીજી તરફ, રોઇટર્સના સમાચાર અનુસાર, આ પહેલા તાઇવાનના હોંગ ફુ ગ્રુપે પણ રાજ્યમાં 1,000 કરોડ રૂપિયાનું રોકાણ કરવાની વાત કરી છે. આ કંપની રાજ્યમાં ફૂટવેર પણ બનાવશે.

તમિલનાડુ 45% ફૂટવેરની નિકાસ કરે છે

ભારતમાંથી ફૂટવેરની નિકાસમાં એકલા તમિલનાડુનો હિસ્સો 45 ટકા છે. તામિલનાડુએ છેલ્લા 5 વર્ષમાં નિકાસમાં આ સિદ્ધિ હાંસલ કરી છે. આમાં જ્યોર્જિયો અરમાની અને ગુચી જેવી લોકપ્રિય લક્ઝરી બ્રાન્ડનો સમાવેશ થાય છે.

રાજ્યમાં તેમની ફેક્ટરીઓ સ્થાપવાની ઈચ્છા વ્યક્ત કરી

હાલમાં, તમિલનાડુ દેશની મેન્યુફેક્ચરિંગ કંપનીઓ માટે સૌથી પસંદગીનું સ્થળ બની રહ્યું છે. ફૂટવેર બ્રાન્ડ્સ ઉપરાંત એપલના સપ્લાયર ફોક્સકોન, સાલકોમ્પ અને પેગાટ્રોને પણ રાજ્યમાં તેમની ફેક્ટરીઓ સ્થાપવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

કોવિડ પછી ચીન અને તાઈવાનથી સપ્લાયની સમસ્યા બાદ હવે ઘણી વિદેશી અને આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સ તેમના ઉત્પાદન એકમોને ભારતમાં શિફ્ટ કરી રહી છે. જેથી સિંગલ માર્કેટ પરની નિર્ભરતા ઘટી શકે.

        ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

                             બિઝનેસના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

બેંગકોક જઈ રહેલા મુસાફર પાસેથી ઝડપાયું 42 લાખનુ વિદેશી ચલણ
બેંગકોક જઈ રહેલા મુસાફર પાસેથી ઝડપાયું 42 લાખનુ વિદેશી ચલણ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ પતંગબાજો સાથે પેચ લડાવતા જોવા મળ્યા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ પતંગબાજો સાથે પેચ લડાવતા જોવા મળ્યા
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
g clip-path="url(#clip0_868_265)">