VIDEO: 26મા જન્મદિવસે અભિષેક શર્માને કાન પકડીને ઊઠક-બેઠક કરાવી, આ ભૂલ માટે યુવરાજ સિંહે આપી સજા

4 સપ્ટેમ્બરે ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓપનર અભિષેક શર્મા 26 વર્ષનો થયો છે. તેના જન્મદિવસે કોચ અને મેન્ટર યુવરાજ સિંહે એક ખાસ વીડિયો શેર કર્યો છે, જેમાં અભિષેક કાન પકડીને ઊઠક-બેઠક કરતો જોવા મળે છે. યુવરાજે અભિષેકને એક ખાસ ભૂલ ન કરવાની ચેતવણી પણ આપી અને તેની પાસેથી વચન લેવડાવ્યું હતું.

VIDEO: 26મા જન્મદિવસે અભિષેક શર્માને કાન પકડીને ઊઠક-બેઠક કરાવી, આ ભૂલ માટે યુવરાજ સિંહે આપી સજા
Yuvraj Singh, Abhishek Sharma
Image Credit source: X/INSTAGRAM
| Updated on: Sep 04, 2026 | 4:04 PM

ટીમ ઈન્ડિયાનો વિસ્ફોટક ઓપનર અભિષેક શર્મા 4 સપ્ટેમ્બરે 26 વર્ષનો થયો છે. જન્મદિવસના આ ખાસ અવસર પર તેના કોચ અને મેન્ટર યુવરાજ સિંહે સોશિયલ મીડિયા પર એક ખાસ વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં અભિષેક શર્મા કાન પકડીને ઊઠક-બેઠક કરતો જોવા મળે છે. ગુરુ યુવરાજ સિંહે શિષ્ય અભિષેક શર્માને કઈ ભૂલની સજા આપી છે? ચાલો જાણીએ.

યુવરાજ સિંહે શેર કર્યો અભિષેકનો વીડિયો

વીડિયોમાં યુવરાજ સિંહ અભિષેક શર્માને તેની બેટિંગની એક ભૂલ માટે સમજાવતો જોવા મળે છે. યુવરાજ અભિષેકને કહે છે કે, તે હવે ઇનિંગના પહેલા જ બોલે હવામાં શોટ નહીં રમે અને બેટિંગ દરમિયાન મોટા શોટ રમવા પહેલા થોડો સમય લેશે. અભિષેક પણ યુવરાજની વાત માનીને આ વચન આપતો જોવા મળે છે.

ગુરુએજન્મદિવસ પર શિષ્યને આપી સજા

યુવરાજ સિંહ અભિષેક શર્માનો મેન્ટર (ગુરુ) છે અને યુવરાજ ઘણી વખત અભિષેકને તેની બેટિંગ સ્ટાઈલને લઈ ટિપ્સ આપતો રહે છે. અભિષેક શર્માની આક્રમક બેટિંગે તેને મોટી સફળતા અપાવી છે, પરંતુ ઉતાવળમાં રમાયેલા શોટને કારણે તે કેટલીક વખત વહેલો આઉટ પણ થયો છે. હવે તે પોતાની બેટિંગમાં વધુ ધીરજ રાખવાનો પ્રયાસ કરી રહ્યો છે.

 

T20 ક્રિકેટનો સુપરસ્ટાર છે અભિષેક શર્મા

માત્ર 26 વર્ષની ઉંમરે અભિષેક શર્માએ T20 ક્રિકેટમાં પોતાની અલગ ઓળખ બનાવી છે. અભિષેક શર્મા T20 રેન્કિંગમાં નંબર-1 અભિષેક શર્મા બનનાર સૌથી યુવા ખેલાડીઓમાં સામેલ છે અને તેના નામે 931 રેટિંગ પોઈન્ટ પણ નોંધાયા છે. તેણે T20 વર્લ્ડ કપ જીતવામાં પણ ટીમ ઈન્ડિયા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

અભિષેક શર્માનો T20 ક્રિકેટમાં શાનદાર રેકોર્ડ

અભિષેકના નામે ભારત માટે T20માં સૌથી વધુ 135 રન બનાવવાનો રેકોર્ડ પણ છે. તેણે માત્ર 14 બોલમાં અડધી સદી ફટકારી છે અને T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઓછા બોલમાં 100 છગ્ગા ફટકારનાર ખેલાડી તરીકે પણ ઓળખ મેળવી છે. હવે યુવરાજના માર્ગદર્શન હેઠળ અભિષેક વધુ પરિપક્વ બેટ્સમેન બનવાનો પ્રયાસ કરી રહ્યો છે.

રોહિત-શમી-ભુવનેશ્વરના નિવૃત્તિ ન લેવા અંગે ચોંકાવનારો દાવો, કારણ જાણીને ચોંકી જશો

Follow Us
Loading...
Unable to load recommendations.