IND vs NZ ભારતે ન્યૂઝીલેન્ડને 65 રનથી હરાવ્યું,સિરીઝમાં 1-0થી આગળ

|

Nov 20, 2022 | 4:06 PM

આજે ભારત અને ન્યુઝીલેન્ડ (India vs New Zealand) વચ્ચે બીજી T20 મેચ રમાય હતી. સિરીઝની પ્રથમ મેચ વરસાદમાં ધોવાઈ ગઈ હતી, બીજી મેચમાં ભારતે શાનદાર જીત મેળવી છે.

IND vs NZ   ભારતે ન્યૂઝીલેન્ડને 65 રનથી હરાવ્યું,સિરીઝમાં 1-0થી આગળ
ભારતે ન્યૂઝીલેન્ડને 65 રનથી હરાવ્યું
Image Credit source: Twitter

Follow us on

ભારતે ન્યુઝીલેન્ડ સામે 192 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતની શરૂઆત કંઈ ખાસ રહી ન હતી. ભારતની પહેલી વિકેટ 36 રનના સ્કોર પર પડી, જ્યારે રિષભ પંત 13 બોલમાં છ રન બનાવીને આઉટ થયો હતો. આ પછી ઈશાન કિશને ઝડપી રન બનાવીને ભારતના સ્કોરને 50ની પાર પહોંચાડી દીધો હતો, પરંતુ તે પણ 31 બોલમાં 36 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. આ મેચમાં વરસાદને કારણે 27 મિનિટની રમત ખોવાઈ ગઈ હતી, પરંતુ ઓવરોની સંખ્યામાં કોઈ ઘટાડો થયો ન હતો.ન્યુઝીલેન્ડ સામે રમાયેલી બીજી T20 મેચમાં ટીમ ઈન્ડિયાએ 65 રને જીત મેળવી છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
આજનું રાશિફળ તારીખ 26-04-2024

 

સૂર્યકુમાર યાદવ 51 બોલમાં 111 રન બનાવીને અણનમ રહ્યો

એક છેડે, સૂર્યકુમાર યાદવ બાજી સંભાળી અને ઝડપી ગતિએ રન બનાવ્યા, પરંતુ બીજા છેડે વિકેટો પડતી રહી. શ્રેયસ અય્યરને નવ બોલમાં 13 રન બનાવ્યા બાદ વિકેટ પડી હતી. તે જ સમયે, કેપ્ટન હાર્દિકે 13 બોલમાં 13 રન બનાવ્યા હતા. દીપક હુડ્ડા અને વોશિંગ્ટન સુંદર પોતાનું ખાતું પણ ખોલાવી શક્યા નથી. અંતમાં સૂર્યકુમાર યાદવ 51 બોલમાં 111 રન બનાવીને અણનમ રહ્યો હતો. તેણે પોતાની ઇનિંગમાં 11 ચોગ્ગા અને સાત છગ્ગા ફટકાર્યા હતા. તેની સદીના કારણે ભારતે છ વિકેટ ગુમાવીને 191 રન બનાવ્યા અને ન્યૂઝીલેન્ડ સામે 192 રનનો ટાર્ગેટ આપ્યો.ન્યુઝીલેન્ડ તરફથી ટિમ સાઉથીએ ત્રણ અને લોકી ફર્ગ્યુસને બે વિકેટ ઝડપી હતી. ઈશ સોઢીને એક વિકેટ મળી હતી.

 

 

ન્યુઝીલેન્ડની શરૂઆત ખૂબ જ ખરાબ રહી

192 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરતા ન્યુઝીલેન્ડની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ફિન એલન ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થઈ ગયો. ભુવનેશ્વર કુમારે તેને મેચના બીજા બોલ પર અર્શદીપ સિંહના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. ન્યુઝીલેન્ડની બીજી વિકેટ 56 રનના સ્કોર પર પડી હતી. વોશિંગ્ટન સુંદરે ડેવોન કોનવેને આઉટ કરીને ભારતને બીજી સફળતા અપાવી હતી.ન્યુઝીલેન્ડની ત્રીજી વિકેટ 69 રનના સ્કોર પર પડી હતી. યુઝવેન્દ્ર ચહલે ગ્લેન ફિલિપ્સને આઉટ કરીને ભારતને ત્રીજી સફળતા અપાવી હતી.ન્યુઝીલેન્ડની ચોથી વિકેટ 88 રનના સ્કોર પર પડી હતી. દીપક હુડ્ડાએ ડેરીલ મિશેલને શ્રેયસ અય્યરના હાથે કેચ કરાવ્યો હતો.

ન્યૂઝીલેન્ડની અડધી ટીમ 89 રનના સ્કોર પર પેવેલિયન પરત ફરી હતી. યુઝવેન્દ્ર ચહલે જેમ્સ નીશમને આઉટ કરીને ભારતને પાંચમી સફળતા અપાવી હતી.ન્યુઝીલેન્ડ સામે રમાયેલી બીજી T20 મેચમાં ટીમ ઈન્ડિયાએ 65 રને જીત મેળવી છે

 

 

Next Article